Abtak Media Google News

તા. ૨૪.૩.૨૦૨૪ રવિવાર ,સંવંત ૨૦૮૦ ફાગણ સુદ ચતુર્દશી , પૂર્વાફાલ્ગુની નક્ષત્ર, વિષ્ટિ કરણ

આજે જન્મેલાંની ચંદ્રરાશિ કન્યા (પ ,ઠ ,ણ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : સીધી સરળ વાતથી કાર્ય નહિ બને એ માટે કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.

વૃષભ (બ,વ,ઉ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. લાગણીના સંબંધોમાં સારું રહે.

મિથુન (ક,છ,ઘ) : તમારા અંતરંગ શોખ માટે સમય કાઢી શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.

કર્ક (ડ,હ) : ગણતરીપૂર્વકના સાહસ થી લાભ થશે, નવા કાર્યમાં આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.

સિંહ (મ,ટ) : બેન્ક વીમા વગેરે કાર્ય કરીશ શકો, આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.

કન્યા (પ ,ઠ ,ણ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવા વિચારોથી લાભ થાય ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય. અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

વૃશ્ચિક (ન ,ય) : જીવનમાં પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, નવા વિચાર થી મન સારું રહે ,પરિવાર સાથે આનંદ માણી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ ):વેપારી વર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.

મકર (ખ,જ) : ગુરુકૃપા થી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.

કુંભ (ગ ,સ,શ) : બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

મીન (દ,ચ,ઝ,થ): પ્રણયમાર્ગે ચાલનારા માટે મધ્યમ કહી શકાય, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,સુંદર દિવસ.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

ગ્રહણ તથા શનિ મંગળ યુતિ વચ્ચે મોસ્કોમાં મોટો હુમલો થયો છે.

અગાઉ અત્રે લખ્યા મુજબ જેમ જેમ ગ્રહણ નજીક આવતું જાય છે તેમ તેમ ઘટનાક્રમ તેજ થાય છે અને ગ્રહણ તથા શનિ મંગળ યુતિ વચ્ચે મોસ્કોમાં મોટો હુમલો થયો છે તો ઘરઆંગણે પણ બહુ મોટા ઉલટફેર ચાલી રહ્યા છે અને રાજનીતિ તેના નવા આયામમાં પહોંચી છે અને અકસ્માતોની સંખ્યા વધી છે જે અત્રે જણાવી ગયો છું તો અગાઉ લખ્યા મુજબ સૂર્ય મીન માં આવતા સરકારની વિવિધ એજન્સીઓ હરકતમાં આવી છે અને ખાસ કરીને આર્થિક અને ટેક્સની બાબતો પર વિશેષ નિગરાની રાખી રહી છે. ૨૫ માર્ચના રંગોત્સવ ધુળેટી પર આવી રહેલું ગ્રહણ કન્યા રાશિ અને ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં થઇ રહ્યું છે. ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના સ્વામી સૂર્ય મહારાજ બને છે જે રાહુ કેતુના વિરોધી છે માટે આ નક્ષત્રમાં ગ્રહણ વધુ ઉગ્રતા પકડે છે માટે કન્યા રાશિ અને તુલા રાશિ તથા કુંભ રાશિના જાતકોએ વિશેષ કાળજી રાખવી પડે જો કે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી તેથી પાળવાનું નથી પરંતુ તેની દૂરગમી અસરો વિશેષ જોવા મળશે વળી દેશ વિદેશની મુખ્ય ઘટનાઓ પર તેની વિશેષ અસર જોવા મળશે તથા સરકારો કેટલીક બાબતમાં કડક પગલાં લેતી જોવા મળશે જો કે ગ્રહણમાં સાથે બુધ મહારાજ હોવાથી મુદ્રાની સ્થિતિમાં ગિરાવટ જોવા મળી છે જેની અસર આગામી એક માસ સુધી રહેશે.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.