Abtak Media Google News

દેશનાં આરોગ્યને નુકસાન ન પહોંચે એ વાતનો ખ્યાલ રાખનારા તબીબો પર દેશનું ભવિષ્ય નિશ્ર્ચિત હોય છે. સ્વાસ્થ્યની સુખાકારી ઈચ્છનારા લોકો તબીબો પાસે જાય છે પરંતુ હાલનાં જ એક તારણમાં જાણવા મળ્યું છે કે, આજ સ્વાસ્થ્ય સુખાકારીનાં આરાધક તબીબોની લાયકાત પણ લઘુતમ જણાય આવી છે.

ભારતમાં આરોગ્ય સુવિધાઓને વધુ બહેતર બનાવવા મોદી સરકાર સતત પ્રયત્નશીલ છે. નિષ્ણાંત તબોબીની અછત ઓછી થાય તે માટે ગુજરાત સહિત દેશભરમાં મેડિકલ કોલેજોની બેઠકોમાં વધારો અને નવી મેડિકલ કોલેજોની રચના માટે યુદ્ધનાં ધોરણે કામ હાથ ઉપર લેવાયું છે સાથે-સાથે તબીબી અભ્યાસક્રમો અને શિક્ષણની ગુણવતા સુધારવા માટે નવા નીતિ-નિયમોનાં અમલનું કાર્ય ચાલી રહ્યું છે ત્યારે તાજેતરમાં આવેલા એક અહેવાલમાં દેશનાં એલોપેથિક તબીબોમાં મોટાભાગનાં ડોકટરો પોતાના કામનાં બિનકુશળ હોવાનું બહાર આવ્યું છે.

મે-૨૦૧૬નાં ડબલ્યુએચઓનાં આરોગય અંગેનાં અહેવાલમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ભારતમાં આરોગ્ય ક્ષેત્રે કાર્યરત માનવશકિત અને એલોપેથિક પ્રેકટીસ કરનાર ડોકટરોમાં ૫૭.૩ ટકા તબીબોમાં દવાશાસ્ત્રનું પૂર્ણજ્ઞાન અને લાયકાતનો અભાવ હોવાનું જણાવાયું છે. જોકે જાન્યુઆરી-૨૦૧૮માં જારી થયેલા વિશ્ર્વ આરોગ્ય સંસ્થાનાં અહેવાલ અંગે કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ આ અહેવાલ ભુલ ભરેલો અને અવાસ્તવિક ગણાવ્યો હતો પરંતુ આ અહેવાલનાં કેટલાક મુદાઓનાં રાષ્ટ્રીય તબીબી પંચએ સ્વિકાર કર્યો છે. દેશમાં ૫૭.૩ ટકા એલોપેથીક પ્રેકટીસ કરનાર લોકો પાસે યોગ્ય લાયકાતનો અભાવ છે. ૨૦૦૧માં હુઅનાં અહેવાલમાં જણાવાયું હતું કે, ભારત ગ્રામ્ય વિસ્તારમાં એલોપેથિક સારવાર કરતાં ૨૦ ટકાથી વધુ લોકો પાસે અન્ય વિદ્યાશાખાનાં પ્રમાણપત્રો છે અને ૩૧ ટકા એવા તબીબો છે જે માત્ર ૧૨મું ધોરણ ભણેલા હોવા છતાં ડોકટર તરીકે કામ કરે છે. ભારતમાં તબીબ તરીકે લઘુતમ લાયકાત એમબીબીએસની હોવા છતાં આરોગ્ય ક્ષેત્ર લાયકાત વગરનાં લોકો જન આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ડબલ્યુએચઓનાં અહેવાલમાં ૫૭ ટકાથી વધુ ડોકટરો લાયકાત વગર એલોપેથીક પ્રેકટીશ કર્યા હોવાનાં અહેવાલનો આરોગ્ય વિભાગ પ્રારંભમાં ઈન્કાર કર્યો પાછળથી કબુલ કર્યું છે કે, આરોગ્ય ક્ષેત્રે લાયકાતવાળા તબીબોની ઘટ પ્રવર્તી રહી છે.

દેશમાં તબીબી સેવા માટે લાયકાતનો લઘુતમ ધોરણે એમબીબીએસ રાખવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી નડ્ડાએ લોકસભામાં એક લેખિત પ્રત્યુતરમાં ઉતર આપ્યો હતો અને એમબીબીએસ પ્રેકટીશ કરવાની છુટ આપવાનું જણાવ્યું હતું તેમ છતાં તેમણે તાત્કાલિક એ વાત ઉમેરી હતી કે, લાયકાત વગરનો તબીબી સામે રાજય સરકારનાં સહયોગથી તપાસ કરવામાં આવશે. સરકારે એ વાતને અનુમોદન આપ્યું છે કે, દેશમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચે કવોલીફાઈડ ડોકટરોની જરૂરીયાતો અને ઉપલબ્ધી વચ્ચે મોટી વિસંગતતા છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચે ૩.૮:૧ના: દરે તફાવત ચાલ્યો આવ્યો છે. આપણા ગ્રામ્ય અને ગરીબ વસ્તીવાળા વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ બહેતર બનાવવા માટે લાયકાત વગરનાં ડોકટરોની માયાજાળમાંથી લોકોને બચાવવા માટે ખાસ ધ્યાન આપવાની જરૂર છે.  અહેવાલમાં જણાવાયું છે કે, આરોગ્ય ક્ષેત્રે ૫૭.૩ ટકા જેટલા પ્રેકટીશનર તબીબો પાસે કોઈપણ જાતની યોગ્ય લાયકાત ન હોવા છતાં ડોકટર તરીકે કામ કરે છે. દેશમાં આરોગ્ય સુવિધાઓની સવલતોને સુદઢ બનાવવા માટે લાયકાતવાળી તબીબોની ગુણવતા અને સંખ્યા વધારવાની ખાસ જરૂર હોવાનું દેખાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.