Abtak Media Google News

અબતક, રાજકોટ

છેલ્લા લાંબા સમયથી લોકો આત્મહત્યા સહિતના અનેક મુદ્દે હેરાન પરેશાન થઈ રહ્યા છે. જેમાં ૫૦ ટકા જેટલા કોલ જે જીવન આસ્થા હેલ્પલાઇનમાં આવી રહ્યા છે તેમાં સૌથી વધુ ૩૫ વર્ષ સુધીના લોકોના હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ મહિલાઓના સૌથી વધુ ફોન પારિવારિક આર્થિક અને સામાજિક પ્રશ્નો હોવાનું સામે આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ ઓગસ્ટ ૨૦૨૦ થી ઓગસ્ટ ૨૦૨૧ દરમિયાન કુલ ૨૮૭૩૫ ફોન કોલ આવેલા છે, જેમાથી  આત્મહત્યા માટે કુલ ૪૧૮ ફોન આવ્યા હતા.

પુરુષો કરતા મહિલાઓની પારિવારિક-આર્થિક અને સામાજિક સમસ્યાનો વધુ સામનો કરવો પડે છે: પ્રવિણભાઇ વલેરા (રિટાયર્ડ પીઆઇ)

કિશોરો, તરુણ અને યુવાનોમાં વધતી જતી આત્મહત્યાના કારણો અને લાઈવ સ્ટ્રીમયાર્ડ આત્મહત્યાના કારણો ઘણા ખરા સામે આવ્યા છે. જેમાં  પારિવારિક પ્રશ્નો, શૈક્ષણિક પ્રશ્નો, નાણાકીય ખેંચ  તથા માનસિક પ્રશ્નો સૌથી વધુ હોવાનું સામે આવ્યું છે. પરંતુ હાલના સમયમાં યુવાનો પોતાના અમૂલ્ય જીવનને ક્ષણિક આવેગમાં આવી બરબાદ કરી નાખે છે.છેલ્લા વર્ષોથી આત્મહત્યાનું પ્રમાણ ખૂબ વધ્યું છે. આત્મહત્યા કોઈપણ ઉંમરે કોઈપણ વ્યક્તિ કરે  છે. પરંતુ આજે ખાસ કિશોરો, તરુણ અને યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે સાથે સાથે લાઈવ સ્ટ્રીમયાર્ડ અને ઓનલાઈન આત્મહત્યાનું પણ પ્રમાણ વધ્યું છે.

યુવાઓમાં આત્મહત્યા કરવાના વિચારો આજના સમયે સૌથી વધુ જોવા મળ્યા

Sad

જ્યારે બીજી તરફ યુવાનો  પોતાની સરખામણી જ્યારે પોતે જ ધનાઢય લોકો સાથે કરે અને જ‚રિયાત પૂર્ણ ન થાય ત્યારે કિશોરો કે તરુણ અને યુવાનો આત્મહત્યા તરફ દોરાય છે. સાથે સહનશક્તિ આજના બાળકોમાં ખૂબ ઘટી ગઈ હોય ઉચ્ચ અહમ ધરાવતા થયા છે. અહમને ઠેસ લાગતા આ પગલું ભરવા તરફ પ્રેરાય છે. આજે દરેક લોકોને સફળ જ થવું છે. પણ ઘણી વખત સમય, સંજોગ અને પરિસ્થિતિના કારણે અસફળતા પણમળતી હોય છે પણ એ બાળક પચાવી શકતો નથી અને આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે.

જીવન આસ્થા હેલ્પલાઇન દ્વારા જ્યારે લોકોનું કાઉન્સેલલિંગ કરવામાં આવે તે સમયે હેલ્પલાઇનમાં કાર્ય કરતા એપલાઈડ ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ દરેકને વિવિધ પ્રકારે સમજાવતા હોઈ છે કે, દરેક વ્યક્તિ બીજી વ્યક્તિ કરતા અલગ હોય છે. માટે તમે પણ બીજાથી અલગ છો એ સ્વીકારો. ખોટી વાતો મગજમાં રાખી આ અમૂલ્ય જીવન ન ખોઈ બેસો. જીવનમાં કશું અંતિમ નથી. દરેક સૂર્યાસ્ત નવો સૂર્યોદય લઈને આવે છે. જીવનમાં મળેલ અસફળતા એ આખરી અસફળતા નથી. ઘણી સફળતા તમારી રાહ જોઈ બેઠી છે. એક આવેગમાં આવી જીવન ગુમાવો નહિ. જિંદગીને ભરપૂર પ્રેમ કરો જિંદગી તમને ઘણું આપશે.

Screenshot 22 1

Screenshot 23

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.