Abtak Media Google News

નાણાકીય વર્ષ 2026માં આર્થિક સંકટ ન ઉદ્ભવે તે માટે પગલાં લેવાયા

અમેરિકાની સૌથી મોટી ટેલીકોમ કંપની વેરિજોન કમ્યુનિકેશન્સ  અને ઈ-કોમર્સ કંપની એમેઝોન સંકટ સાથે જોડાઈ રહી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયામાં મોટુ રોકાણ કરવાની તૈયારીમાં છે. આ બન્ને અમેરિકી કંપનીઓ વોડાફોન આઈડિયામાં ભાગીદારીની યોજના બનાવી રહી છે અને તેના માટે કંપની સાથે વાતચીત ચાલી રહી છે. જો આ ડીલ થઈ જાય છે તો ભારતમાં વોડાફોન આઈડિયાને એક નવી લાઈફલાઈન મળશે.આ વાતની ગંભીરતાને ધ્યાને લઇ વોડાફોન આઈડિયાના પ્રમોટર્સ 14 હજાર કરોડનું રોકાણ કરશે. હાલના પ્રમોટર્સ આદિત્ય બિરલા, અને વોડાફોન ગ્રૂપ 14 હજાર કરોડનું રોકાણ કરશે. વોડાફોન ગ્રૂપ 2 હજાર કરોડનું રોકાણ ઇકવિટીમાં કરશે. હાલ પ્રમોટર્સ દ્વારા 5 હજાર કરોડનું રોકાણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે 14000 કરોડના રોકાણની વાત સાથે કંપની વધુ 7000 કરોડ રૂપિયા ઈક્વિટી અથવા કન્વર્ટેબલ સ્ટ્રક્ચરમાં રોકાણ કરાશે.

વોડાફોન આઈડિયા દ્વારા ફેબ્રુઆરી મહિનામાં 16,133 કરોડ રૂપિયાનું દેણું સ્ટોક મારફતે પૂર્ણ કર્યું છે ત્યારે વર્ષ 2026 દરમ્યાન વોડાફોન આઈડિયા ને 25 હજાર કરોડ રૂપિયાની નાણાકીય ખેંચ ન પડે તે માટે હાલ પ્રમોટર્સ દ્વારા 14,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું નિર્ણય લીધો છે. હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈ જ ન પડે તે માટે કંપની દ્વારા તેના પ્લાનમાં વધારો કરવામાં આવ્યો છે. તારે 250 મિલિયન ડોલર ના નાણાં વિદેશી રોકાણકારો દ્વારા કંપનીમાં ઠાલવવામાં આવશે તે અંગે નિર્ણય પણ લેવામાં આવ્યો છે. દેવામાં ડૂબેલી વોડાફોન આઈડિયા કંપની માં નાણાની ખેતી ન પડે તે માટે ઈક્વિટી મારફતે રોકાણ કરવામાં આવશે જેના માટે વિદેશની ત્રણ કંપનીઓ હાલ તૈયાર થઈ છે.

વોડાફોન આઈડિયા હાલ તેના દેવામાં ઘટાડો કર્યો છે ₹40,000 કરોડ રૂપિયાના દેવામાંથી હવે કંપની માથે માત્ર 12,000 કરોડનું જ દેવું છે જેને ઈક્વિટી મારફતે ભરપાઈ કરવામાં આવશે અને કંપની અવિરત દોડતી રહે તેના માટે પ્રમોટર્સ દ્વારા ટેલિકોમ કંપનીમાં રોકાણ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.