Abtak Media Google News

અમરેલી સમાચાર

ભારતના અમુક રજ્યોમાં કોરોનાએ ફરી વેગ પકડ્યો છે ત્યારે પૂર્વ તૈયારીના ભાગ રૂપે અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલ અને આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ,ડૉ આર.એમ.જીતિયાએ જણાવ્યું છે કે અગાઉ જે પ્રકારે કોરોનએ ભારત સહિત પૂરા વિશ્વમાં કોરીનાએ હાહકાર મચાવ્યો હતો ઘણા લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે ફરી લોરોનાની દસ્તકથી રાજ્ય હરમાં આરોગ્ય તંત્ર સાબદુ થયું છે જેને લઇ અમરેલીમાં પણ જિલ્લા આરોગ્ય વિભાગ અને હોસ્પિટલો દ્વારા મીટીંગો નો દોર શરૂ કરાયો છે.

કોરોનાની  તૈયારીના ભાગરૂપે અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ અને શાંતા બા જનરલ હોસ્પિટલ દ્વારા મોકડ્રીલ પણ કરવામાં આવી હતી . હાલ અમરેલી જિલ્લામાં કોઈ કેસ ની જાણકારી નથી પરંતુ સંભવિત દસ્તક ને લઈ અમરેલી મા પૂરતી વ્યવસ્થા ઉભી કરી દેવાઈ છે જેમાં હાલ ૧૦ આઇસીયુ સહિત 30 બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે તેમજ ઓક્સિજનની કોઈ અપૂરતીના સર્જાય તેની પણ પૂરતી કાળજી લેવામાં આવી છે , બે આર..ટી.જી.એસ મશીનો ચેકઅપ માટે રેડી છે , જરૂર પડશે ૨૦૦ કરતા પણ વધુ બેડ વ્યવસ્થા તાત્કાલિક થઈ શકે તેની અગાઉથી આયોજન પૂર્વક તૈયારી રાખવામાં આવી છે તેમજ દરરોજ ૨૦૦૦ ટેસ્ટ કરી કરી શકવાની ક્ષમતા હોસ્પિટલ દ્વારા કરી દેવાઈ છે.

વધુમાં જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના સી.એચ.સી., પી.એચ.સી., સબડિસ્ટ્રિક્ટ અને મેડિકલ કોલેજ સહિત તમામ આરોગ્ય કર્મચારીઓને તૈયાર રહેવા જણાવ્યું છે સાથે સાથે લોકોને પણ સરકારની ગાઇડલાઈન પ્રમાણે રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.  શંકાસ્પદ કેસ હોય તો તેને હોમ આઈસોલેટ કરી તાત્કાલિક તેની સારવાર કરવામાં આવે જેવી તમામ બાબતે પૂર્વ તૈયારી  ભાગરૂપે આરોગ્ય તંત્ર એલર્ટ છે .

પ્રદિપ ઠાકર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.