Abtak Media Google News

દેશના ટોચના ઉદ્યોગપતિઓએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથેની બેઠક દરમિયાન કરી માંગ

અર્થતંત્રને ધબકતુ કરી ૫ ટ્રિલિયન ડોલરે પહોંચાડવા ઉદ્યોગોને સંભવત: તમામ મદદ કરવાની નિર્મલા સીતારમણની ખાતરી

દેશમાં વિવિધ કારણોસર મંદીનો સામનો કરી રહેલા ઉદ્યોગોમાં પ્રાણ પૂરવા રૂા.૧ લાખ કરોડનું પેકેજ આપવા મોદી સરકાર સમક્ષ દેશના અગ્રણી ઉદ્યોગપતિઓએ માંગ કરી છે. દેશના ઉદ્યોગોને મંદીમાંથી બહાર કાઢવા નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બોલાવેલી અગ્રણી ઉદ્યોગપતિઓની બેઠકમાં વિવિધ ઉદ્યોગપતિઓ દ્વારા આ પેકેજની જરૂરીયાત પર ભાર મૂકયો હતો. ઉદ્યોગપતિઓની આ માંગ પર યોગ્ય નિર્ણય લેવાની નાણામંત્રી ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે.

દેશના અર્થતંત્રને ધબકતુ કરીને જીડીપીદર વધારવા તથા પાંચ ટ્રીલીયન ડોલરના લક્ષ્યાંક આંબવા માટે ઉદ્યોગપતિઓની સલાહ લેવા નાણામંત્રી નિર્મલા સીતારમણે એક બેઠક બોલાવી હતી. જેમાં ઉદ્યોગકારના સંગઠન એસોચેમના પ્રમુખ હતી કે ગોએન્કાની આગેવાનીમાં દેશના અગ્રણી ઉદ્યોગકારોએ સીતારમણ સાથે બેઠક યોજીને ઉદ્યોગોમાં પ્રાણપૂરવા ૧ લાખ કરોડ રૂા.નું પેકેજ જાહેર કરવા માંગ કરી હતી. ગોએન્કાએ જણાવ્યુંં હતુ કે વૈશ્ર્વિક અને સ્થાનિક બજારમાં હાલ મંદીની અસર છે ત્યારે ઝડપી વિકાસ માટે ખાસ પેકેજની તાતી જરૂરીયાત છે. આ પેકેજ ઉદ્યોગોમાં પ્રાણ ફૂંકવા સમાન પૂરવાર થઈને અર્થતંત્રને ધબકતુ કરશે.

જયારે, એએસ ડબલ્યુ ગ્રુપના ચેરમેન સજજન જીંદાલે આ બેઠકમાં થયેલી ચર્ચા વિચારણા અંગે જણાવ્યું હતુ કે મોદી સરકાર ઉદ્યોગોને પુનર્જીવીત કરવા માટે તુરંત જરૂરી પગલા લે તે જરૂરી છે. અમારા પેકેજના મત પર નાણામંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. જેથી ખૂબ જલ્દીથી આ મુદે સમાધાન મળી જશે. જીંદાલે હાલમાં સ્ટીલ એનબીએફસી અને ઓટોમોબાઈલ જેવા ક્ષેત્રનાં ઉદ્યોગો ભારે મંદી સહિતના પ્રશ્ર્નોથી પીડાઈ રહ્યા હોવાનું ઉમેર્યું હતુ. જયારે પીરામલ એન્ટરપ્રાઈઝના ચેરમેન અજય પીરામલે આ અંગે જણાવ્યું હતુ કે ઉદ્યોગકારોએ આ બેઠકમાં બેંકો દ્વારા ઉદ્યોગોને ધિરાણ આપવામાં કરવામાં આવતા ઈન્કાર જેવા અનેક મુદા ઉપસ્થિત કર્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે બેંકો પાસે નાણાંકીય તરલતાનો અભાવ છે તેવી વાત પાયાવિહોણી છે પરંતુ બેંકો ઉદ્યોગોને ધિરાણ આપવમાં મુંઝાઈ રહી છે. એનબીએફસી ક્ષેત્રની જ વાત કરીએ તો તેની અર્થ વ્યવસ્થા પર ભારે તાણ અનુભવાય રહી છે તેના કારણે ઓટો, હોમલોન અને એમએસએસઈ જેવા ક્ષેત્રોને ભારે અસર પહોચી છે. અમોને નાણામંત્રીએ ખાત્રી આપી છે કે ટુંક સમયમાં કાર્યવાહી કરાશે, જેથી અમારે તેની રાહ જોઈતુ આ બેઠકમાં સરકારે એવી ખાતરી પણ આપી હતી કે કંપનીઓ કાયદા હેઠળ સીએસઆર ખર્ચના ધોરણોનું પાલન ન કરવા અંગે શિક્ષાત્મક દંડની જોગવાઈઓ નહી ચલાવવામાં આવે વિરામના અંતમાં જણાવ્યું હતુ કે ઉદ્યોગોની માંગ છે કે સીરનેસઆર ખર્ચ પર દેખરેખ કોઈપણ કાયદાકીય વિવાદમાં ન આવે.

આ બેઠકમાં ઉપસ્થિત સીઆઈઆઈના ઉપપ્રમુખ નરેન્દેએ જણાવ્યું હતુ કે સરકાર દેશના આર્થિક વિકાસને વધુ ધબકતુ કરવા અમારા અભિપ્રાયો માંગ્યા હતા આ બેઠકમાં અમે મહત્વપૂર્ણ મુદાઓની ચર્ચા કરી હતી ઓટો ઈન્ડસ્ટ્રીઝમાં મંદીના કારણે તેની સીધી અસર સ્ટીલ ક્ષેત્ર પર પડી રહ્યાનો દાવો કર્યો હતો. જયારે એફઆઈસીસીઆઈ ના પ્રમુખ સંદીપ સોમાનીએ બેંકો દ્વારા ગ્રાહકોના વ્યાજદરમાં ઘટાડા કરવાના મુદાને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે બેંકોએ તેમને થતા ફાયદાઓનો ગ્રાહકોને લાભ આપવો જોઈએ અમને બેંકો દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની આશા છે. આરબી આઈએ તાજેતરમાં ૧૧૦ બીસીસ પોઈન્ટ દ્વારા વ્યાજદર ઘટાડો છે તે પ્રોત્સાહક છે. તેમ અંતમાં ઉમેર્યું હતુ.

આ બેઠકના નાણામંત્રી નિર્મલા સીતારમણે ઉદ્યોગોમાં પ્રાણ પુરવા તુરંત સંભવત: તમામ મદદ કરવાની મોદી સરકાર વતી ખાતરી આપી હતી. જેથી ઉદ્યોગકારોને આગામી દિવસો સરકાર મદદ કરશે અને ઉદ્યોગોના અચ્છે દિન આવશે તેવી આશા ઉભી થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.