આજે અભિનેતા પરેશ રાવલનો જન્મ દિવસ, જાણો તેના યાદગાર પાત્રો વિશે

અમુક કલાકારો એવા હોય જે લખેલા પાત્રને ફક્ત ન્યાયજ નથી આપતા પણ તેને ચાર ચાંદ લગાવી દે છે. બાબુરાવ, તેજા, રાધેશ્યામ તિવારી, કે ‘સંજુ’માં સુનિત દત્તનો રોલ હોય બધામાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર અને લોકસભાના સભ્ય પરેશ રાવલને આજે કોઈ પહેચાનની જરૂર નથી. આજે તેનો 66મો જન્મદિવસ છે. પરેશ રાવલના જન્મદિવસ પર તેમની શ્રેષ્ઠ ફિલ્મ્સ વિશે જાણીયે.

અંદાજ અપના અપના

1994 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અંદાજ અપના અપના’માં પરેશ રાવલ ડબલ રોલમાં જોવા મળ્યા હતા. તેમના પાત્રનું નામ રામ ગોપાલ બજાજ અને શ્યામ ગોપાલ બજાજ ઉર્ફે ‘તેજા’ હતું. જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તે સિનેમામાં વધુ ચાલી ના હતી, પણ પછી ટીવીમાં તેને વધારે પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં પરેશ રાવલનું કામ અદભુત છે.

હેરાફેરી

હેરા ફેરીમાં બાબુરાવ ગણપત રાવ આપ્ટેનું પાત્ર બધાને આજે પણ યાદ છે. વર્ષ 2000 માં આવેલી ‘હેરા ફેરી’ માં, તેના ડાયલોગ હિટ રહ્યો હતો. પરેશ રાવલ દ્વારા નિભાવમાં આવેલો બાબુ રાવનો રોલ લોકોને વધુ પસંદ આવ્યો. તેની સિક્વલ ‘ફિર હેરા ફેરી’ પણ દર્શકોને પસંદ આવી હતી.

હંગામા
દિગ્દર્શક પ્રિયદર્શનની ફિલ્મ હંગામામાં અક્ષય ખન્ના, પરેશ રાવલ, આફતાબ શિવદાસાની અને અન્ય કલાકારો છે. આ ફિલ્મમાં પરેશ રાવલનું પાત્ર રાધેશ્યામ તિવારી છે. પરેશ રાવલની કૉમેડી ટાઈમિંગ આ ફિલ્મમાં જોવા મળે છે. તે દર્શકોને હસવા માટે મજબુર કરી દે છે.

ભુલભુલૈયા
હોરર કોમેડી ફિલ્મ ‘ભુલભુલૈયા’ પણ કમાણીના મામલે ઘણા રેકોર્ડ બનાવી હતી. આ ફિલ્મમાં પરેશ રાવલની સાથે અક્ષય કુમાર, શિની આહુજા, વિદ્યા બાલન, અમિષા પટેલ, રાજપાલ યાદવ અને મનોજ જોશી છે. આ ફિલ્મમાં પરેશ રાવલનું પાત્ર બટુકાશંકર ઉપાધ્યાય હતું.

OMG
ઉમેશ શુક્લા દિગ્દર્શિત આ ફિલ્મમાં પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં હતા, જ્યારે અક્ષય કુમાર સહાયક ભૂમિકામાં હતા. ફિલ્મ એક્ટ ઓફ ગોડ પર આધારિત હતી. કાનજી લાલજી મહેતાના રોલમાં પરેશ રાવલે ફરી એકવાર પોતાના અભિનયથી બધાને પ્રભાવિત કર્યા.