Abtak Media Google News

તા. ૩૧.૧૦.૨૦૨૩ મંગળવાર  ,સંવંત ૨૦૭૯ આસો  વદ ત્રીજ, રોહિણી  નક્ષત્ર, વરિયાન  યોગ,વણિજ કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ  વૃષભ (બ,વ,ઉ)  રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો. નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે.

વૃષભ (બ,વ,ઉ) : સવારથી તમારા મનમાં અનેક નવા કાર્યની સૂચિ આવી શકે છે અને તમે તમારા પ્રયત્નથી તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે.

મિથુન (ક,છ,ઘ) : ગોચર ગ્રહો મુજબ જોઈએ તો બારમે ચંદ્રમા મનને થોડું દ્વિધામાં રાખે છે વળી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે ,આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

કર્ક (ડ,હ) : થોડા સમયથી તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશો પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ લાભદાયક રહે.

સિંહ (મ,ટ) :  જે મિત્રો વ્યવસાય બાબતે પરેશાન થાય છે તેમને રસ્તો મળતો જોવા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે. દિવસ લાભદાયક રહે.

કન્યા (પ ,ઠ ,ણ ) : આજના દિવસે તમારે મન પાસેથી ઘણું કામ લેવાનું રહેશે ,પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે,આગળ વધવાની તક મળે.

તુલા (ર,ત) : પ્રણયમાર્ગે ચાલનારા માટે સારા સમાચાર આવી શકે ,વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,દિવસ ખુશનુમા વીતે .

વૃશ્ચિક (ન ,ય ) : નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે ,ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા  મિત્રો માટે સારી તક આવે,પ્રગતિ થાય.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): અંગત વ્યક્તિ સાથે મતભેદ થઇ શકે છે વળી હિતશત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

મકર (ખ ,જ ) : વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન. યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી બનશે.

કુંભ (ગ ,સ,શ ) :   આજના દિવસે તમારા રસના વિષયો માં આગળ વધી શકો વળી નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.

મીન (દ ,ચ ,ઝ ,થ): આજના દિવસે તમે બનાવેલા સબંધો તમને કામ લાગશે ,ભાઈ ભાંડુ સુખ સારું રહે,અંગત મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.

— પ્રકૃતિ રૌદ્ર મુદ્રામાં માનવજાતને કૈંક સંદેશ આપવા માંગે છે

અત્રે લખ્યા મુજબ બે ગ્રહણ અને રાહુ કેતુ રાશિ પરિવર્તનની અસર તળે કેરળમાં અને કાશ્મીરમાં આતંકી ઘટનાઓ ઘટવા પામી છે તો ઇઝરાયેલ યુદ્ધ તેના બીજા તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે વળી અકસ્માતોની હારમાળા અને હવાઈજહાજ અકસ્માત પણ સામે આવી રહ્યા છે જેમાં આંધ્રપ્રદેશ ટ્રેન દુર્ઘટના અને એમેઝોન જંગલમાં પ્લેન ક્રેશ મુખ્ય છે વળી આ સમયમાં આત્મઘાતના અને ક્રૂર હત્યાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે જે આગામી એક માસ વધુ ભારે દર્શાવે છે! રાહુ કેતુ આજે રાશિ પરિવર્તન કરી રહ્યા છે જયારે શનિ મહારાજ ૪ નવેમ્બરના માર્ગી થઇ રહ્યા છે જે રાહતની વાત છે વળી રાહુના રાશિ પરિવર્તનની સાથે ચાંડાલ યોગ સમાપ્ત થાય છે જે પણ રાહતના સમાચાર છે પરંતુ હજુ પણ આપણે આગામી દોઢ માસ જેટલો સમય ઝડપી ઘટનાક્રમ અને આતંકી ગતિવિધિ જોવાની રહેશે જો કે આપણી સેના અને અન્ય દેશમાં આતંકી ગતિવિધિને મુંહતોડ જવાબ આપવામાં આવશે તેમાં શંકાને સ્થાન નથી  પરંતુ વિશ્વમાં હજુ કોઈને કોઈ રીતે અશાંતિનો માહોલ જોવા મળશે. પરિવર્તનના આ વર્ષોમાં પ્રકૃતિ પણ કરવટ બદલી રહી છે અને રૌદ્ર મુદ્રામાં માનવજાતને કૈંક સંદેશ આપવા માંગે છે જે આપણે સમજી ને પણ ના સમજ બની જઈએ છીએ!!

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.