Abtak Media Google News

અન્ય મેચની ટીકીટ મળવાની શરૂઆત 25 ઓગસ્ટથી થશે, જેના માટે 15 ઓગસ્ટથી રજીસ્ટ્રેશન શરૂ થશે

ભારતમાં 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ શરૂ થવાનું છે. આ માટે કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. પરંતુ આ ગેમમાં અસલી મજા ભારત-પાકિસ્તાન મેચમાં આવશે. હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળશે. ક્રિકેટ રસિકોમાં સૌથી વધુ ઉત્સાહ તો ભારત પાકિસ્તાન મેચમાં જ જોવા મળશે. તેથી તેની ટિકિટની વિગતો પણ આવી ગઈ છે. ભારત પાકિસ્તાનની મેચની ટિકિટનો ભાવ બે હજારથી લઈને એક લાખ સુધી પહોંચવાની શક્યતા છે.

Advertisement

ભારત – પાકિસ્તાન વર્લ્ડ કપ મેચની ટીકીટ 3 સપ્ટેમ્બરથી મળશે. ભારત પાકિસ્તાન મેચ સિવાય અન્ય મેચની ટીકીટ મળવાની શરૂઆત 25 ઓગસ્ટથી થશે, જેના માટે 15 ઓગસ્ટથી રજીસ્ટ્રેશન શરૂ થશે. ભારત – પાકિસ્તાન વર્લ્ડ કપ મેચની ટીકીટની કિંમત બે હજાર રૂપિયાથી શરૂ થવાની શક્યતા છે. પરંતું જુદા જુદા સ્ટેન્ડની ટીકીટ 2 હજારથી એક લાખ રૂપિયા સુધી રહેવાની શક્યતા છે.

14 ઓક્ટોબરના રોજ ભારત – પાકિસ્તાનની મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે. તો 5 ઓક્ટોબરથી શરૂ થનાર વર્લ્ડ કપનો સુધારા સાથે કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. ભારત – પાકિસ્તાન મેચ સહિત અમદાવાદમાં કુલ 5 મેચ રમાવાની છે. વર્લ્ડ કપની મેચમાં ઇ ટીકીટ ચાલશે નહીં, ઓનલાઈન ટીકીટ ખરીદનારે બોક્સ ઓફિસથી જ ટીકીટ ખરીદવી પડશે. ભારત – પાકિસ્તાનની મેચની ટિકિટની કિંમત જેટલી જ કિંમત ફાઇનલ મેચ માટે રહેશે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં જ રમાશે. આ સિવાય બાકીની ત્રણ મેચની ટિકિટની શરૂઆત 1 હજાર રૂપિયાથી લઈ 30 હજાર સુધી રહેશે. સાઉથ આફ્રિકા – બાંગ્લાદેશ મેચની ટીકીટ 500 રૂપિયામાં મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.