Abtak Media Google News

શ્રાવણ વદ છઠ્ઠને સોમવાર તા.૧૦ના દિવસે છઠ્ઠતિથિ સવારે ૬.૪૪ સુધી છે. આથી આ દિવસે શિતળા સાતમ મનાવામાં આવશે. જયોતિષ તથા પંચાગના નિયમ પ્રમાણે આ દિવસે શિતળા સાતમ મનાવી સાતમ આઠમનો તહેવાર પાંચ દિવસનો ગણાય છે. બોળચોથથી આઠમ સુધી પરંતુ તેમાં સાતમ આઠમનું મહત્વ વધારે રહેલું છે. શિતળા માતાજીનાં પૂજનનો દિવસ એટલે શીતળા સાતમ શિતળા માતાજીનું શાંતી અને ઠંડકના દેવી છે. શિતળા માતાજીની પૂજા ઉપાસના કરવાથી ઘરમાં શાંતીની પ્રાપ્તી થાય છે. અને નાના બાળકોને બીમારીમાંથી રક્ષણ મળે છે. શિતળા માતાજીના વ્રત કરનારનુંં આરોગ્ય સારૂ રહે છે.

આ રીતે કરવું શિતળા માતાજીનું પૂજન

સવારે નિત્ય કર્મકરી અને ચુલા અથવા તો ગેસનું પૂજન કરવું ત્યાર બાદ મંદિરે જઈ અને શ્રીફળ વધેરી અને માતાજીને કુલેર અર્પણ કરવી પ્રાર્થના કરવી અમારા જીવનમાં શિતળાના શાંતીની પ્રાપ્તી થાય આ દિવસે ચુલો સળગાવો નહિ ટાઢૂ ભોજન કરવુંહ તથા શીતળા સાતમના દિવસે ખેડુતોએ પોતાના ઓજારનું પૂજન કરવું પણ ઉતમ છે. આપણા તહેવારો સમયનું મહત્વ ધરાવે છે. કોઈ તહેવારનુંસાંજનું મહત્વ હોય તે સાંજની તિથિ લેવામાં આવે છે.

શિતળા સાતમનું મહત્વ વવારનું છે. આથી સોમવારે વેલી સવારે ૬.૪૪ થી સાતમ તિથિ બેશી જાય છે. આમ શિતળા સાતમ સોમવારે મનાવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.