Abtak Media Google News

શ્રી મહાપ્રભુએ પ્રભુને મેળવવાનો સરળ માર્ગ જેને બધા કૃપા માર્ગ તરીકે ઓળખે છે તે વિશ્ર્વને આપ્યો છે. આજે કરોડો વૈષ્ણવો મહાપ્રભુજીના આ પુષ્ટિમાર્ગના સેવકો અનુયાયીઓ છે.જગતને એક આદર્શ ગુરૂ કેવા હોયત નોપરિય શ્રી મહાપ્રભુજીએ પોતાની સાદગી ભર્યા જીવન અને આચરણથી આપ્યો છે. આજથી પાનસો ચાલીશ વર્ષ પર્વે શ્રી મહાપ્રભુએ વૈષ્ણવતા અને વૈષ્ણવ કોણ છે ? તેનો અમર સંદેશ ભારતનેઆપ્યો છે.

ભારતની પાવન ભૂમિનેવૈષ્ણવતા દ્વારા નવી અસ્મીતા આપી છે. તે સમયના કંટકભયા માર્ગ ઉપર જવું તેનાની વાત નથી. એ યુગમાં ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મ ઉપર ભયંકર આફત હતી. મોગલ શાસકો દ્વારા ત્રાસ સામે બાથ ભીડી હતી. તે વખતે દક્ષિણના કેટલાય સંતોએ ભારતના ધર્મની રક્ષા કરી હતી તેમાં શ્રી મહાપ્રભુજીનો અનન્ય ફાળો હતો.

શ્રી વલ્લભે વૈષ્ણવોના હાથ શ્રીજીને સોપી વૈષ્ણવતાનો દિવ્ય પાઠ વિશ્ર્વને આપ્યો છે. આજે વિશ્ર્વમાં શ્રી મહાપ્રભુજીના અનુયાયીઓ ઘરમાં જ ઠાકોરજીને પધરાવી નિત્ય સેવા કરે છે. શ્રી વલ્લભની કૃપાનોકોઈ પાર નથી.

શ્રી વલ્લભાચાર્યજીએ વિશ્ર્વને સેવા, સમર્પણ અને સ્નેહનો મહાન સંદેશ આપ્યો છે. સાથોસાથ અનેકવિધ ગ્રંથોની રચના કરી ગ્રંથો દ્વારા માનવસુષ્ટિને કુતાર્થતાનો સર્વોતતમ રાહ પણ બતાવ્યો છે. શ્રી વલ્લભચરીત્રના અંશેઅંશમાં હૃદયમાં, ચિતમાં, ભાવોમાં, વાણીમાં, વ્યવહારમાં, આચરણમાં, ઉપદેશમાં, અંગે અંગેની દિવ્ય ક્રિયાઓમાં સેવાના જ ખળખળ વહેતા પ્રવાહના દર્શન થાય છે. સેવા એ આધ્યાત્મિકતાને અનુસરનારા જીવોનુંજીવન છે. ધર્મની મધમધતી પુષ્પવાટીકા છે.એટલું જ નહી સેવા જ ધર્મની ભવ્ય ઈમારતના પાયાની મુખ્ય આધારશીલા છે.

તેની એક એક ઈંટમાં સેવાનો ધબકાર છે. ભગવતસેવા સાથે જીવનમાત્રની સેવા એજ ધર્મનું પ્રથમ પગથીયું છે. વૃક્ષમાં વેણુઘરનો વાસ છે. અને ગૌ માતામાં પ્રભુ બીરાજે છે. માટે બંનેની સેવા તથા રક્ષા કરવાનો દિવ્ય ઉપદેશ શ્રી વલ્લભે જગતને આપ્યો છે.

આપશ્રીના સ્વરૂપ અને ગુણોથી સૌને વ્હાલા છો. સંસ્કૃતમાં વલ્લભ શબ્દનો અર્થ વ્હાલા અથવા પ્રિય થાય છે. તેથી સૌ આપને વલ્લભ કહેતા માટે આપશ્રી વલ્લભ તરીકે પ્રસિધ્ધ થયા. ત્યારબાદ વિજયનગરની ધર્મસભામાં બધા જ ધર્માચાર્યોએ આચાર્ય પદવી પ્રદાન કરી અને શ્રી વલ્લભાચાર્યજી નામે પ્રસિધ્ધ થયા.

હિન્દુ ધર્મમાં ગુરૂનું સ્થાન અને મહિમા અનન્ય છે. ગુરૂને ગોવિંદ કરતા પણ મોટા માનવામાંઆવે છે.કારણ કેગુરૂની કૃપા વગર નથી જ્ઞાન મળતું કે નથી ગોવિંદ મળતા. શ્રી ઠાકોરજી શ્રી વલ્લભને સંપૂર્ણ વશ છે માટે આપના સેવકો આપને પ્રભુના પ્રભુ એટલે શ્રી મહાપ્રભુ કહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.