Abtak Media Google News

ઓછી જગ્યા અને માનવીની ભીડ વચ્ચે રહેતા, આ પ્રાણીઓ પોતાની ઘણી સ્કિલની ક્ષમતા ગુમાવી બેસે છે: નિયમિત ખોરાક મળી જતો હોય, તેની ઘણી આદતો, જીવન શૈલીમાં બદલાવ સાથે આળસું થઈ જાય છે

કુદરતના ખોળે વસતા વિવિધ પ્રાણીઓ સાથે વિદેશના પ્રાણીઓ એક વિશાળ જગ્યામાં અદ્યતન સુવિધામાં તેને રાખવામાં આવે છે: પ્રથમ પ્રાણી ઘરનો વિચાર ઇજિપ્તમાં આવ્યો, બાદમાં ઇઝરાયેલમાં તેનું 3પ00 વર્ષ પહેલા નિર્માણ થયુ હતું

પ્રથમ અદ્યતન પ્રાણી સંગ્રહલય 1828માં: લંડનમાં ખુલ્લુ મુકાયેલું હતું: આ જગ્યામાં બાળકથી મોટેરાથી આનંદ આવે છે: કુદરતી વાતાવરણ કરતાં પ્રાણીઓનું સંવર્ધન પણ કરવામાં આવે છે

આજનો દિવસ પ્રાણીઓ પ્રત્યેની અનુકંપા અને કરૂણાનો દિવસ છે. વિશ્ર્વભરમાં પ્રાણી સંગ્રહાલયો આવેલા છે. આપણે જયાં ફરવા જાય ત્યાં જો પ્રાણી ઘર હોય તો પરિવાર સાથે અચુક જોવા જઇએ છીએ. આજે પ્રાણી સંગ્રહાલય દિવસ છે, ત્યારે કુદરતના ખોળે વસતા અને આપણા પર્યાવરણના રક્ષક જેવું કાર્ય કરતાં પ્રાણીઓને નજીકથી જોવાનો દિવસ છે, હાથી, સિંહ, વાઘ, વાંદરા, હરણ, રીંછ જેવા વિવિધ પ્રાણીઓને જોવા બાળકોને ખુબ જ ગમતું હોય છે. આજે પણ રજાઓમાં વિવિધ અભ્યારણો સાથે જંગલોમાં કુદરતના ખુણે ફરવા જવાની તક ચુકતા નથી. પૃથ્વી પર સૌથી આકર્ષક એવા પ્રાણીઓને નજીકથી જોવાનો લ્હાવો આપણને પ્રાણી ઘરમાં જ મળે છે.

આપણાં પશુ-પંખી અને પ્રાણીઓ વિશેની વિવિધ વાતો, માહિતી સાથે જ્ઞાન મેળવવું બધાને ગમતું જ હોય છે, આપણાં દેશના પશુ-પંખીઓ અને પ્રાણીઓ તો આપણે જોયા હોય છે, પણ બીજા વિદેશોમાં વસતા પ્રાણીઓ પંખી આપણે જોયા હોતા નથી. આ તક આપણને પ્રાણી સંગ્રહાલયમાં જ મળે છે. આજથી 3પ00 વર્ષ પહેલા ઇજિપ્તમાં આવા પ્રાણીઓ ને એક સ્થળે રાખવાનો વિચાર આવેલો હિંસક પશુઓને પાંજરામાં રખાતા હતા, બાદમાં ઇઝરાયેલમાં પ્રથમ નાના સ્વરુપનું પ્રાણી સંગ્રહાલય નિર્માણ થયું હતું. ઘણા વર્ષો બાદ 1828માં લંડનમાં પ્રથા અદ્યતન પ્રાણી સંગ્રહાલય ખુલ્લુ મુકાયું હતું.

કુદરતના ખોળે અને પ્રાણીઓના પોતાના વાતાવરણમાં જોવા અને પ્રાણી સંગ્રહાલયમાં જોવા એ બન્ને વચ્ચે ફેર છે. આપણી ઇકોસિસ્ટમમાં આંગણાના પશુ-પંખી અને જંગલના પશુ-પંખીનો રોલ મહત્વનો હોય છે. આપણે વિકાસની હરણફાળ ભરીને ઘણા પ્રાણીઓનું પર્યાવરણ આવાસો છીનવતા ઘણા પ્રાણી-પંખી, પક્ષીની પ્રજાતિથઓ લુપ્ત થઇ ગઇ કે લુપ્ત થવાના આરે છે. કુદરતમાં તેના વાતાવરણમાં તેને શિકાર કરીને ખોરાક મેળવવાનો હોય છે. નાનાથી મોટા પ્રાણીઓ એક બીજાનો શિકાર કરીને જીવન વિતાવતા હોય છે, પણ પ્રાણી સંગ્રહાલય માં તેને ટાઇમસર ભોજન મળી જતું હોવાથી તે સુસ્ત અને આળસુ થઇ જતાં જોવા મળે છે.

ઇજિપ્તમાં પ્રથમ બનેલ ત્યારે તેનું નામ ‘મેનેજરી’ કહેવાતું હતું. રાજા સોલોમન, બેબીલોનના રાજાને બુચડઝાર અને એલેકઝાંડરના પ્રયાસોને કારણે જ આજના અદ્યતન પ્રાણી ઘરનો આનંદ માણી શકીએ છીએ. રોમન ગેમ્સમાં પણ જંગલી પ્રાણીઓનો ઉપયોગ થતો હતો. લોકો બિલાડી, કુતરા, ગાય, ઘોડા, હાથીને પાળવા પણ લાગ્યા હતા. સરકસમાં પણ હાથી, સિંહ, વાઘ વિગેરે પ્રાણીઓના કરતબ જોવા મળતા હતા. જો કે બાદમાં વન્ય ધારો લાગુ પડતા હવે બંધ થઇ ગયા છે. પ્રાણી ઘરની મુલાકાત વિદ્યાર્થીઓ લે ત્યારે પ્રાણીઓની વર્તુણક, ખોરાક, પ્રજાતિ વિશે માહીતી જેવું ઘણું જાણવાનું મળે છે.

ઝુ શબ્દ પ્રાણી શાસ્ત્રીય ઉદ્યાન કે બગીચામાં સંદમાં કરાતો હતો. પ્રાણી સંગ્રહાલય વિવિધ પ્રજાતિઓના પ્રાણીનું ઘર છે, તો તેના માટે રક્ષણાત્મક આશ્રય સ્થાન પણ છે. 1793માં પેરીસ ફ્રાંસમાં પ્રાણી સંગ્રહાલય બનેલ હતું. 18મી સદીમાં પ્રાણીશાસ્ત્રીની સંખ્યા વધતા, આવા પ્રાણીઓને બચાવવા, ટ્રીટમેન્ટ, સારવાર જેવી ઘણી સીસ્ટમનો પ્રારંભ થયો હતો. વાઇલ્ડ લાઇફમાં લોકોને રસ પડતા વિવિધ સંસ્થાઓ પણ તેના બચાવ કાર્ય માટે આગળ આવી હતી. આજે તો એક બીજા ઝું પ્રાણીઓના એકસચેન્જ પણ કરે છે. સિંહ, વાદ્યના નવા બચ્ચા જન્મે અને તેના સંવર્ધન માટે પણ વૈજ્ઞાનિક રીતે કાર્ય પ્રોજેકટ થાય છે.

પ્રાણી સંગ્રહાલયનો ક્રમિક ઇતિહાસ જોઇએ તો 3500 વર્ષ પહેલા તેનો વિચાર, પ્રથમ આધુનિક પ્રાણી ઘર 1793માં પેરીસમાં બન્યું 1828માં વિશ્ર્વનું સૌથી જુનુ વૈજ્ઞાનિક પ્રાણી સંગ્રહાલય સંશોધન માટે ખુલ્લુ મુકાયું. 1864માં અમેરિકામાં પણ પ્રાણી ઘર શરુ થયું હતું. પહેલાના પ્રાણી ઘરો આકર્ષક ન હતા પણ આજે અદ્યતન બનાવાય છે. થાઇલેન્ડના ટાઇગર ગાર્ડનમાં વાદ્ય છુટ્ટા જોવા મળે છે. પ્રાણીઓને તાલીમ આપીને વિવિધ કરતબ પણ કરાવાય છે. વિશ્ર્વનું સૌથી મોટું સંગ્રહાલય ભારતનું વેંકટેશ્ર્વર ઝૂલોજિકલ પાર્ક છે.

આફ્રિકાના જંગલોમાં વિશાળ સફારી પાર્ક આવેલા છે, ત્યાં સિંહ, ગેંડા, ચિત્તા, હાથી અને જંગલી ભેંસ મોટા પ્રાણીઓ ગણાય છે. આજનો દિવસ વન્ય જીવો અને પૃથ્વીવાસી વચ્ચે જે ગેપ છે, તે જોડીને પ્રકૃતિ સાથે પુન: જોડાણ કરવાનો છે. વિવિધ પ્રાણીઓ વિશે જાગૃતિ પ્રસરે તે માટે તેના દિવસની ઉજવણી પણ વૈશ્ર્વિક સ્તરે થાય છે.

દરેક પ્રાણી ઘરમાં વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિ શિબિર યોજવામાં આવતી હોય છે, જેમાં દરેક મા-બાપે સંતાનોને મોકલવા જરુરી છે. પ્રાણીઓ હશે તો જ આપણે બચી શકીશું. ગ્લોબલ વોમિંગને કારણે પૃથ્વી પર ઘણું બદલાયું તેમાં પ્રાણી, પશુ, પંખીને પણ મુશ્કેલી પડી છે, તે પણ આપણી જેમ અસ્તિત્વ ટકાવી રાખવા સતત ઝઝુમી રહ્યા છે. આજે આપણે ટીવીમાં નેશનલ જયોગ્રાફી,  ડિસ્કવરી, એનીમલ પ્લેન્ટ જેવી ચેનલ જોઇએ ત્યારે આપણને તેના વિશે ઘણું જ્ઞાન મળતું હોય છે. વન્ય જીવનને નજીકથી જોવું એ એક લ્હાવો છે, એશિયાટીક લાયન જોવા ગીરના જંગલમાં વિશ્ર્વભરમાંથી નેચરલવર આવે છે પણ આપણે સંતાનોને બતાવવા જતા નથી.

વિશ્ર્વનું સૌથી મોટું વેંકટેશ્ર્વર ઝુઓલોજિકલ પાર્ક ભારતમાં

તિરૂપતિ આંધ્રપ્રદેશ સ્થિત વેંકટેશ્ર્વર ઝુઓલોજિકસ પાર્ક વિશ્ર્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે, જે 5532 એકરમાં પથરાયેલ છે. આ પાર્કમાં હાથી, મોર, સાંભર, હરણ, ચિત્તા, સિંહ, સફેદ વાદ્ય, કાળુ રીંછ જેવા વિવિધ  પ્રાણીઓનું સુરક્ષિત આવાસ છે. ભારત સહિત દુનિયાભરના દેશોના પ્રવાસીઓ તેની મુલાકાતે આવે છે. અહિ પ્રાણીઓની માહીતીના સાઇન બોર્ડમાં તેની બધી વિગતો લખેલી હોવાથી આપણને તે પ્રાણી વિશે ઘણું જાણવા મળે છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.