Abtak Media Google News

ચારણ ગઢવી સમાજ દ્વારા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાનું અભિવાદન કરાયું

તાજેતરમાં રાજકોટ ખાતે ચારણ ગઢવી સમાજ દ્વારા કેન્દ્રીય પશુપાલન મંત્રી અને ભાજપના રાજકોટ-10 લોકસભા બેઠકમાં ઉમેદવાર પરષોત્તમભાઈ રૂપાલાનું ઉષ્માસભર અભિવાદન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ અભિવાદનના પ્રત્યુતરમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે શક્તિની વાત હોય કે સમાજલક્ષી વાત હોય ત્યારે ચારણ ગઢવી સત્યની પડખે ઉભો રહ્યો છે. તેમજ ચારણ સમાજ શાસક અને સમાજને સાચો રાહ ચિંધતો રહ્યો છે.

રૂપાલાએ આ તકે જણાવેલ કે ચારણ સમાજ રાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજીની વીરતાની વાતો કરે છે ત્યારે આજની નવી પેઢીને આપણ સરહદો ઉપર રાત-દિવસ દેશની સુરક્ષા કરતા શહીદ વીર જવાનોની વાતો સમાજ સુધી પહોંચાડીને કર્તવ્ય નિભાવવા આહવાન કર્યુ હતું. શહીદ જવાનોની શહાદતને ચારણની જીભ-કલમ સ્પર્શે તો તેમની શહીદી અમર બની જાય છે.

તેમણે આ તકે અર્થવેદની એક પંક્તિ ટાંકીને જણાવ્યું હતું કે ‘વીર ભોગ્યે વસુંધરા’ શક્તિશાળી માણસ પૃથ્વી ઉપર શાસન કરી શકે છે. આવા શક્તિશાળી માણસોની ચાર પ્રકારની શક્તિ દર્શાવવામાં આવી છે. જેમાં રાજનૈતિક કે કુટનીતિ શક્તિ, ધન, સંપદાશક્તિ, સૈન્યશક્તિ અને આધ્યાત્મિક શક્તિનો સમાવેશ થાય છે. આ ચાર શક્તિઓ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રૂપાલામાં જોવા મળે છે. આ પ્રસંગે સમાજના આગેવાનો સર્વે જામખંભાળીયાના પી.એમ. ગઢવી, ઈસરધામના કાળુભાઈ ગઢવી, યોગેશભાઈ બોકસા, ડો.અંબાદાન રોહડીયા અને અન્યોએ ક્ધયા શિક્ષણ માટે છાત્રાલયની અગત્યતા સાથે સમાજના સર્વાંગી વિકાસની વાત કરી હતી.

આ તકે સમાજ દ્વારા પરષોત્તમભાઈ રૂપાલાનું સોનલમાં અને ઈસરદાસથી મહારાજની પ્રતિમાની પ્રતિકૃતિ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.જ્યારે ચારણ સમાજના અગ્રણીઓમાં ચારણ સમાજના પ્રમુખ નરેન્દ્રભાઈ(નીતુભાઈ) ઝીબા, ઉપપ્રમુખ શક્તિદાન ટાપરીયા, મંત્રી મેરૂભાઈ બરહટ, ટ્રસ્ટીઓ મહેશભાઈ બારહાટ, સુખદેવભાઈ ગઢવી, ભગવતભાઈ ગઢવી, સુભાષભાઈ ગઢવી, અશોકભાઈ ગઢવી, સમીરભાઈ ગઢવી, પ્રવિણભાઈ ગઢવી, રાજુભાઈ હેમુભાઈ ગઢવી, પ્રકાશભાઈ કવલ, આલાભાઈ ભુવા, મહિમતભાઈ ફુલડા, રામભાઈ જમંગ, ચંદુભાઈ સાબા, આણંદભાઈ પાલીયા, મહેશભાઈ મોટા, એમ.ડી.ગઢવી, મઢડાના ગીરીશભાઈ મોઢ, ગાંધીનગરના નરહરદાન દેથા, જામ ખંભાળીયાના પી.એમ. ગઢવી, સચાણા ઈસરધામથી કાળુભાઈ ગઢવી, અમુભાઈ ગઢવી અને સમાજના એક હજારથી વધુ સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.