Abtak Media Google News

તા. ૨૩ .૪.૨૦૨૪ મંગળવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર સુદ પૂનમ, ચિત્રા  નક્ષત્ર, વજ્ર  યોગ, વિષ્ટિ   કરણ આજે સવારે ૯.૧૮ સુધી  જન્મેલાંની ચંદ્રરાશિ  કન્યા (પ ,ઠ ,ણ) ત્યારબાદ તુલા (ર,ત) રહેશે.

મેષ (અ,લ,ઈ) : તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય,જાહેરજીવનમાં સારું રહે. એક સાથે ઘણા લોકોને મળવાનું થાય.

વૃષભ (બ,વ,ઉ) : કામકાજમાં  વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે,બેચેની જેવું લાગ્યા કરે , મધ્યમ દિવસ.

મિથુન (ક,છ,ઘ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.

કર્ક (ડ,હ)  : તમામ ભૌતિક સુખ સગવડ મળે,દિવસ આરામદાયક રહે.સ્ત્રીવર્ગને સારું રહે. વેપારીવર્ગને મધ્યમ.

સિંહ (મ,ટ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો. ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.

કન્યા (પ ,ઠ ,ણ ) : તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય,લોકો તમારી સલાહ માને અને આદર આપે , આગળ વધી શકો.

તુલા (ર,ત) :  તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,કલા સંસ્કૃતિમાં રસ લઇ શકો ,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

વૃશ્ચિક (ન ,ય ) : ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,અન્યની મદદ થી કાર્ય પૂર્ણ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

મકર (ખ ,જ ) : કામકાજ માં સફળતા મળે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.

કુંભ (ગ ,સ,શ ) :અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,પ્રગતિ થાય.

મીન (દ ,ચ ,ઝ ,થ):માનસિક ટેન્શન રહ્યા કરે,કામ માં રુકાવટ આવતી જોવા મળે, અણધાર્યા પ્રશ્નો નું નિરાકરણ કરવામાં સમય વીતે.

–જય હનુમાન જ્ઞાન ગુન સાગર

આજરોજ ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિ છે. હનુમાન જયંતિ મંગળવારે આવી રહી છે તેથી તેનું વિશેષ મહત્વ છે કેમ કે હનુમાનજી બળ બુદ્ધિ વિદ્યાના દેવ છે અને મંગળ સેનાપતિ છે વળી હનુમાનજી શૌર્ય દર્શાવે છે જીવનમાં નીડરતા પ્રાપ્ત કરવા માટે હનુમાનજીની આરાધના જરૂરી છે વળી વિદેશ ગમન માટે હનુમાન આરાધના શ્રેષ્ઠ પરિણામ આપે છે તો કોર્ટ કચેરીમાં પણ હનુમાન આરાધના વિશેષ ફળદાયી રહે છે મારા વર્ષોના જ્યોતિષ અનુભવમાં મેં જોયું છે કે જે મિત્રોને જન્મકુંડળીમાં કારાવાસ યોગ બનતો હોય છે તેમને હનુમાનજીની આરાધનાથી તેમાંથી છુટકારો મળે  છે આ માટે હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ અમોઘ શાસ્ત્ર છે તો બજરંગબાણ અને હનુમાન વડવાનલ સ્તોત્ર શત્રુનાશ માટે ઉત્તમ પરિણામ આપે છે. બાળકોમાં જયારે ભય વધુ લાગતો હોય ત્યારે તેમને હનુમાન ચાલીસ કંઠસ્થ કરાવવા જોઈએ. આ વર્ષે ચૈત્રી પૂનમ એટલે હનુમાન જયંતિ મંગળવારે હોય સર્વ સુખાકારી માટે લાલ રંગની ધજા હનુમાન મંદિર પર ચડાવવી જોઈએ અને સંકેત રૂપે ઘર ઉપર પણ રાખી શકાય! ધજા પ્રયોગ થી મંગળ,કેતુ અને શનિ જેવા ગ્રહોની અશુભ અસર દૂર કરી શકાય છે અને જીવનમાં વિજય પ્રાપ્ત કરી શકાય છે. ભક્તિ અને સમર્પણની ભાવના હનુમાન આરાધનાથી પ્રાપ્ત કરી શકાય છે અને જીવનમાં નીડરતાનું ઉદાહરણ પૂરું પડી શકાય છે !

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી—- ૭૯૯૦૫૦૦૨૮૨

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.