Abtak Media Google News

તા. ૧ .૧૨.૨૦૨૩ શુક્રવાર  ,સંવંત ૨૦૮૦, કારતક વદ ચોથ , પુનર્વસુ  નક્ષત્ર, શુક્લ  યોગ, કૌલવ  કરણ આજે સવારે ૧૦.૧૫ સુધી   જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ)  ત્યારબાદ કર્ક (ડ,હ)   રહેશે.

મેષ (અ,લ,ઈ) : પ્રોપર્ટી અંગે યોગ્ય  નિર્ણય લઇ શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.

વૃષભ (બ,વ,ઉ) : નવા કાર્યમાં આગળ વધી શકો , સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.

મિથુન (ક,છ,ઘ) :  ભાગીદારી માં કાળજી રાખવી પડે , આર્થિક બાબતોમાં મધ્યમ રહે,અન્ય બાબતો માં સારું રહે.

કર્ક (ડ,હ)    : તમારા ખુદ માટે સમય કાઢી શકો, તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

સિંહ (મ,ટ) : કેટલાક એવા બનાવ બને કે  દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા અને ઉશ્કેરાટ   રહે,સાંજ ખુશનુમા વીતે.

કન્યા (પ ,ઠ ,ણ) : ગણતરી વિનાના સાહસ ના કરવા સલાહ છે આવક  કરતા જાવક વધી ના જાય તે જોવું,હિસાબ રાખવો.

તુલા (ર,ત)  અગાઉ ના સમયમાં તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, કર્મના સિદ્ધાંત ને સમજી શકો , શુભ દિન.

વૃશ્ચિક (ન ,ય) : ઇષ્ટદેવની આરાધના થી લાભ થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.

ધન (ધ,ભ,ફ,ઢ ): દિવસ દરમિયાન દોડધામ રહે , સાંજ પછી નસીબ સાથ આપતું જણાય,અંગત મિત્રો સાથે  મતભેદ દૂર કરી શકો.

મકર (ખ,જ) : જાહેરજીવનમાં ધ્યાન આપી શકો, આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.

કુંભ (ગ ,સ,શ) :હિત શત્રુઓ થી સાવધ રહેવું,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું, વ્યક્તિગત દેખરેખ થી કામ કરવું.

મીન (દ,ચ,ઝ,થ): પ્રણય માર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિ થી વાતચીત  થાય, મનની વાત વ્યક્ત કરી શકો.

–તુલામાં શુક્રનો પોતાનો એક ચળકાટ છે

બુધ મહારાજ ગુરુની રાશિ ધન માં આગળ વધી રહ્યા છે જે અભ્યાસની નવી નવી દિશા ઈંગિત કરે છે! શુક્ર મહારાજ તુલા રાશિમાં પહોંચી ચુક્યા છે.કલા- શૃંગાર, ભોગ- વિલાસના સ્વામી શુક્ર તુલામાં સ્વગૃહી બને છે અને જીવન જીવવાનો નવો વૈભવ પૂરો પાડે છે. કન્યા રાશિમાં કેતુ સાથે યુતિ પૂર્ણ થયા બાદ તુલામાં તે પોતાની રીતે પોતાની કલા બતાવી શકે છે માટે આ પખવાડિયું કલા, કલાકારો, સીને જગત, સંગીત,નૃત્ય,પેઇન્ટિંગ, ફેશન બિઝનેસ, શો બિઝનેસના નામે રહેશે. આ સમયમાં લક્સરીએસ કારનું વેચાણ પણ સારું રહેશે વળી લોકો વધુ વૈભવી મકાન અને ફ્લેટ પર પસંદગી ઉતારતા જોવા મળશે. તુલાએ લગ્નની રાશિ છે વળી લગ્નની સીઝન પણ શરુ થઇ રહી છે જેથી આ સમયમાં ચર્ચામાં રહે તેવા વૈભવી લગ્નો થતા જોવા મળશે. તુલા એ જાહેરજીવનની રાશિ છે મેળાવડાની રાશિ છે માટે આ સમયમાં જાહેરજીવનમાં પણ મોટા ફંક્શનો અને મેળાવડા થતા જોવા મળે અને સારી સારી જાણીતી હસ્તીઓ વિવાહના બંધનમાં બંધાતી જોવા મળે. તુલામાં શુક્રનો પોતાનો એક ચળકાટ છે જે વ્યક્તિ,ઘટના કે પ્રસંગને ચમકાવે છે વળી સાચી કલા અને કૌશલ્યને બહાર લાવે છે જે આ સમયમાં ઘણા ક્ષેત્રોમાં જોવા મળશે! રહસ્યમય જળતત્વની રાશિ વૃશ્ચિકમાં સૂર્ય અને મંગળનો અંગારક યોગ ચાલી રહ્યો છે સેનાપતિ મંગળ અને રાજા સૂર્ય ગુપ્ત રીતે નવી યોજનાઓ આ સમયમાં ઘડી રહ્યા છે જે હિલચાલ થોડા સમયમાં જ વિશ્વ સમક્ષ આવતી જોવા મળશે વળી ઘણા રાજ્યો કે દેશમાં આંદોલન કે આંતરવિગ્રહ જેવી સ્થિતિ જોવા મળે અને રાજનીતિમાં પણ નવા સમીકરણ બનતા જોવા મળશે જયારે વિશ્વ ફલક પર હજુ શાંતિ પ્રક્રિયામાં સમય લાગતો જોવા મળે.

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.