Abtak Media Google News

શોખ બડી ચીજ હૈ

હિંસક લાગતા સરીસૃપ માણસનાં સર્ંસગમાં આવીને પારિવારીક માહોલમાં શાંત બનીને રહી છે: પાયથન (અજગર), કરોળીયા, ઇંગવાના (કાચીંડા) તેમજ વિદેશી પક્ષીઓને પાળવાનો શોખ ખુબ વઘ્યો

શોખ બડી ચીજ હૈ… આ કહેવત ઘણા લોકો પોતાના નોખા અનોખા શોખના કારણે ચરિતાર્થ કરે છે. પાલતુ પશુઓ છોડીને હવે લોકોમાં સરીસૃપ પ્રાણીઓ અને વિદેશી પક્ષીઓને પાળવાનો શોખ ધરાવતા થયા છે. રાજકોટમાં પણ લોકો પાઇથન જેવા હિંસક અજગરો, ઇગ્વાના (કાચીંડા) તેમજ વિદેશી પક્ષીઓ જેવા ક આફ્રિકન ગ્રે, બજરીગર, લવ બર્ડ, કનુર, મેકાઉ, ઝીબ્રાટીન, કાકાટુ, એમોઝોન, રોજીલા, લોરી, ફ્રિજન્ટ, કાકાટીલ સહીતના પાળી રહ્યા છે.

રેડ ટેલ બોવા (અજગર)

રેડ ટેલ બોવાએ પાઇથનની પ્રજાતિની એક જાત છે જેની પુછળીનો છેલ્લો ભાગ આછા લાલ કલરનો હોય છે. જેથી તેને રેડ ટેલ કહેવામાં આવે છે. પાઇથન પ્રજાતિના અજગરો ઇંડા મૂકે છે જયારે રેડ ટેલ બોવા બચ્ચાને જન્મ આપે છે.

બ્રાઝીલીયન બ્લેક ટેરેન્ટુલા

બ્રાઝીલીયન બ્લેક ટેરેન્ટુલા સામાન્ય રીતે વૃક્ષ પર રહેતા હોય છે જે ઝડપથી દોડવામાં માહેર હોવાથી શીકારીની પકડમાં આવતા નથી

આ કરોળીયા ખોરાકમાં નાના જીવજંતુઓ ખાતા હોય છે વધુમાં આ પ્રજાતિના કરોળીયા અલગ અલગ વૃક્ષોને અનુરુપ પોતાના રંગ બદલીને શીકારીથી બચતા હોય છે.

કોકેટીલ્સ બર્ડ

Cockatiel

કોકેટીલ્સ બર્ડ પેસ્ટ પ્રજાતિનું બર્ડ છે. આ બર્ડ પેસ્ટ પ્રજાપતિના બધા બર્ડસના અવાજની મીમીકી કરી શકે છે તથા આ બર્ડસ એ હેન્ટેન્ડ કહેવાય કે જે હાથ ઉપર ખુલ્લા રહી શકે છે.

આફ્રિકન ગ્રે બર્ડ 

Vlcsnap 2019 12 13 13H13M07S135

આફ્રિકન ગ્રે વિશ્ર્વની સૌથી વધુ બોલતી પ્રજાતિ છે.

જે વિવિધ ૪૦૦ થી વધુ પ્રકારના અવાજો તેમજ માણસ જેવી બોલી કાઢી શકે છે.

આ પક્ષી ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન ધરાવે છે. આ પક્ષીનો ઉપયોગ પહેલાના જમાનામાં ચોકીદાર તરીકે થતો હતો. ઘરના સભ્યો સિવાય કોઇ અજાણ્યો વ્યકિત ઘરમાં પ્રવેશે તો આ પક્ષી તુરંત જ બોલવા માંડે છે .

ઘરમાં રહેતા વિવિધ સભ્યોના અવાજ સાંભળીને આ પક્ષી તેની નકલ પણ કરે છે. પક્ષીઓમાં સૌથી પહેલી પસંદ લોકો આફ્રીકન ગ્રે બર્ડની કરે છે.

સુગર ગ્લનઇડશ

Sugar

સુગર ગ્લનઇડશ ખીસકોલીની પ્રજાતિ છે. આ સુગર ગ્લાઇડર એક વૃક્ષ પરથી બીજી વૃક્ષ પર કુદીને જતી હોય ત્યારે તે ઉડતી હોય તેવું લાગે છે માટે તેને ઉડતી ખીલકોલી પણ કહેવામાં આવે છે. આ ખીસકોલી પ થી ૭ ફુટનું અંતર છલાંગ મારીને કાપી નાખે છે.

ઇગ્વાના કાચિંડો

Dsc 1213

ભારતનાં કાચિંડા જીવજંતુ ખાતા હોય છે. જયારે સેન્ટ્રલ આફ્રિકાના ઇગ્વાના (કાચિંડા) શુઘ્ધ શાકહારી હોય છે ટ્રેઇન્ડ ન હોય તો બટકુ ભરે છે. ખાસ કરીને સ્વ બચાવ માટે પુછડીનો રક્ષણ તરીકે ઉપયોગ કરે છે.તેની તાકાત એવી હોય છે કે બિલાડીને પણ ૬ ફુટ દુર ધકેલી શકે છે ઇગ્વાના ર ફુટથી ૬.૫ ફુટ સુધીના હોય છે.

આફ્રિકન બોલ પાઇથન (અજગર)

Afrcian

પાઇથનની વિવિધ પ્રજાતિઓમાં આફ્રિકન બોલ પાઇથનની એક પ્રજાતિ છે જે પ ફુટ સુધીની લંબાઇ ધરાવે છે. આ પાઇથનને ખોરાકમાં ઉંદર, નાના પક્ષીઓ વગેરેને જરુર પડે છે.

વિશેષ અહેવાલ અરૂણ દવે

સામાન્ય રીતે આપણે લોકોને ગાય, ભેંસ, બકરી અને શ્ર્વાન પાળતા જોઇએ છીએ. પરંતુ છેલ્લા ઘણા સમયથી હવે ટ્રેન્ડ બદલી રહ્યો છે. રંગીલા રાજકોટીયન્સ હવે લાખેણા પક્ષી અને પ્રાણીઓ પણ પાળી રહ્યા છે.રાજકોટનાં સાકિરભાઇ સૈયદ પેઢી પર પેઢી પ્રાણી-પક્ષીઓને પાળવાનો શોખ ધરાવે છે. તેમના પુત્ર અલીભાઇ સૈયદ પણ આ શોખનો એક અમુલ્ય હિસ્સો બનેલા છે. સૈયદ પરિવાર વિદેશી પક્ષી ઇગ્વાના અને પાયથન (અજગર)ને પોતાના પરિવારનો હિસ્સો માનીને તેને પાળી રહ્યા છે. પશુ-પક્ષી -પ્રાણી અંગેની વિશેષ માહીતી માટે સાકીર સૈયદ  મો. નં.  ૯૮૨૪૪ ૫૬૪૧૪ અને નાશીર સૈયદ ૭૯૭૭૨ ૦૭૬૯૫ ઉપક સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.