Abtak Media Google News

કોઇપણ વ્યકિતના નાના મોટા મતભેદો માટે અથવા વ્યકિતગત હીત માટે રાષ્ટ્રહિતને દાવ પર ન લગાવી શકાય : પૂ . નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ

સત્તાધીશો ધર્મસતાના અસ્તિત્વનો સ્વીકાર કરે, આ દેશમાં આદી અનાદીકાળથી રૂષિ કેન્દ્રીય સતા હતી પરંતુ 1200 વર્ષની ગુલામી પછી રાજસત્તા નવારૂપમાં સ્થાપિત થઇ છે ત્યારે ધર્મસત્તાની ફરી આવશ્યકતા છે : ડી.જી. વણઝારા

અબતક,રાજકોટ

શ્રી આપાગીગાના ઓટલા દ્વારા આયોજીત અને શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (નરેન્દ્રભાઈ સોલંકી) ના વડપણ હેઠળ ચાલી રહેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં કથાના પાંચમા દિવસે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સંત સમેલનનું અયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ખુબજ મોટી સંખ્યામાં ગુજરાતભરના સુપ્રસિધ્ધ સાધુ સંતો મહંતો પોતાની ઉપસ્થિતી નોંધાવીને સમગ્ર આયોજનને ચાર ચાંદ લગાવ્યા હતા છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથામાં ઉપસ્થિત સમગ્ર સંતગણ તેમજ સમગ્ર યજમાન પરિવાર તેમજ ઉપસ્થિત સમગ્ર ધર્મપ્રેમી જનતા દ્વારા બે દિવસ પહેલા બનેલ કુદરતી દુરઘટનામાં ખુબજ મોટા પ્રમાણમાં નાના મોટા સર્વ લોકોના શરીર શાંત થયેલ હતા . તે સૌ લોકોના આત્માને પરમ શાંતી માટે તેમજ સદ્ગતી માટે સર્વે સાધુ સંતો – મહંતો તેમજ ઉપસ્થિત સર્વે લોકોએ મૌન પાળી અને શ્રધ્ધાંજલી પાઠવેલ હતી. શ્રીમદ્ ભાગવત સપ્તાહના વ્યાસપીઠ પરથી વિદ્વાન વકતા પૂજય રામેશ્વરબાપુ હરીયાણીએ કથાના પ્રારંભે જણાવ્યુ હતુ કે આજકાલના દોરમાં લોકો ગુરૂને પકડવાને બદલે ગુરૂના વચનોને પકડે છે.

જો તમારા ગુરૂ સક્ષમ છે તેજસ્વી છે તો તેમના પ્રભાવથી જ તમારી તમામ મુશ્કેલીઓ દુર થઇ જતી હોય છે . આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે શ્રીમદ્ ભાગવત તો સાક્ષાત અમૃત છે આ અમૃતને કાનથી પીવુનું છે . કથાના પ્રારંભ બાદ કથા મંડપમાં ધીમે ધીમે સાધુ સંતો અને મહંતોન આગમન વહેલી સવાર થી જ થવા લાગ્યા હતા અને જોત જોતામાં કથા મંડપનો સમગ્ર સમીયાણો ભગવા રંગથી રંગાઇ ગયો હતો . હાલમાં જયારે દેશમાં હિંદુત્વનો સુરજ તપી રહયો છે ત્યારે સમગ્ર સંત સમાજ પણ રાજ સતાની સાથે સાથે ધર્મસતાની યોગ્ય વાતને મહત્વ આપવા માટે આજે ગુરૂવંદના મંચના માધ્યમથી એકત્રીત્ર થયેલ બપોરના 4 વાગ્યે નિરધારીત કરેલા સમયે સંત સંમેલનનો શુભારંભ કરવામાં આવ્યો હતો .

4 1

શ્રીમદ્ ભાગવત કથામાં આજે ભવ્યાતિ ભવ્ય સંત સંમેલન યોજાયુ સેંકડો સાધુ સંતો મહંતોની પ્રેરણાદાયી ઉપસ્થિતી

સંમેલનની શુભ શરૂઆત આ સંમેલન અને કથાના આયોજ્ન પૂજય નરેન્દ્રબાપુએ શ્રી આપાગીગાનો જયધોષ કરીને કરાવ્યો હતો . મહેશભાઈ ગઢવી દ્વારા સંત સમેલનના અયોજન બાબતે તેમજ શ્રી આપાગીગાની ઓટલાની સેવા પ્રવૃતિઓ બાબતે ઉપસ્થિત સંત સમુદાયને વિશેષ જાણકારી આપ્યા બાદ સંત સંમેલનમાં ઉપસ્થિત થયેલા તમામ સંતો મહંતોનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત સન્માન પૂજય નરેન્દ્રબાપુ , અશોકભાઈ સોલંકી , ભાર્ગવભાઇ સોલંકી તથા પીન્ટુભાઇ સોલંકી દ્વારા કરવામાં આવ્યુ હતુ . ઉપસ્થિત બૃહદ ધર્મ સંમેલનને સૌ પ્રથમ સંબોધન ગઢડાના સુવિખ્યાત સંત એસ.પી. સ્વામી દ્વારા કરવામાં આવ્યુ હતુ . તેમણે આ સમગ્ર આયોજન બદલ નરેન્દ્રબાપુ ને ધન્યવાદ પાઠવી મોરબીના મૃતકોને શ્રધ્ધાંજલી પાઠવી હતી તથા કહયુ હતુ કે આપણા બધા સામે મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે સનાતન હિન્દુધર્મને કોણ બચાવશે ? 75 વર્ષ પહેલા સરદાર વલ્રભભાઇ પટેલે સોમનાથ મંદિરનું નિર્માણ કર્યુ હતુ તે જ રીતે હાલમાં નરેન્દ્રભાઇ મોદી દ્વારા અયોધ્યાનું નિર્માણ કાર્ય ચાલુ છે ત્યારે હવે રાજસતાએ પોતાની સાથે ધર્મસતાને પણ જોડવી પડશે અને જો એવુ થશે તો સોનામાં સુગંધ ભળી કહેવાશે હાલમાં ધર્માચાર્યના અનેક પ્રશ્નો છે સાધુ સંતોની કોઇ ચોકકસ આઇ.ડી. નથી અને સંતો અને મહંતોનું મહત્વ ધીમે ધીમે સમાજમાંથી ઓછુ થઈ રહયુ છે .

ત્યારે આ પડકારને પહોંચી વડવા માટે રાજસતામાં ભાગીદારી કરવી અનીવાર્ય છે . આવનારી વિધાનસભાની ચુંટણીમાં ઓછામાં ઓછા 10 સાધુ સંતો કે મહંતોને રાજકીય પક્ષોએ ટીકીટ ફાળવી જોઇએ તેવુ સ્પષ્ટ માનવુ છે . ત્યારબાદ કૃષ્ણાંત સ્વામી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે ડી.જી.વણઝારા સાહેબ સાધુ સંતો અને મહંતો માટે ખુબજ સારો પ્રયાસ કરી રહયા છે . દુનીયાના દરેક દેશોમાં ધર્મ આધારીત રાજસતાનું અસ્તિત્વ છે ત્યારે ભારત માં પણ ધર્મ આધારીત રાજ સતાની સ્થાપના થવી જોઇએ ત્યારે ગુજરાતમાં પણ આ બાબતને લઈને ગુરૂવંદના મંચ શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે. આપણે આ હેતુને સફળ બનાવવો હોય તો કોઇપણ ભોગે ગુજરાતની આગામી ચુટણીમાં નરેન્દ્રબાપુ જેવા 10 સંતોને જીતાવીને વિધાનસભામાં મોકલવા જોઇએ . જયારે ભારત વિશ્વગુરૂ બનવા જઈ રહ્યુ છે ત્યારે તેમાં સંતોનું પણ યોગદાન હોવુ જોઈએ.  ધર્મસંમેલનને સંબોધન કરતા નડીયાદથી પધારેલા સ્વામિ મુદીતાનંદજીમહારાજે જણાવ્યુ હતુ કે રાષ્ટ્રના અગ્રગાગીય પક્ષો એ વાત સારી રીતે સમજી લે કે અમે અમારૂ પ્રતિનીધીત્વ માંગીએ છીએ ભીખ માંગતા નથી .

1 5

જો એક યોગીના આવવાથી સમગ્ર ઉત્તર પ્રદેશની સ્થિતી બદલાય જાય તો ગુજરાતમાં આપણે 10 યોગીને ચુટીને વિધાનસભામાં મોકલીએ તો તેની કેવડી મોટી તાકાત થશે . ધર્મસભાને સંબોધતા રામદેવપીર મંદિરના મહંત દલસુખબાપુએ જણાવ્યુ હતુ કે સનાતન ધર્મની જયધોષ સાથે રંગીલા રાજકોટમાં નરેન્દ્રબાપુનુ આયોજન ભવ્ય છે . તેઓએ જણાવ્યુ હતુ કે સાધુડાઓએ હવે મઠો અને મંદિરની બહાર નીકળીને અઢારેય વરણની સેવા કરવી જોઇએ .  ધર્મસંમેલનને અનેક સાધુ સંતો મહંતો એ સંબોધન કર્યુ હતુ તેમાં મધુસુદનબાપુ , દિપકબાપુ રામદેવપુત્ર , મહંત મહારાજ કિશોરબાપુ , મુળદાસબાપુ રામમઢી સુરત , શિવરામબાપુ મોરબી , સહીતના ધર્માચાર્યોએ ધર્મસભાને સંબોધન કર્યું હતુ . ગુરૂવંદના મહોત્સવના પ્રમુખ અને લીમડીના મહંત શ્રી લલિત કિશોરશરણજી ધર્મસભાને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે 1947 થી આજ સુધી 2014 પછીનો જે સુર્ય છે તે હિન્દુ રાષ્ટ્રની છે સાધુ સંતો અને હિંન્દુ સંગઠનોની મહેનત થી 75 વર્ષની મહેનત પછી ભગવો રંગ સતામાં આવ્યો છે . ત્યારે આપણા વ્યક્તિગત સ્વાર્થ માટે તેને કોઇ નુકશાન ન થવુ જોઈએ તે આપણી સાધુ સંતોની ફરજ છે .

હાલમાં અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થઇ રહયુ છે ત્યારે કાર સેવામાં હુ પણ જોડાયેલ હતો . હાલ તેલંગાગામાં ખુબજ મોટા વિસ્તારમાં કબ્રસ્તાન હતુ ત્યાં આજે રામાનુજચાર્યનું ભવ્યાતિ ભવ્ય મંદિર આશરે રૂપિયા 8000 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યુ છે . ત્યારે આપણે સાધુસંતોએ રાજકારણ થી દુર રહી ભજન કરવા પર ધ્યાન દેવું જોઈએ અને રાજકારણ નું કામ મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ ( નરેન્દ્રભાઇ સોલંકી ) અને ડી.જી. વણઝારા જેવા વ્યકિતઓને આપણા દ્વારા આપણા પ્રતિનીધી બનાવીને સોંપવુ જોઈએ અને આપણા સૌ વતી તેઓ એક ને વિધાનસભામાં ટીકીટ લઇ અને ચુંટાવી મોકલવા જોઈએ તે આપણી નૈતીક ફરજ છે . જે વાત ને ઉપસ્થિત દરેક સાધુ સંતો તેમજ સમાજના લોકોએ ગુરૂવંદના મંચ પર તાળીઓના ગડગળાટ સાથે વધાવી લીધી હતી . ગુરૂવંદના મંચના સ્થાપક અને ગુજરાત સમગ્ર સાધુ સમાજને એક તાંતણે બાંધવાનુ કામ કરનારપૂર્વ આઇ.પી.એસ. ડી.જી. વણઝારાએ ધર્મસભાને સંબોધન કરતાં જણાવ્યુ હતુ કે હવે સમય પાકી ગયો છે કે સતાધીશીએ ધર્મસતાના અસ્તિત્વનો સ્વીકાર કરવો જોઇએ . તેમણે મોરબી હોનારતના મૃતકોને શ્રધ્ધાંજલી અર્પી હતી અને જણાવ્યુ હતુ કે આપણા દેશમાં આદી અનાદી કાળથી રામાયણ મહાભારત વેદ અને પુરાણ વાંચીએ તો ખ્યાલ આવે છે કે રૂષી કેન્દ્રીય રાજસતાનું અસ્તિતવ હતુ 1200 વર્ષની ગુલામી પછી આપણે આઝાદ થયા છે ત્યારે રાજ સતા તો ઉભી થઇ છે પરંતુ આ રાજસતા પર ધર્મસતાનો કોઇ કાબુ નથી .

5

ગુજરાતમાં આપણે ધર્મસતાનું માળખુ તૈયાર કર્યું છે . ચુટણી નજીક આવી ત્યારે હુ સ્પષ્ટ કહુ છુ કે સારા કામો માટે સંઘર્ષ કરવી અનીવાર્ય છે અને જરૂર પડશે તો અમે મેદાનમાં પણ આવતા અચકાશ નહી જો હાલની રાજસતા ધર્મસતાનો સ્વિકાર ન કરે તો આપણે સમજી લેવું જોઇએ કે દાળમાં કાંઇક કાળુ છે . સાધુ સંતોને રૂપીયા પૈસા કે સતાની જરૂર નથી . પરંતુ આજે આ દેશમાં જે હિન્દુત્વ ફુલબાહારમાં ખીલ્યું છે તેને ખીલવવામાં સાધુ સંતોનું ખુબજ મોટુ યોગદાન છે ત્યારે ગુજરાત વિધાનસભાની આ ચુંટણીમાં ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષ દ્વારા સાધુ સંતોને 10 ટીકીટની ફાળવાણી કરવી જોઇએ અને જો એ 10 ટીકીટની ફાળવણી કરવામાં નહી આવે તો અમારી પાસે એકસન પ્લાન તૈયાર છે . નરેન્દ્રબાપુના આયોજનને બીરદાવી ને તેઓએ જણાવ્યુ હતુ કે નરેન્દ્રબાપુ સાથે તેમનો ખુબજ જુનો નાતો છે તેઓ જયારે જુનાગઢ જીલ્લા પોલીસ વડા હતા ત્યારે 1997 – 1998 માં તેઓએ નરેન્દ્રબાપુ ના ગુરૂદેવ શ્રી જીવરાજબાપુ પાસે રહીને આધ્યાત્મીક લાભ મેળવ્યો હતો અને સાધુ સંતોને પણ તેઓએ નરેન્દ્રબાપુના નેતૃત્વમાં એકત્રીત્ર થવા આહવાન કર્યું હતુ .  બૃહદ ધર્મ સભાનું આભાર દર્શન કરતાં કથાના આયોજક અને સંત સંમેલનના મુખ્ય કર્તાહર્તા અને સમાહર્તા એવા શ્રી આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (નરેન્દ્રભાઇ સોલંકી) જણાવ્યુ હતુ કે મોરબીની ઘટના ને પગલે તેઓ ખુબજ દુ:ખ અનુભવી રહયા છે અને આ સાથે તેઓએ મોરબીના મૃતકોને શ્રધ્ધાંજલી પાઠવી હતી .

સાથે સાથે જણાવ્યુ હતુ કે ભુતકાળમાં જયારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને અમીતભાઈ શાહ ગુજરાતના ગૃહપ્રધાન હતા ત્યારે ગુજરાતની અસ્મીતાને બચાવવા માટે જે રીતે હાલના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ હાલના ગૃહ પ્રધાન શ્રી અમીતભાઇ શાહ દ્વારા ખુબજ સરાહનીય કામગીરીઓ કરવામાં આવી હતી . તેજ સમયે એસ.પી. ડી.જી. વણઝારા સાહેબ દ્વારા ગુજરાત સરકાર તેમજ રાષ્ટ્રના હીત માટે અનેક પ્રકારના આકરા નિર્ણયો લીધા હતા જેને કારણે તેઓને આશરે 9 (નવેક) વર્ષ જેવો સમય જેલમાં વિતાવવો પડયો હતો . જે સમય તેઓની યુવાની તેમજ પોતાની સામાજીક જવાબદારીઓને નીભાવવાના સમયમાં જેલમાં રહેવુ પડ્યુ હતુ . અને છેવટે દુધ નુ દુધ અને પાણીનું પાણી થઇ ગયેલ અને તેઓને નામદાર કોર્ટ દ્વારા સંપૂર્ણ પણે નિર્દોષ જાહેર કરી ને છોડી મુકવામાં આવ્યા હતા .  આમ છતાં પણ વાગઝારા સાહેબ હીંમત હાર્યા વગર છેલ્લા થોડા વર્ષોથી હાલમાં ફરી ગુજરાતના સંત સમુદાયને લઇને ધર્મસતાના સ્થાપન માટે 24 કલાક કામ કરી રહયા છે ત્યારે આપણે વ્યકિતગત બાબતને બાજુએ રાખીને રાષ્ટ્રને નુકસાન ન થાય તે માટે થઇ અને આપણે સર્વે લોકોએ સાથે રહીને પ્રયાસો કરવા જોઇએ .

જેથી આપણે રાષ્ટ્ર તેમજ સમાજને ઉપયોગી થઇ શકીએ આજે જ્યારે દરેક સમાજ રાજકારણમાં પોતાના સમાજના વિકાસ માટે પોતાના સમાજના પ્રશ્નોના ઉકેલ માટે પ્રતિનિધીત્વની માંગ કરતા હોય છે ત્યારે આપણો સાધુ સમાજ પણ એક સમાજ જ છે ત્યારે સાધુ સમાજના તેના પ્રશ્નોના ઉકેલ માટે જેવા યોગ્ય પ્રતિનીધીત્વની માંગ કરીએ તો તેમાં કંઇ ખોટું નથી . પરંતુ આપણે સમગ્ર સમાજથી ઉપર સાધુતામાં છીએ ત્યારે આપણુ દાયીત્વ સમાજ માટે તેમજ રાષ્ટ્ર માટે ખુબજ અગત્યનું હોય છે . એટલા માટે કદાચ આપણા જીવનના નાના મોટા અહમ અને ઇગો ટકરાતા હોય ત્યારે સમગ્ર રાષ્ટ્રની વાત માટે થઇ ગુરૂવંદના મંચના હીત માટે , રાષ્ટ્રવંદના હીત માટે આપણા સમગ્ર હિતોને સાઇડ પર મુકી અને સૌએ સાથે મળી 150 થી પણ વધુ સીટો મળે તે માટે આપણા સૌ નો સામુહીક પ્રયાસો કરવા જોઈએ. આ વસ્તુ ત્યારે જ શકય છે જયારે નરેન્દ્રમોદીનું નામ હોય , કમળનું નિશાન હોય અને કર્મશીલ ઉમેદવારનોનું કામ હોય ત્યારે આ કામને આસાન બનાવવા માટેનો ખુબજ સારો સમય છે .

ત્યારબાદ નરેન્દ્રબાપુ દ્વારા જણાવવામાં આવેલ કે તેમના જીવનનો હવે પછી નો એક માત્ર ઉદ્દેશ એ છે કે બીજુ હવે જે થવુ હોય તે થાય તેમના સદ્દગુરૂદેવ શ્રી જીવરાજબાપુએ તેમને જે રાહ ચિન્ધાડયો છે તે રોટલો અને ઓટલો કયારેય બંધ ન થવા જોઇએ તેમણે સંત સમ્મેલનમાં ઉપસ્થિત રહેવા બદલ તમામ સંતો મહંતોનો અભાર વ્યકત કર્યો હતો , કથાના પાંચમા દિવસે વ્યાસપીઠ પરથી કારડીયા રાજપુત સમાજના પ્રમુખશ્રી અરૂણસિંહ સોલંકી સહીતના આગેવાનો તેમજ વિશ્વહિન્દુ પરીષદના શાંન્તુભાઇ રૂપારેલીયા સહીતના અગ્રણીઓ નિતીશભાઇ કથીરીયા , દિકરાના ઘર વૃધ્ધાશ્રમના સંચાલક શ્રી મુકેશભાઇ દોશી તેમજ તેમની સંપૂર્ણ ટીમ , રાજકોટ મહાનગર પાલીકાના શાઢાકપક્ષના નેતા શ્રી વિનુભાઇ ઘવા , રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી નરેન્દ્રસિંહજી રાઠોડ , મહામંત્રી શ્રી કિશોરભાઈ રાઠોડ , તેમજ શ્રી જયંતિભાઇ સરધારા , પૂર્વ મેયર શ્રીમતી રક્ષાબેન બોળીયા તેમજ વિવિધ સમાજના સામાજીક તેમજ રાજકીય આગેવાનશ્રીઓ સ્વાગત સન્માન કરવામાં આવ્યુ હતું.

રાજસત્તા સાથે ધર્મસત્તા સ્થાપિત કરો: ગઢડાના એસ.પી. સ્વામીની વિધાનસભાની ચૂંટણીમાં 10 સંતને પ્રતિનિધિત્વ આપવા માંગણી

ગઢડાના એસ.પી. સ્વામીએ વિધાનસભાની ચૂંટણીમાં 10 સંતોને ટિકિટ આપવામાં આવે તેવી માગ કરી છે. એસ.પી. સ્વામીએ જાહેર મંચ પરથી એવું નિવેદન આપ્યું હતું કે, આજના સમયમાં જગતગુરું શંકરાચાર્યની પીઠથી માંડી ઝૂંપડામાં રહેતા સંતની ગાદી સુધીની કોઈ સલામતી નથી. હવે રાજસતાની સાથે ધર્મસતા સ્થાપિત કરવાનો સમય પાકી ગયો છે. મીડિયા સાથેની વાતચીતમાં એસ.પી. સ્વામીએ જણાવ્યું હતું કે, અમારી સ્પષ્ટ માંગ છે કે, રાજસતાની સાથે ધર્મ સત્તા સ્થાપિત કરવામાં આવે અને તેના માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુરુવંદના મંચ સૂચવે તેવા 10 સંતોને પ્રતિનિધિત્વ આપવામાં આવે. તેમણે કહ્યું હતું કે, જો રાજપક્ષ દ્વારા અમારી માંગ ન સ્વીકારવામાં આવે તો અમારું સમર્થન તેમને નથી તે વાત પણ સ્પષ્ટ છે.

રાજસતા સાધુ સંતોને સાથે રાખીને ઉચિત નિર્ણય લ્યે તેવી લાગણી : નરેન્દ્રબાપુ

મીડિયા સાથેની વાતચીતમાં આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ સોલંકીએ જણાવ્યું હતું કે, સતાધારી પક્ષ સાધુ સંતોને સાથે રાખીને ઉચિત નિર્ણય લ્યે તેવી અમારી લાગણી છે. તેમણે કહ્યું હતું કે, રાજસતાની સાથે ધર્મસતાને સ્થાપિત કરવું અત્યંત મહત્વનો વિષય છે. ગુરુવંદના મંચના નેજા હેઠળ સાધુ સંતોએ તેમના વ્યક્તિગત વિચારો રજૂ કર્યા છે, સંતોને પ્રતિનિધિત્વ અપાય તે ખૂબ જ આવરદાયક બાબત છે પરંતુ રાષ્ટ્રને નુકસાન ન થાય તે જોવું પણ મહત્વનું છે. રાજસતા સાધુ સંતોને સાથે રાખીને નિર્ણય લ્યે તેવી સાધુ સંતોની લાગણી છે. રાષ્ટ્રીય ગુરુવંદના મંચના અધ્યક્ષ લલિત કિશોરજીની ટીમ અને તેમના સંકલનમાં રહીને ઉચિત નિર્ણય લેવામાં આવે તેવી સાધુ સંતોની માંગ છે.

10 સંતોને પ્રતિનિધિત્વ ન અપાય તો 182 બેઠકો પર લડવા બ્રહ્મઋષિઓ તૈયાર: સૂર્યાચાર્યનું નિવેદન

દ્વારિકા જુના અખાડાના સૂર્યાચાર્યએ જણાવ્યું હતું કે, અમે ઘણી ધર્મસભામાં ઘણું કહ્યું છે. રાજ સત્તા સાથે ધર્મ સભા સ્વીકાર કરો. જો ટિકિટ ન મળે તો અમારા વિશ્વ સંતો મંડળ ભેગા થશે. અમે અમિત શાહને પણ મળ્યા છીએ. 182 સીટ પર અમે લડી શકીએ તેમ છીએ. જો ટિકિટ નહીં મળે તો અમે 2024 માં દેખાડી દઈશું. જો અમને ટિકિટ નહીં મળે તો આવનાર ચૂંટણીમાં સત્તા પક્ષને ખૂબ જ મોટું નુકસાન પણ થઈ શકે એમ છે. કારણ કે સાધુ સંતની તમામ બેઠક પર પકડ છે. આ સંમેલનમાં સંતોની સૌથી મોટી માંગણી 10 ટિકિટ મળે છે ત્યારે સૌથી મોટો સવાલ એ થયો છે કે આવનાર ચૂંટણીમાં ભાજપ તરફથી સંતોને ટિકિટ આપવામાં આવશે કે કેમ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.