Abtak Media Google News

Screenshot 4 રાજ્યના 113 તાલુકાઓમાં સવારથી સતત વરસાદ: ચાર કલાકમાં ભેંસાણમાં 6 ઇંચ, ધારીમાં 4॥ ઇંચ, મહુવા અને બગસરામાં 2 ઇંચ વરસાદ

સૌરાષ્ટ્ર-કચ્છને સતત સાત દિવસથી મેઘરાજા ધમરોળી રહ્યા છે. વિસાવદરમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાંબેલાધારે 16 ઇંચ જેટલો વરસાદ વરસી ગયા બાદ આજે સવારથી મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસી જતા ખાના-ખરાબી જેવી સ્થિતિ સર્જાઇ જવા પામી છે. આજે સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભેંસાણમાં ચાર કલાકમાં 6 ઇંચ, ધારીમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસી ગયો હતો. સવારથી 113 તાલુકાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે.

Advertisement

આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 200 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ગઇકાલે સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં 16 ઇંચ જેટલો પડ્યો હોવાનું નોંધાઇ હતું. સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક વરસાદ બાદ હવે જગતાત મેઘરાજાને ખમૈયા કરવા વિનવી રહ્યો છે. વિસાવદરમાં 24 કલાકમાં 16 ઇંચ પાણી પડી ગયા બાદ મેઘરાજા શાંત પડવાનું નામ લેતાં નથી. આજે સવારે 8:00 થી 10:00 સુધીના બે કલાકના સમયગાળામાં વિસાવદરમાં ફરી સુપડાધારે ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. કુલ 20 ઇંચ વરસાદથી સમગ્ર વિસાવદર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ જવા પામી છે. નદીઓ ગાંડીતૂર બની ગઇ છે.

જળાશયો ઓવરફ્લો થઇ ગયા છે. સવારે ચાર કલાકમાં ભેંસાણ તાલુકામાં 6 ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે ધારીમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસી ગયો હતો. મહુવા, બગસરા, રાજુલામાં બે ઇંચ, જૂનાગઢ, ઉનામાં દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. સવારથી સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. 113 તાલુકાઓમાં વરસાદથી હળવા ઝાપટાથી લઇ 6 ઇંચ સુધી વરસાદ વરસી ગયો છે.

સૌરાષ્ટ્રના દરિયા “ભાદર” ડેમમાં નવા નીરના શ્રીગણેશ

મોજ, સોડવદર, સપડા, રૂપારેલ, વગડિયા અને સાકરોલી સહિતના અનેક ડેમ ઓવરફ્લો: 13 જળાશયોના દરવાજા ખોલાયા

સૌરાષ્ટ્રમાં છેલ્લા સાત દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે જળ સંકટ તણાય ગયુ છે. અનેક ડેમ ઓવરફ્લો થઇ ગયા છે. મોટાભાગના જળાશયોમાં માતબર પાણીની આવક થવા પામી છે. સૌરાષ્ટ્રના દરિયા ગણાતા ભાદર ડેમમાં ચાલૂ ચોમાસાની સિઝનમાં પ્રથમવાર નવા નીરની આવકના શ્રી ગણેશ થયા છે. 42 ડેમમાં નવા પાણીની આવક થવા પામી છે. છલકાતા નદી નાળાના કારણે ડેમમાં સતત પાણીની આવક થઇ રહી છે.

રાજકોટ સિંચાઇ વર્તુળ પૂર એકમના સૂત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં નવુ 2.20 ફૂટ, મોજ ડેમમાં 4.79 ફૂટ, ફોફળ ડેમમાં 6.50 ફૂટ, વેણુ-2 ડેમમાં 2.30 ફૂટ, આજી-2 ડેમમાં 3.12 ફૂટ, આજી-3 ડેમમાં 1.48 ફૂટ, સોડવદરમાં 12.14 ફૂટ, ડોંડી ડેમમાં 0.98 ફૂટ, વેરી ડેમમાં 0.49 ફૂટ, ન્યારી-1 ડેમમાં 0.16 ફૂટ, ન્યારી-2 ડેમમાં 0.66 ફૂટ, છાપરવાડી-1માં 4.27 ફૂટ, છાપરવાડી-2 ડેમમાં 4.27 ફૂટ અને ભાદર ડેમમાં 2.30 ફૂટ પાણીની આવક થવા પામી છે. મોજ ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. ડેમના 3 દરવાજા ખોલાયા છે. સોડવદર ડેમ પણ છલકાય ગયો છે. જ્યારે વેણુ-2, સુરવો, ભાદર-2 ડેમના દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

મોરબી જિલ્લાના મચ્છુ-1 ડેમમાં 1.61 ફૂટ, મચ્છુ-2 ડેમમાં 0.52 ફૂટ, ડેમી-1 ડેમમાં 0.72 ફૂટ, ડેમી-2 ડેમમાં 0.33 ફૂટ, ઘોડાધ્રોઇ ડેમમાં 1.80 ફૂટ, બંગાવડી ડેમમાં 0.66 ફૂટ, બ્રાહ્મણી ડેમમાં 0.69 ફૂટ અને ડેમી-3 ડેમમાં 1.31 ફૂટ પાણીની આવક થવા પામી છે. બ્રાહ્મણી અને મચ્છુ-3 ડેમના દરવાજા બ્રાહ્મણી અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા છે. જામનગર જિલ્લાના મોટાભાગના જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. સસોઇમાં 4.92 ફૂટ, પન્નામાં 1.54 ફૂટ, ફૂલઝર-1માં 2.40 ફૂટ, ફૂલઝર-2માં 4.59 ફૂટ, વિજરળીમાં 4.36 ફૂટ, ડાઇ મીણસરમાં 0.66 ફૂટ, ઉંડ-3માં 1.80 ફૂટ, આજી-4માં 3.18 ફૂટ, રંગમતીમાં 6.89 ફૂટ, ઉંડમાં 9.35 ફૂટ, ઉંડ-2માં 9.35 ફૂટ, ફૂલઝર (કોબા)માં 9.09 ફૂટ અને રૂપાવટી ડેમમાં 0.82 ફૂટ પાણીની આવક થવા પામી છે. સપડા, રૂપારેલ, ઉંડ-1, કંકાવટી, ફૂલઝર, રૂપાવટી અને રૂપીયા સાગર ડેમ છલકાય ગયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાબરકા ડેમમાં 0.66 ફૂટ, વેરાડી-2માં 0.82 ફૂટ પાણીની આવક થવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગવો-1, ફલકુમાં 0.16 ફૂટ, ત્રિવેણી ઠાંગા 0.49 ફૂટ, લીંબડી ભોગાવો-2માં 0.49 ફૂટ, નિભંણીમાં 0.98 ફૂટ અને અમરેલીના સાકરોલી ડેમમાં 7.55 ફૂટ પાણીની આવક થવા પામી છે.

સૌરાષ્ટ્ર-કચ્છને ધમરોળતા મેઘરાજા

વિસાવદરમાં 16 ઇંચ, જામનગરમાં 11 ઇંચ, અંજારમાં 10 ઇંચ, બગસરામાં 8 ઇંચ, રાજુલા 8 ઇંચ, જુનાગઢમાં 7 ઇંચ, જામકંડોરણામાં પાા ઇંચ, વંથલીમાં પા ઇંચ વરસાદ: સવારથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ

સૌરાષ્ટ્ર-કચ્છને મેઘરાજાએ રિતસર ધમરોળી નાખ્યું છે. છેલ્લા સાત દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે સર્વત્ર જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. જુનાગઢ, ગીર સોમનાથ, જામનગર અને કચ્છ જિલ્લામાં પાણી પાણી જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. આ ચાર જિલ્લાના લોકો મેઘરાજાને ખમૈયા કરવા વિનવી રહ્યા છે. સવારથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ

વરસી રહ્યો છે. આજે સૌરાષ્ટ્રના છ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના જુનાગઢ જીલ્લાના વિસાવદરમાં સૌથી વધુ સુપડા ધારે 16 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત જામનગર શહેરમાં 11 ઇંચ, કચ્છના અંજારમાં 10 ઇંચ, ભેંસાણમાં 8 ઇંચ, બગસરામાં 9 ઇંચ, રાજુલામાં 7 ઇંચ, જુનાગઢમાં 7 ઇંચ, વંથલીમાં 6 ઇંચ, જામકંડોરાણામાં પાા ઇંચ, બરવાળામાં પાા ઇંચ, અમરેલીમાં પ ઇંચ, જેતપુરમાં પ ઇંચ, ગાંધીધામમાં 4ાા ઇંચ, વડિયામાં 4ાા ઇંચ, મેંદરડામાં 4ાા ઇંચ, ખાંભામાં 4ાા ઇંચ, ગીરગઢડામાં 4ાા ઇંચ, લીલીયામાં  4 ઇંચ, મહુવામાં 4 ઇંચ, ધ્રોલમાં 4 ઇંચ, જોડીયામાં 3ાાા ઇંચ, ઉપલેટામાં 3 ઇંચ, કાલાવડમાં 3 ઇંચ, ઉનામાં 3 ઇંચ, લાઠમાં રાા ઇંચ, જાફરાબાદમાં રાા ઇંચ, કેશોદમાં રાા, તાલાલામાં ર ઇંચ, ભચાઉમાં ર ઇંચ, માણાવદરમાં ર ઇંચ, ગારીયાધારમાં ર ઇંચ, લીંબડીમાં ર ઇંચ, કોડીનારમાં ર ઇંચ, માંગરોળમાં ર ઇંચ, લાલપુરમાં ર ઇંચ, વરસાદ પડયો હતો.

આ ઉપરાંત બાબરા, કોટડા સાંગાણી, દસાડા, જામજોધપુર, વેરાવળ, મુંદ્રા, વલ્લભીપુર, ઉમરાળા, પાલીતાણા, જેસર સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાથી લઇ પોણા બે ઇંચ સુધી વરસાદ વરસી રહ્યો છે. સવારથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજય ભરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.