Abtak Media Google News

પરિવાર સાથે બેસીને દેવીદેવતાઓ, સંસ્કૃતિ, ધર્મ અને દેશભક્તિ વિશે થશે ચર્ચા: હાલ પરિવાર સાથે બાદમાં પાડોશીઓનો પણ ઉમેરો કરશે આરએસએસ

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા પરિવાર સાથે મળીને ભોજન કરવા માટે એક સુંદર પ્રયત્ન ‘કુટુંબ પ્રબોધન’ હેઠળ હાથ ધરવામાં આવ્યો છે. જેના દ્વારા તમામ પરિવારજનો સાથે મળી ઓછામાં ઓછુ અઠવાડિયામાં એક વખત સાથે ભોજન કરી શકે. એવુ આરએસએસના રવિન્દ્ર જોશી દ્વારા આ આયોજન અન્વયે માહિતી પુરી પાડતા જણાવવામાં આવ્યું હતું.

Advertisement

તેમના જણાવ્યા પ્રમાણે આરએસએસ દ્વારા આ પ્રોજેક્ટમાં હાલ અર્થશાસ્ત્રના નિવૃત પ્રોફેસરોને જોડવામાં આવ્યા છે. જેના દ્વારા ૨૨ વિભાગો થકી દેશભરમાં આ આયોજન હાથ ધરવામાં આવશે. આરએસએસના કાર્યક્ષેત્રમાં જ્યારે પ્રવાસ ખેડવાનો આવે, આરએસએસમાં કોઇને ત્યાં રોકાણ કરવાનું થાય ત્યારે હોટલને બદલે સહકાર્યકર્તાઓને ત્યાં સમય વિતાવવા માટે વધારે ઉચિત માનવામાં આવે છે. ‘કુટુંબ પ્રબોધન’ પણ તેનું જ એક વધારે પગલું છે. જેમાં કુટુંબ ભાવનાના વિકાસથી આ પરિવાર સાથે સમય ગાળવાનું સુંદર આયોજન હાથ ધરાશે.

‘કુટુંબ પ્રબોધન’ એટલે સાથે બેસવું અને સાથે ખાવું તેમજ તેનાથી વિશેષ એક પગલું છે. અમે વધુમાં પરિવાર સાથે બેસી અને ચર્ચા કરી શકાય તેમજ સુચનો આપી શકાય તે હેતુથી  આ કાર્યક્રમ હાથ ધર્યો છે એવુ આરએસએસના પ્રચારપ્રમુખ મનમોહન વાયડા દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ આમાં ખાસ ગુણવત્તા જણવાય તે જ‚રી છે. અમે આ બાબતે રાજનીતિ, ફિલ્મ અને ક્રિકેટથી પર ચર્ચા કરીશું. જેના દ્વારા અમે સાથે ભોજન લઇશું અને એકબીજા પરિવારજનોના દેવીદેવતાઓ, સંસ્કૃતિ, ધર્મ અને દેશભક્તિ વિશે ચર્ચા કરવાનું હાલ આયોજન કર્યુ છે. આ આયોજન અંતર્ગત કોઇ સ્માર્ટ ફોનને અવકાશ નહીં આપવામાં આવે. અમે આ આયોજન હાલ શાંતિપૂર્વક રીતે ધાર્મિક પ્રક્રિયાઓ દ્વારા પરિવાર વચ્ચે નવી જ લાગણી અને ભાવના તેમજ લોકો વચ્ચે પ્રેમની સ્થાપના કરવા માટે કુદરતી રસ્તો અપનાવવા માગીએ છીએ. ઘણા બધા પ્રોજેક્ટની જેમ ‘કુટુંબ પ્રબોધન’ પણ સફળ થશે તેના તબક્કાઓ રહેશે. પ્રથમ તબક્કામાં અમે પરિવાર સાથે બેસીશું, બીજામાં અમે પાડોશીઓનો ઉમેરો કરીશું, ત્યારબાદ આ તબક્કાઓ સતત ઉમેરાતા રહેશે કે જેનો કોઇ અંત નથી. જેના દ્વારા આરએસએસનું સુત્ર ‘વસુધૈવ કુટુંબકમ’ ખરા અર્થમાં ચરિતાર્થ થશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.