Abtak Media Google News

શનિવાર અને મહા વદ 30 અમાસનો સંયોગ થતા આજે શનિઅમાવસ્યા છે. આ દિવસે શનિમહારાજની પુજા-આરાધના કરવી શુભદાયી હોય શ્રદ્ધાળુઓની શનિમંદિરોમાં લાઇનો લાગી છે અને દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

Advertisement

Dsc 3493

શહેરના નવગ્રહ મંદિરે પણ ભાવિક-ભકતો ઉમટ્યાં છે. શનિ મંદિરોમાં આજે મહાઆરતી, પ્રસાદ તો સાંજના સુમારે હવન જેવા વિશેષ કાર્યક્રમો યોજાશે.

Dsc 3515

શાસ્ત્રી રાજદિપભાઇ જોષીના જણાવ્યા અનુસાર શનિવારી અમાસ આજના દિવસે જે લોકોને નાની-મોટી પનોતી ચાલી રહી છે મિથુન તુલા રાશિને લોઢાના પાયે નાની પનોતી ચાલુ છે છે તથા ધન, મકર, કુંભ રાશિના લોકોને મોટી પનોતી ચાલી રહી છે તેમાં પણ કુંભ રાશિના લોકોને લોઢાને ના પાયે છે આ લોકોએ આજના  દિવસે ખાસ કરી સની કવચના પાઠ કરવા તે ઉપરાંત શનિ ગ્રહના મંદિર જઇ અને પગે  લાગવું શનિ ગ્રહના મંત્રના જાપ કરવા તે ઉપરાંત બધા જ લોકોએ હનુમાનજીના મંદિરે જય હનુમાનજીના દર્શન કરવા હનુમાન ચાલીસાના પાઠ કરવા અથવા તો ઘરે હનુમાન ચાલીસાના પાઠને સુંદરકાંડના પાઠ કરી શકાય આમ કરવાથી જન્મ કુંડળીમાં રહેલ શનિ ગ્રહ  અથવા તો પનોતીમાંથી શનિ ગ્રહની પીડામાંથી રાહત મળશે અને શનિ ગ્રહના ગ્રહનું શુભ ફળ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.