Abtak Media Google News

સાધવી રેપ કેસમાં 20 વર્ષની જેલમાં સજા કાપી રહેલા રામ રહીમની કહેવાતી દીકરી હનીપ્રીત વિશે પંચકૂલા પોલીસને અમુક ડોક્યુમેન્ટ્રી પ્રૂફ મળ્યા છે. પોલીસ તે વિશે તપાસ કરી રહી છે. પંચકૂલા પોલીસે વિપાસનાને પૂછપરછ માટે નોટિસ મોકલી હતી. વિપાસના આજે પંચકૂલાના સેક્ટર 23ના પોલીસ સ્ટેશન પહોંચી ગઈ છે અને ત્યાં બંનેને સામ-સામે બેસાડીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિપાસના હનીપ્રીતને પોલીસ સ્ટેશનમાં જોઈને તેને ગળે લાગીને રડી હતી.

એસઆઈટીએ ડેરાની ચેરપર્સન વિપાસના ઈંસાને હનીપ્રીતની સામે બેસાડી પૂછપરછ કરવા માટે 40 પ્રશ્નોનું એક લિસ્ટ તૈયાર કર્યું હતું. આ લિસ્ટમાં ડેરા અને રમખાણો વિશેના સવાલોનો સમાવેશ કરવામાં આવ્યા છે. આજે હવે હનીપ્રીતના 3 દિવસના રિમાન્ડ પૂરા થાય છે.

પહેલાં પોલીસે વિપાસનાને 10 ઓક્ટોબરે બોલાવી હતી. પરંતુ ત્યારે પણ તેણે મેડિકલ સર્ટિફિકેટ મોકલી દીધું હતું. તેણે અસ્થમાની ફરિયાદ કરી હતી.એસઆઈટીએ પણ તેનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો.શુક્રવારે પોલીસ પાસે હનીપ્રીતના રિમાન્ડનો છેલ્લો દિવસ છે. ત્યારપછી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી શકે છે. હનીપ્રીતને પોલીસે બે વાર રિમાન્ડ પર લીધી હતી. હવે તેને આજે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસને લાગે છે કે તેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી શકે છે.

હનીપ્રીતને સાથે લઈને પોલીસે ભઠિંડા અને ગુરુવારે મોડિયામાં રેડ કરી હતી. ત્યારપછી પોલીસને અહીંથી ડોક્યુમેન્ટ્રી પ્રૂફ મળ્યા છે. જોકે તે વિશે હજુ કોઈ ખુલાસો થયો નથી. આ ડોક્યુમેન્ટમાં રમખાણો, રૂપિયા અને 38 દિવસો સુધી ગાયબ રહી હોવાની વાત કરવામાં આવી છે.

પંચકૂલા પોલીસ વિપાસનાને પૂછપરછ માટે 40 સવાલોનું એક લિસ્ટ તૈયાર કર્યું છે. આ સવાલોમાં હનીપ્રીતના રમખાણોનું પ્લાનિંગ અને રમખાણો થયા તે વિશેના છે.
પોલીસનો હેતુ ડેરામાં હનીપ્રીતનો રોલ અને ત્યાં તેની પ્રવૃતિઓને જાણવાનો પણ છે. પોલીસ વિપાસનાને હનીપ્રીત ડેરામાં આવી ત્યારથી લઈને તે ફરાર થઈ તે વિશે પણ સવાલ કરવા માગે છે. પરંતુ વિપાસના પોલીસની આ યોજનાને નિષ્ફળ બનાવતી હોય તેવું લાગી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિપાસના હનીપ્રીતના પોલીસ રિમાન્ડ ચાલી રહ્યા છે ત્યાં સુધી પૂછપરછ માટે આવવા માગતી નથી. તેથી જ તેણે પોલીસને મેડિકલ રિપોર્ટ મોકલી દીધો છે.
હવે પોલીસ માટે એક સમસ્યા ઊભી થઈ ગઈ છે. કારણકે શુક્રવારે ત્રીજી વાર વિપાસનાને બોલાવામાં આવી છે અને આજે હનીપ્રીતના રિમાન્ડનો છેલ્લો દિવસ છે પંચકૂલા પોલીસ પાસે કોર્ટમાં કેસની મજબૂતી માટે દરેક કિસ્સામાં સવાલ-જવાબનું હોવું જરૂરી છે, પરંતુ હનીપ્રીતને અંબાલા જેલમાં કસ્ટડી માટે મોકલવામાં આવસે તો તેને પૂછપરછ માટે જેલથી અહીં લાવવી મુશ્કેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.