Abtak Media Google News

તા. ૧૯.૨.૨૦૨૪ સોમવાર, સંવંત ૨૦૮૦, મહા સુદ દશમ,

મૃગશીર્ષ નક્ષત્ર, વિષ્કુમ્ભ યોગ, વણિજ કરણ

આજે જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ) રહેશે.

મેષ (અ, લ, ઈ): સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય.

Advertisement

વૃષભ (બ, વ, ઉ): આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા નાણાં  કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે.

મિથુન (ક, છ, ઘ): કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. સામાજિક રીતે તમારા અભિપ્રાયનું મૂલ્ય વધે.

કર્ક (ડ, હ): આજના દિવસે વાદ વિવાદથી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું, સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય.

સિંહ (મ,ટ): આજના દિવસે આકસ્મિત લાભ થાય, જુના મિત્રોને મળવાનું બને, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

કન્યા (પ, ઠ, ણ): વેપારીવર્ગને લાભદાયક દિવસ છે,  સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે, વિદ્યાર્થીવર્ગ માટે પણ સારું રહે.

તુલા (ર, ત): આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો, ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃદ્ધિ થાય.

વૃશ્ચિક (ન, ય): અગાઉની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, કાર્યને પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ.

ધન (ધ, ભ, ફ, ઢ): સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારું રહે, લોક્ચાહનામાં વૃદ્ધિ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

મકર (ખ, જ): આજના દિવસે તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.

કુંભ (ગ, સ, શ): પ્રણય માર્ગે આગળ વધી શકો, સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

મીન (દ, ચ, ઝ, થ): દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો, તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

 

-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.