આજે મહિલા સમાનતા દિવસ: 1973થી ઉજવતા દિવસ છતાં મહિલાઓને પુરૂષ જેવા અધિકારો મળે છે?

મહિલાઓના માનવ અધિકારોના રક્ષણ સાથે તેના સંર્વાગી વિકાસમાં સમાજનો સહયોગ જરૂરી: પુરૂષ પ્રધાન દેશમાં આજે પણ “જેન્ડર બાયસ” જોવા મળે છે અને તેની પહેરવાથી લઇ ભણવા સુધીના તમામ નિર્ણયો પરિવાર લે છે !!

મહિલાઓના અધિકાર સંરક્ષણ માટે તથા સમાજમાં તેમને સમાન દરજ્જો મળે તેવા ઉદ્ેશથી 26 ઓગસ્ટે દર વર્ષે “વુમન ઇક્વાલિટી” દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1973થી આ દિવસની ઉજવણી વિશ્ર્વભરમાં કરવામાં આવે છે. જો કે આવા સેલીબ્રેશન કરવા છતા આજે આપણાં દેશમાં મહિલાઓને પુરૂષો જેવા અધિકારો મળતા નથી.

અમેરિકામાં 1920થી મહિલાઓ દ્વારા અધિકારો સંદર્ભે ચળવળ શરૂ કરેલ ને મતદાનના અધિકારો માટે લડત ચલાવેલી બૈનબ્રિજકોલ્લીએ મહિલાઓના મતદાન અધિકારોને સંવૈદ્યાનિકરૂપમાં ઘોષણા કરી હતી. 1970માં મહિલાઓ દ્વારા હડતાલ પડાઇને 1973માં પુરૂષોની સાથે જ તેમને તમામ હકો મળવા જોઇએ તેવી માંગ સાથે ન્યૂયોર્કમાં 26 ઓગસ્ટ 1973ને વિશ્ર્વ મહિલા સમાનતા દિવસ ઉજવણી કરવાનું નક્કી કર્યું. ભારત સરકારે પણ 2001ને મહિલા સ્વશક્તિકરણ વર્ષ તરીકે જાહેર કર્યું હતું.

દરેક રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓનો ફાળો સવિશેષ હોય છે. મહિલાઓની પૂર્ણ અને સમાન ભાગીદારી તેનું પ્રથમ કદમ છે. પણ આજે પણ મહિલાઓના અધિકારો બાબતે ભેદભાવ જોવા મળે છે. મા-બાપ પણ છોકરા-છોકરી માટે અલગ વિચાર સરણી તથા મહિલાઓએ અમુક કામ તેને જ કરવાના છોકરો ન કરે તેવા નિયમો-પરંપરાથી મહિલાઓનો વિકાસ રૂંધાય છે. મહિલાઓ માટે વિશેષાધિકારો, કાનૂની, સંસ્થાગન સેવા મળવી જોઇએ. વિદેશોમાં શિક્ષણ વ્યાપને કારણે થોડો સુધાર થયો છે પણ અવિકસીત દેશોમાં હજી મહિલાઓ માટે સમસ્યા છે જ. વૈશ્ર્વિક સ્તરે પણ 1980થી આ મૂવમેન્ટ ઝડપથી આજે મહદઅંશે તેના અધિકારો બાબતે કાર્ય થયું છે પણ હજી તેના માટે ઘણું કરવાની જરૂરીયાત છે.

આપણાં દેશમાં આજે પણ રૂઢીવાદી પરિવારમાં મહિલાઓને સ્વતંત્રતા નથી. પુરૂષોની જેમ તેને જીવનસાથી પસંદ કરવાનો અધિકાર નથી. તેમના પર થતાં અત્યાચારો, બાળ વિવાહ જેવી ઘણી સમસ્યાઓ આપણાં આસપાસ જોવા મળે છે. યુવતીઓને શું પહેરવું, શું નહી? આનો નિર્ણય પણ સમાજના કહેવાતા આગેવાનો લે છે. દેશમાં કેટલાય સમાજમાં આજે પણ યુવતીઓ જીન્સ, ટોપ, ટી-શર્ટ પહેરી શકતી નથી.

આપણાં જ પરિવારમાં પુત્રી કરતાં પુત્રનું વધુ ધ્યાન રખાય છે. સંપતિની વાત આવે ત્યારે માત્ર દિકરો જ આગળ આજે કેેટલી છોકરીઓને હિસ્સો મળે છે. પરિવારમાં છોકરો ગમે ત્યારે, ગમે ત્યાં બહાર ફરવા જાય તો મહિલાઓને બંધન હોય છે. આપણે હજી મહિલાઓને સમાનતાની તકોની વાતો કરીએ છીએ બાકી આ બાબતે ઘણું કામ કરવાની વાત કરી છે.

21મી સદીમાં મહિલાઓને વિકાસ માટે ઘણી તકો અપાય છે. મળી છે તેના કારણે ઘણી મહિલાઓ આગળ આવી છે પણ આંગણીના વેઢે ગણી શકાય તેટલો જ વિકાસ છે. નિયમો બનાવવાથી સંર્વાગી વિકાસ તેમનો ન થઇ શકે તેના માટે સમાજ જાગૃત્તિ સાથે દેશનો એક-એક નાગરિક આ બાબતે આગળ આવશે ત્યારે જ આપણને પરિણામો મળશે.

દેશ-દુનિયાની તમામ સ્ત્રીઓને તેમના સ્ત્રીત્વનો કે નારી તત્વનો અનુભવ કરાવવામાં આવે. ઇક્વાલીટી કે આવા બીજા મહિલા દિવસની એક દિવસની ઉજવણીથી કશું થશે નહી. જો કે આજે મહિલાઓ જાગૃત થઇ છે તેના અધિકારો માટે તે ‘વન મેન આર્મી’ બનીને હક્કો મેળવ્યા છે. નારી શક્તિ છે. સ્ત્રી સશક્તિકરણ પરત્વે વિવિધ લાંબાગાળાના આયોજનથી જ તે પુરૂષ સમોવડી બનશે. ઘરકામને પરિવારનાં કામને સંતાનોના ઉછેર સાથે દિવસ-રાત કાર્યોમાં રચી-પચી રહેતી સ્ત્રી પોતાની જાતે નિર્ણય લેવા સક્ષમ છે. આજે સ્ત્રીઓ ઉપર થતાં અત્યાચારો સામે કેટલા અવાજો ઉઠાવે છે? આજે પણ પરિવારનો નજીકનો સભ્ય જ જાતીય સતામણી કરે છે. રૂઢીચુસ્ત પરિવારોમાં સ્ત્રી બોલી શકતી નથી. તેનું કોઇ સાંભળે પણ નહી, સલાહ-સુચન પણ કરવા દેતા નથી. ત્યારે તેના માનવાધિકારોના રક્ષણની વાત ક્યાં આવે છે. આજે મહિલા સમાનતા દિવસે પુરૂષ પ્રધાન દેશમાં મહિલાઓને તેના હક્કો મળે છે એ કોઇ જોતુ નથી. સ્ત્રી ઉપર બળાત્કાર, એસીડ એટેક જેવી ઘટનાઓ આપણી આસપાસ બને છે ત્યારે તે બાબતે તેને સમાજનો સહયોગ કેટલો મળે છે? આ તમે જ વિચારો.

હિલેરી કિલીન્ટન કહે છે કે “માનવાધિકાર મહિલા અધિકાર છે, અને મહિલા અધિકાર માનવ અધિકાર છે. પુરૂષો દ્વારા મહિલાઓને મારકુટ, ઘરમાંથી બહાર કાઢી મુકવી જેવા બનાવો આજે પણ રોજબરોજ જોવા મળી રહ્યા છે. આપણા દેશમાં તો તેમને ઘણા બધા અધિકારો આપવામાં આવ્યા છે. છતા પણ આજે તેમની ઇચ્છા મુજબ સ્વતંત્ર રીતે જીવી શકે છે? સમાજના દરેક વર્ગે આ બાબતે સક્રિય કાર્ય કરવાની તાતી જરૂરીયાત છે.

મહિલા સશક્તિકરણ ક્ષેત્રે સક્રિય કાર્યની જરૂર

આજની 21મી સદીમાં પણ મહિલાઓ ઉપર અત્યાચાર, ભેદભાવ, બળાત્કાર, એસીડ એટેક, ભ્રુણહત્યા જેવા અનેક બનાવો બને છે. તે વિષયક સમાજમાં જાગૃત્તિ લાવવાની જરૂર છે. છેલ્લા દશકામાં મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ વધતા તે દરેક ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કરી રહી છે. કાયદાની નજરમાં સ્ત્રી-પુરૂષોને સમાજમાં સમાન અધિકારો મળે છે પણ સમાજમાં હજી આજે પણ મહિલાઓ પ્રત્યે બેવડી માનસિકતા ધરાવે છે. પુરૂષો સમાન અધિકારો તેને નથી મળતા. અમેરિકામાં મહિલાઓને મત આપવાના અધિકાર માટે 50 વર્ષ લડત કર્યા બાદ 1920માં મત આપવાનો અધિકાર મળ્યો હતો જેની યાદમાં આ મહિલા સમાનતા દિવસ ઉજવણી થાય છે.

 સ્ત્રીઓ તેમના જીવનમાં એક સાથે ઘણી ભૂમિકા ભજવે છે

દુનિયાના કોઇપણ સમાજનો આધાર સ્તંભ સ્ત્રી છે. સ્ત્રીઓ તેમના જીવનમાં ઘણી ભૂમિકાઓ ભજવે છે. માતા, બહેનપણી, પત્ની, બહેન, શિક્ષક વિગેરે તમામ સંબંધો તે સંસાર યાત્રામાં સુપેરે નિભાવે છે. તેમની અડગ શક્તિને કારણે તે ગમે તેવી મુશ્કેલીમાં પણ અડગ રહીને સફળતાના ડગલા ભરે છે. પતીના અવસાન બાદ આ નારી શક્તિ જ એકલે હાથે પરિવારનો ઉછેર કરે છે. આજના યુગમાં મહિલા સમાનતા ક્ષેત્રે વિવિધ પગલા ભરાય છે પણ તેના રોજગાર, શિક્ષણ સાથે વિવિધ ક્ષેત્રે તેના અધિકારોથી રક્ષિત કરવું સમાજની ફરજ છે. નારી શક્તિની તાકાત છે કે તે ગમે તે ક્ષેત્રે હરણફાળ ભરી શકે છે પણ આજે તેને પુરૂષોની જેમ તક મળતી નથી.

‘હાર્ડવોન…નોટ ડન’ આ વર્ષની ઉજવણી થીમ

દર વર્ષે મહિલા સમાનતા દિવસની ઉજવણીની વૈશ્ર્વિક થીમ જાહેર થતી હોય છે. જેમાં ગયા વર્ષની થીમ “હાર્ડવોન…..નોટ ડન” આ વર્ષે પણ છે. ‘હાર્ડ-વોન’ સાર્વત્રિક મતાધિકારી ફોક્સમાં હતો અને આ વર્ષે હકિકત એ છે કે લિંગ સમાનતા ‘પૂર્ણ નથી’ છે અર્થાત ‘નોટ ડન’ ઉમેરાયું છે.