Abtak Media Google News

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસી આપી હતી. આટલા વર્ષો થયા છતા પણ આપણે શા માટે તેનો દિવસ યાદ કરીએ છીએ.  અરે તેવા ઘણા ક્રાંતિકારીઓના નામ લેવાથી શરીરમાં નવી-નવી ઉર્જા ઉત્પન્ન થઈ જાય છે. શા માટે ? શું તેઓ પોતાના કુટુંબ માટે, પોતાના સમાજ માટે, પોતાની જ્ઞાતી માટે કામ કર્યું હતું માટે તેમને યાદ કરીએ છીએ. ના, તેઓએ ભારત માતા માટે, દેશ માટે કામ કરતા કરતા શહિદ થયા માટે આપણે તેમને યાદી કરીએ છીએે. યાદ કરો શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, ઝાંસીની રાણી લક્ષમીબાઈ, ડો. હેડગેવાર કે તેમણે હિન્દુ સમાજ માટે પોતાનું બલીદાન આપ્યું. યાદ કરો સ્વામી વિવેકાનંદ, પૂ.ગુરુજી માધવરાવ સદાશિવરાવ ગોલવલકર, સરદાર વલ્લભભાઈ પટેલ, હિન્દુ સમાજની  શિકતના દર્શન કરાવ્યા. યાદ કરીએ પૂ.ગાંધીજી, ડો. બાબા સાહેબ આંબેડકર, પૂ. બાળાસાહેબ દેવરસ કે જેમણે હિન્દુ સમાજમાં રહેલી અસ્પૃશ્યતાને દુર કરવામાં પોતાની જીંદગી આપી દિધી. બધા જ હિન્દુઓ ભાઈ છે.

કોઈ હિન્દુ પતિત નથી. પ્રત્યેક હિન્દુની રક્ષા કરવાની મારી ફરજ છે. મારો મંત્ર સમાનતાનો છે, વગેરે સુંદર વિચારોને ભુલીને આજે જયારે આપણે આપણા કુટુંબ માટે, જ્ઞાતી માટે, સમાજ માટે કામ કરવા ટુંકી માનસીકતાથી ચાલવા મંડયા છીએ અને આપણા ક્રાંતિકારીઓને આપણી જ્ઞાતીમાં લઈ નાના કરી નાખ્યા અરે ક્રાંતિકારીએ તો દેશ માટે બલિદાન આપ્યું હતું, નહીં કે પોતાની જ્ઞાતી માટે. હવે આપણે જાગીએ અને સામાજીક સમરસતા આપણી વિચારધારાને સમગ્ર સમાજ, સંગઠન, સમરસ, સશકત સમાજ ઉભો કરીએ અને ક્રાંતિકારીઓના વિચારોને અપનાવીએ.

લોકચેતનાને હચમચાવવા પાર્લામેન્ટમાં બોમ્બ ફેકીને સામે ચાલીને પકડાઈ જતા ભગતસિંહ છટકવાનો ઈન્કાર કરે છે. ભગતસિંહનો જન્મ પંજાબમાં થયો હતો. તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવી પછી દિલ્હી જઈને ત્યાં પત્રકાર તરીકેની નોકરી શરૂ કરી. પરંતુ અંગ્રેજો ના શોષણખોર શાસનથી ભગતસિંહ તંગ થઈ ગયેલ હતા. 19ર8ના વર્ષમાં સાઈમન કમિશન નિમાયું જેના વિરોધમાં જલિયાવાલા બાગમા જંગી સભા ભરાઈ જેમાં લાલા લજપતરાય ઉપર લાઠી ચાર્જ થયો અને મોટો હત્યા કાંડ સર્જાયો જેમાં સોન્ડર્સ નામના પોલીસ ઓફીસર દ્વારા ઘવાયા અને તેઓ મૃત્યુ પામ્યા અને આ સોન્ડર્સ પોલીસ ઓફીસરને ભગતસિંહ અને રાજગુરૂએ લાહોરની પોલીસ ચોકીમાંથી બહાર નિકળતા સોન્ડર્સને ગોળી જીકી ખતમ કરી નાખ્યો અને પંડીત જવાહરલાલ નહેરૂએ તેમની પીઠ થાબડી.

” ઝિંદાબાદ” ના નારા સાથે દિલ્હીની વડી ધારાસભાના હોલમાં બોંબ ધડાકો કરી દેશભકિતની પત્રિકાઓ ફેકી બ્રિટીસ સરકારને ખુલ્લી ચેલેન્જ કરી ક્રાંતીકારી ઈતિહાસનું ટ્રેનિંગ પોઈન્ટ સાબીત થયેલ અને તેમની સામે સરકારે કેસ કર્યો.    ર3/3/1931નાં રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસીના ફંદાને જાતેજ ચૂમીને ગળામાં નાખી આખા ભારતના આ ત્રણે સપૂતોએ શહિદી વ્હોરી ત્યારથી ભારતની સ્વતંત્રતાનો ટનિંગ પોઈન્ટી શરૂ થયો. આમ, આ ત્રિદેવ સપૂત ભારતના યુવાનોના પ્રીય આજે પણ રહ્યા છે. જેમ આ યુવાનો દેશ માટે શહિદ થયા

આજે અનામત, અસ્પૃશ્યતા, આંતકવાદ અને ધર્માંતરવાદ નાબુદ કરવા માટે કટિબદ્ઘ થઈએ એ જ સાચી શ્રદ્ઘાંજલી કહેવાશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.