Abtak Media Google News

મા કાલરાત્રિ એ નવદુર્ગાનું સાતમુ સ્વરૂપ છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન ગદર્ભ છે. નવરાત્રીના સાતમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવીનો વર્ણ કૃષ્ણ છે. માતા તમામ અશુભ બાબતોને જીવનમાંથી દૂર કરનારી છે અને ક્રૂર ગ્રહોની અસરને નાબૂદ કરનારી છે. આજના દિવસે માતાજીનું પૂજન અર્ચન અને નૈવેધ ધરવા થી જીવનમાં રક્ષા મળશે તથા જો તમારી કુંડળીમાં શની નબળો હોય શની ની પનોતી ચાલતી હોય તો તેમાં પણ રાહત મળશે

માતાજીનો મંત્ર: ॐ ऐं ह्रीं क्लीं कालरात्र्यै नमः

૨૮ માર્ચ ૨૦૨૩ મંગળવાર ની સાંજે સૂર્યાસ્ત સાથે આકાશમાં સુંદર ખગોળીય ઘટના આકાર લેવા જઈ રહી છે અને પાંચ ગ્રહોને એક સાથે જોઈ શકાશે આ માટે કદાચ દૂરબીનનો ઉપયોગ કરવો પડે પરંતુ આ ઘટના ખગોળીય રીતે મહત્વ ધરાવે છે અને જ્યોતિષમાં પણ આ પેટર્નનું ખાસ મહત્વ છે.

જયારે વ્યક્તિનો જન્મ થાય છે ત્યારે આકાશમાં ભ્રમણ કરતા ગોચર ગ્રહોનો જે નકશો બને છે તે જન્મકુંડળી બને છે માટે જયારે આકાશમાં કોઈ ચોક્કસ પેટર્ન કે ભાત ઉપસે ત્યારે તેની અલગ અને વિશિષ્ટ અસરો અવશ્ય જોવા મળે છે. કાલરાત્રિ એ નવદુર્ગાનું સાતમુ સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તિક્ષણ લોહ અસ્ત્ર ધારણ કરેલું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.