Abtak Media Google News

શ્રી સાંઇ ફાઉન્ડેશનના સથવારે

લોકસાહિત્યના જાણીતા ધુરંધરો રાજભા ગઢવી, અનુભા ગઢવી, સાંઇરામ દવે બોલાવશે રમઝટ: છપૈય, સવૈયો, ઝુલણા, હિકર્ણ, સાવજડુ, રેટુડો, હંસાવડો જેવા ગીતો મંચ પર થશે પ્રસ્તુત: પ્રવેશ નિ:શુલ્ક રજીસ્ટ્રેશન શરુ

આપણી આખી એક જનરેશન ઘોડો  જ નજીકથી જોયો નથી તેની સામે આપણે ઘોડાની કાનસુરીના વર્ણનને જીવાડવાની છે. જે પેઢીએ યુઘ્ધ નિહાળ્યું જ નથી તેની સામે યુઘ્ધના વર્ણન કરવા અધરુ કામ છે. આખી એક યુવા પેઢી લોકસાહિત્યમાં થોડો ઓછો રસ લેતી થઇ એનું આ એક મહત્વનું કારણ છે. સૌરાષ્ટ્રની આપણી તળપદી લોક બોલીમાં અને ડિગળ-પિંગળ માં રચાયેલા શબ્દોનો નાટારંભ કાનને મજા કરાવે છે.

પરંતુ સમજાતો નથી. એવી એક આખી પેઢી માટે શ્રીસાંઇ લક્ષ્મી ફાઉન્ડેશનને અવસર ઉભો કર્યો છે. આપણી માટીના છંદોને મહેકાતો ‘છંદોત્સવ’ આગામી ૧૯ ફેબ્રુઆરીના રોજ હેમુગઢવી હોલના મીની થિયેટરમાં યોજાનારા આ કાર્યક્રમમાૂં લોકસાહિત્યના ૩ ધુરંધરો છંદોની રમઝટ બોલાવશે.

આ છંદોત્સવમાં કેટલાક અપ્રાપ્ત અને ઓછા પ્રચલીત અર્થ સભર છંદોનું ગાન થશે. ત્રીભંગી, ચર્ચરી અને રેણંકી આ ત્રણ જ છંદો લોકોમાં વધુ પ્રચલિત છે. ત્યારે છંદોત્સવમાં પઘ્ધરી અર્ધનારાચ, ત્રિકુટબંધ, દુર્મિલા,સારસી, ઝુલણા, બેત, નારાચ, ઉઘ્ધોર, છપ્પઇ, કવિત, સવૈયો, હિકર્ણ જેવા છંદો રજુ થશે. તેમજ ગીતોમાં સપાકાર, શાણોર, સાવજડું, રેટુડો, હંસાવડો જેવા ગીતો એક સાથે સૌ પ્રથમવાર એક મંચ પરથી રજુ થશે.

આપણી ભાષામાં છંદનો એક અર્થ છે પ્રાર્થના આ કાર્યક્રમમાં વશ તેમજ શકિતની છંદ વંદના સાથે પ્રકૃતિ અને ઋતુ વર્પન તેમજ યુઘ્ધ વર્ણનો રજુ કરાશે. લોકસાહિત્યના રસિકો આ કાર્યક્રમમાં ઉમટી પડવાનું આમંત્રણ છે. જેમાં અનુભા જામંગ (ગઢવી) રાજભા ગઢવી તથા સાઇરામ દવે વિશિષ્ઠ રજુઆતો કરશે. પ્રવેશ વિના મૂલ્યે છે પરંતુ પ્રવેશ મર્યાદિત હોવાથી કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરી પાસ મેળવવા ફરજીયાત રહેશે.

રજીસ્ટ્રેશન માટે www. sailaxmi foundation. com/CU અથવા ૯૩૨૭૫ ૬૬૭૫૧ પર સંપર્ક કરવા ચેરમેન અમિત દવેની યાદીમાં જણાવાયું છે. મહત્વનું છે કે શ્રી સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન આ પહેલા પણ સાહિત્યને લગતા અવનવા કાર્યક્રમો યોજી ચુકયું છે જેમાં બાળપણ બચાવો, બાળગીત, બાલવાર્તા સ્પર્ધા, મને હાલરડું સાંભરે રે, પરફેકટ પેરેન્ટીંગ, માતૃભાષા નું ભાવિ, જેવા વિવિધ કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.