Abtak Media Google News

તા. ૨.૧૧.૨૦૨૩ ગુરુવાર  ,સંવંત ૨૦૭૯ આસો  વદ પાંચમ, આર્દ્રા  નક્ષત્ર, શિવ  યોગ,કૌલવ  કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ) રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : તમારા રસ-રુચિમાં આગળ વધી શકો ,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

વૃષભ (બ,વ,ઉ) : પરિવાર માટે વિચારવા નો સમય મળે, સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો,દિવસ પ્રગતિકારક રહે.

મિથુન (ક,છ,ઘ) : તમારા વ્યક્તિત્વને નિખાર આપી શકો, અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો,આનંદ દાયક દિવસ.

કર્ક (ડ,હ)  : માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે,દિવસ એકંદરે સારો રહે.

સિંહ (મ,ટ) :  નજીક ના સ્થળોએ જવા આવવાનું થાય, નવા લોકો સાથે મળવાનું બને,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

કન્યા (પ ,ઠ ,ણ ) : કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકો,  પરિવાર સાથે સમય વિતાવી શકો,આનંદ માણી શકો ,શુભ દિન.

તુલા (ર,ત) : લાંબા  સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય,કામ માં સફળતા મળે.

વૃશ્ચિક (ન ,ય ) : જીવનમાં પરિવર્તન ની શરૂઆત થતી જોવા મળે, મનોમંથન કરી શકો,પોઝિટિવ વિચારો થી લાભ થાય.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): જુના પ્રશ્નોનો હલ કરી શકો, તમારા અંદરૂની મામલા નિપટાવી શકો,દિવસ સફળ રહે.

મકર (ખ ,જ ) :  વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે સમય વિતાવવો, કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે,વાણી માં સંયમ રાખવો.

કુંભ (ગ ,સ,શ ) : વિદેશ જવા ઇચ્છતા મિત્રોને સારું રહે, વિદ્યાર્થીવર્ગને સારું રહે,ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.

મીન (દ ,ચ ,ઝ ,થ): શત્રુઓ પર વિજય મેળવી શકો ,કોર્ટ કચેરીમાં રાહત મળે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

ગોચર ગ્રહો મુજબ કેતુ મહારાજ સંદેશ વ્યવહારના સ્વામી બુધના ઘરમાં આવવા સાથે સંદેશ વ્યવહાર પર જાસૂસી બાબતે મામલો ગરમ થઇ રહ્યો છે! આમ પણ રાહુ મહારાજ પ્રભાવી થતા અત્રે લખ્યા મુજબ કંપનીઓ પણ પોતાના લાભ માટે વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરે છે અને કોઈ ને કોઈ રીતે આપણો ડેટા જે તે જગ્યા એ પહોંચતો હોય છે!! હાલ ગ્રહ ગોચરના લીધે વિશ્વમાં અશાંતિનો માહોલ છે અને ઇતિહાસ જોઈએ તો ખ્યાલ આવે કે કેટલાક દેશ સદીઓથી લડાઈનો શિકાર બનતા આવ્યા છે. ઇઝરાયેલ પણ દાયકાઓથી લડાઈનો ભોગ બનતું આવ્યું છે કેમ કે તેની કુંડળીમાં આઠમે મંગળના ઘરનો રાહુ છે અને મંગળ બારમે છે!!  ઇઝરાયેલ ગમે તેટલી વાર મેદાન ચોખ્ખું કરવા નીકળે પણ તેને સતત ષડયંત્ર અને ગોરીલા યુદ્ધનો સામનો કરવો પડે!!  ભારતમાં પણ કાશ્મીર પ્રદેશમાં આપણે જોઈએ છીએ કે દાયકાઓ થી ભારેલો અગ્નિ છે અને અત્યારે પણ ત્યાં કોઈ ને કોઈ આતંકી ગતિવિધિ શરુ જ હોય છે! અત્રે લખ્યા મુજબ મહારાષ્ટ્ર સહીત અનેક રાજ્યમાં આંદોલન કે એક ય બીજી રીતે અશાંતિનો માહોલ શરુ થયો છે જે બહુ જલ્દી પૂર્ણ થાય એમ નથી અને આ ઘટનાઓ નવા સમીકરણને જન્મ આપનારી બનશે!

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.