Abtak Media Google News

વિનાશ તરફ જઈ રહેલી દુનિયા: માનવ વસાહતને બચાવવા અન્ય ગ્રહ ઉપર જીવનની સંભાવના શોધવી અનિવાર્ય

કલાઈમેટ ચેન્જના પ્રોજેકટમાંથી પાછા ખસવાનો ટ્રમ્પનો નિર્ણય મુર્ખામીભર્યો: હોકીંગ્સ

વોશિંગ્ટન: ખગોળશાસ્ત્રીઓ અવકાશના રહસ્યોનો તાગ મેળવવા માટે દિવસ-રાત મહેનત કરે છે અને પૃથ્વીના આયુષ્ય તેમજ વાતાવરણ ઉપર સતત થઈ રહેલી અસરો બાબતે સંશોધનો કરીને લોકોને અવગત કરાવવાની મહત્વની જવાબદારી નિભાવે છે. ખગોળશાસ્ત્રીઓની દુનિયામાં એવું જ એક મહત્વનું નામ છે સ્વીફન હોકીંગ્સ. જે વ્યકિત પોતાનું શરીર પર ચલાવવામાં સક્ષમ નથી તે વ્યકિતએ અત્યાર સુધીમાં અવકાશના અનેક રહસ્યોને ખુલ્લા પાડયા છે. આવા જ એક મહત્વના સંશોધનમાં હોકીંગ્સે કહ્યું છે કે, હવે લોકોએ સાવચેત થઈ જવાનો સમય આવી ગયો છે કારણકે પૃથ્વીનો સમય પુરો થવા ઉપર છે. જો ઝડપથી બીજા ગ્રહ ઉપર વસવાટની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો સંપૂર્ણ માનવ વસાહતનો નાશ થઈ જશે. એક કાર્યક્રમમાં ખગોળશાસ્ત્રીઓને સંબોધતા કહ્યું હતું કે, આગામી ૨૦૦ થી ૫૦૦ વર્ષની

Stephen-Hawking
Stephen-Hawking

અંદર પૃથ્વી ઉપર બે ભયાનક ઉલ્કા વર્ષા થવાની સંભાવના છે. જેનાથી માનવ જીવનનો નાશ થઈ જશે. વધુમાં હોકીંગ્સે એમ કહ્યું હતું કે પૃથ્વી પર માનવ જીવન ખુબ જ ઝડપથી વિસ્તરી રહ્યું છે. જેના કારણે હવે પૃથ્વી ઉપર જ‚રીયાત પ્રમાણેની જગ્યા વધી નથી. આ જ સમય છે કે આપણે સોલાર સિસ્ટમમાં સંશોધનો કરીને બીજે વસવાટની વ્યવસ્થા કરી લઈએ. વિનાશની પરિસ્થિતિમાં ફેલાઈ જવું એ જ બચવાની એક માત્ર આશા બની શકશે. જેથી બીજા ગ્રહો ઉપર વસવાટ શકય બન્યો તો માનવ જીવન પણ બચી જશે. વધુમાં હોકીંગ્સે એમ પણ કહ્યું હતું કે, તમામ દેશોએ એક થઈને આ બાબતે સંશોધન કરવું જોઈએ અને જેથી બંને તેટલી ઝડપથી અવકાશી સંશોધનોમાં સફળતા મળે. આ ઉપરાંત હોકીંગ્સે ચંદ્ર ઉપર માનવ વસાહત તૈયાર થઈ શકવાની દ્રઢ આશા પણ વ્યકત કરી હતી.

હોકીંગ્સે એમ પણ ઉમેર્યું હતું કે, આપણી પાસે પૃથ્વીને છોડવા માટેના વધુને વધુ ૧ હજાર વર્ષ છે. તેમાં પણ આગામી ૧૦૦ વર્ષ પછી પૃથ્વી ઉપર વાતાવરણમાં ફેરફારો જોવા મળશે અને તેની સીધી અસર માનવ જીવન પર પડવાની છે. જે રીતે માનવોએ પૃથ્વી ઉપર જેટલી ઝડપથી વિકાસ કર્યો છે તેટલી જ ઝડપથી આ ગ્રહને વિનાશ તરફ લઈ જવામાં આવ્યો છે. પૃથ્વી હવે માનવ વસાહત માટે ખુબ જ નાની પડી રહી છે. તેમજ ગ્લોબલ વોર્મિંગ જેવી કુદરતી આફતો પણ નુકસાનકારક બની રહેશે.

વધુમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કલાયમેટ ચેન્જમાંથી પાછા ખસી જવાનો નિર્ણય કરતા આ બાબત ઉપર હોકીંગ્સે કહ્યું હતું કે, ટ્રમ્પને ખ્યાલ નથી કે દુનિયા કઈ દિશામાં જઈ રહી છે. વિશ્ર્વને બચાવવાની કામગીરીમાંથી પાછા ખસવાનો મુર્ખાઈ ભર્યો નિર્ણય ટ્રમ્પે કર્યો છે. જેનું વળતર પણ ભોગવવુ પડશે. ભવિષ્યમાં માનવો વધુ સારી રીતે રહી શકે તે માટેના કામો કરવા એ આપણી જવાબદારી છે પરંતુ વાતાવરણ બચાવવા માટેના કામમાંથી નાસી છુટવુ એ યોગ્ય ગણી શકાય નહીં.

હોકીંગ્સે એમ પણ કહ્યું હતું કે, પૃથ્વી ઉપર જીવનની શ‚આતને કરોડો વર્ષો થયા છે પણ માનવ વસાહત ૧૦ હજાર વર્ષ પહેલાથી જ શ‚ થઈ છે પરંતુ માનવ વસાહત ઝડપથી વિકાસ કરી રહી છે તે ખરેખર નોંધપાત્ર છે અને આ વિકાસ ખરેખર વિનાશ તરફ જઈ રહ્યો છે. વુધમાં તેમણે ઉમેર્યું હતું કે અંદાજીત ૪.૩૭ પ્રકાશવર્ષ દુર એક ગ્રહ આવેલો છે. જેના ઉપર માનવ જીવનની સંભાવના દેખાઈ રહી છે પરંતુ આ બાબતે પહેલા તમામ દેશોએ મજબુત બનવુ પડશે અને જ‚રી સંશોધનો કરવા પડશે.

થોડા દિવસ અગાઉ જ ખગોળશાસ્ત્રીઓએ કેપ્રલ સ્પેસ ટેલીસ્કોપની મદદથી ૨૧૯ એવા નવા ગ્રહો શોધી કાઢયા હતા જે સોલાર સિસ્ટમની બહાર છે. આ ગ્રહોની રસપ્રદ બાબત એ છે કે તેઓ તુલનામાં નાના ખડકાળ અને સંભવિતપણે પૃથ્વી જેવા વસવાટ યોગ્ય હોવાના સંકેતો મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.