Abtak Media Google News

સાગર સંઘાણી

Advertisement

સોશીયલ મીડિયાના જેટલા ફાયદા છે તેટલા ગેરફાયદા પણ આજે વધતા જાય છે. ઠગ લોકો છેતરપીંડી આચરવા માટે ડીજીટલ માધ્યમનો ઉપયોગ કરતા થયા છે ત્યારે ક્રિપ્ટો કરન્સી વેચાણની ફેક પ્રોફાઈલ બનાવી લોકોને રોકાણના નામે મોટા વળતરની લાલચ આપીને છેતરપિંડી કરતા એક શખ્સને જામનગર એસ ઓ જી પોલીસે સુરત થી ઝડપી પાડ્યો હતો .

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાની છે જ્યાં ક્રિપ્ટો કરન્સી વેચાણ માટે ફેક પ્રોફાઇલ બનાવી છેતરપિંડી કરતા આરોપીઓને પકડી પાડવા જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ સાયબર ક્રાઇમનાં પોલીસ ઇન્સ્પેક્ટર પી પી ઝા ને સૂચના આપી હતી. આથી તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવી હતી. દરમિયાન જામનગરમાં ખાનગી નોકરી કરતા એક યુવાનને ઈન્સ્માંટાગ્રામમાં ક્રિપ્ટો કરન્સી વેચવાની ફેક પ્રોફાઈલ બનાવીને પોતે સેલાર તરીકેની ઓળખ આપીને તેની આ યુવાન સાથે ઈન્સસ્ટાગ્રામ અને વોટ્સેપમાં ચેટ કરવામાં આવ્યો હતું.

જેમાં ફરિયાદી યુવાન સાથે એકાઉન્ટમાં નાની નાની રકમનું રોકાણ કરાવી સામે ક્રિપ્ટો કરન્સી આપીને વિશ્વાસ કેળવવામાં આવ્યો હતો. ત્યારબાદ મોટી રકમનું રોકાણ કરો અને એક સાથે લાભ મેળવવો તેમ કહી બીજા એકાઉન્ટ મારફત રૂ. ૨૦૩૮૨૫ ની રકમ પડાવી લઈ સામે ક્રિપ્ટો કરન્સી નહીં આપી ને છેતરપિંડી આચરવામાં આવી હતી.

 

આ આરોપી નાણા પોતાના ખાતામાં મેળવી લે ચેક અને એટીએમથી ઉપાડી લેતો હતો.લોકો સાથે છેતરપિંડી આચારવા માટે ઈન્સ્ટાગ્રામ અને ટેલીગ્રામમાં જાહેરાત આપતો હતો.અને પોતે સેલર તરીકે કામ કરે છે. તેવી લોભામણી વાતો કરતો હતો અને લાલચમાં ફસાઈ જનાર પાસેથી રોકાણના નામે પૈસા મેળવી લઇ છેતરપીંડી આચરતો હતો. આ અંગે સાઇબર ગ્રામમાં ફરિયાદ કરવામાં આવતા તપાસ શરૂ કરવામાં આવી હતી અને અને સુરતના કામરેજ વિસ્તારમાંથી મહેશ વડલાલ મુંગરા ( મૂળ ,તરસિંગડા તાલુકો માળિયા ,જી.જુનાગઢ)ને SOG પોલીસ ટુકડીએ ઝડપી લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.