Abtak Media Google News

સેન્ટ્રલ ઝોનમાં અલગ અલગ ઇ એસ આર -જી એસ આરની મુલાકાત લેતા ઉદિત અગ્રવાલ

શહેરના ત્રણેય ઝોન ખાતે મ્યુનિ. કમિશનરે  સેન્ટ્રલ ઝોનમાંઇ એસ આર-જી એસ આઈ અને પીએસની મુલાકાત લીધી હતી, જેમાં જિલ્લા ગાર્ડન હેડ વર્કસ ખાતે અમૃત યોજના હેઠળ નિર્માણાધીન નવા એ એસ આર સ-જીએસઆર અને પીએસ, ગુરુકુળ હેડ વર્કસ ખાતેના મટીરીયલ લેબોરેટરી પરીક્ષણની તેમજ ઇ એસ આર-જી એસ આર અને પી એસ અને જયુબેલી હેડ વર્કસ ખાતેના ઇ એસ આર-જી એસ આઈ અને પી એસ, શ્રી અરવિંદભાઈ મણીયાર હોલ, લેંગ લાઈબ્રેરી અને જયુબેલી ગાર્ડન, નર્સરીની મુલાકાત કરી હતી, અને ચાલુ પ્રોજેક્ટના કાર્યો સમયસર ઝડપી પૂર્ણ કરવા સુચના આપી હતી.

Advertisement

વિઝીટ દરમ્યાન મ્યુનિ. કમિશનરે જિલ્લા ગાર્ડન ખાતે અમૃત યોજના હેઠળ નિર્માણાધીન નવા એ એસ આર -જી એસ આર અને પી એસ ની કામગીરીનું નિરીક્ષણ કરી ઝડપથી કામ પૂરું કરવા તેમજ ડી.આઈ. પાઈપલાઈનના કાર્ય ઝડપથી પૂર્ણ કરવા પણ સુચના આપી હતી, ત્યાં જ ડો. આંબેડકર સ્મારક અને લાઈબ્રેરીની પણ વિઝીટ કરી હતી. ગુરુકુળ હેડ વર્કસ ખાતેની વિઝીટ દરમ્યાન એ એસ આર- હી એસ આર અને પી એસની મુલાકાત તેમજ નવું આધુનિક મટીરીયલ ટેસ્ટીંગ બિલ્ડીંગ બનાવવાની કામગીરી ઝડપી આગળ ધપાવવા સુચના આપેલ હતી. જયુબેલી ગાર્ડન ખાતે મ્યુનિ. કમિશનરે મુલાકાતમાં ઇ એસ આર-જી એસ આર અને પીએસને સ્ટ્રેન્થેનીંગ(મજબુત કરવા) કરવા સુચના આપી હતી, જેનાથી પાણી લીકેજની સમસ્યા હલ થઇ જશે તેમજ લેંગ લાઇબ્રેરી, મણીયાર હોલ, જયુબેલી ગાર્ડન અને નર્સરીની પણ તેમણે વિઝીટ કરી હતી. મણીયાર હોલને રીનોવેશન કરવા અંગેની કામગીરી ઝડપથી આગળ ધપાવવા સુચના આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.