Abtak Media Google News

તા. ૧૨ .૪.૨૦૨૪ શુક્રવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર સુદ ચોથ, રોહિણી   નક્ષત્ર, સૌભાગ્ય  યોગ, બવ   કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ  વૃષભ (બ,વ,ઉ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો. નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે.

વૃષભ (બ,વ,ઉ) : સવારથી તમારા મનમાં અનેક નવા કાર્યની સૂચિ આવી શકે છે અને તમે તમારા પ્રયત્નથી તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે.

મિથુન (ક,છ,ઘ) : ગોચર ગ્રહો મુજબ જોઈએ તો બારમે ચંદ્રમા મનને થોડું દ્વિધામાં રાખે છે વળી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે ,આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

કર્ક (ડ,હ)  : થોડા સમયથી તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશો પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ લાભદાયક રહે.

સિંહ (મ,ટ) :  જે મિત્રો વ્યવસાય બાબતે પરેશાન થાય છે તેમને રસ્તો મળતો જોવા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે. દિવસ લાભદાયક રહે.

કન્યા (પ ,ઠ ,ણ ) : આજના દિવસે તમારે મન પાસેથી ઘણું કામ લેવાનું રહેશે ,પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે,આગળ વધવાની તક મળે.

તુલા (ર,ત) : પ્રણયમાર્ગે ચાલનારા માટે સારા સમાચાર આવી શકે ,વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,દિવસ ખુશનુમા વીતે .

વૃશ્ચિક (ન ,ય ) : નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે ,ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા  મિત્રો માટે સારી તક આવે,પ્રગતિ થાય.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): અંગત વ્યક્તિ સાથે મતભેદ થઇ શકે છે વળી હિતશત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

મકર (ખ ,જ ) : વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન. યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી બનશે.

કુંભ (ગ ,સ,શ ) :   આજના દિવસે તમારા રસના વિષયો માં આગળ વધી શકો વળી નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.

મીન (દ ,ચ ,ઝ ,થ): આજના દિવસે તમે બનાવેલા સબંધો તમને કામ લાગશે ,ભાઈ ભાંડુ સુખ સારું રહે,અંગત મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.

–નાસાએ ચંદ્ર પર ચંદ્રને ચક્કર લગાવતા એક યાનનો ફોટો લીધો છે

અત્રે લખ્યા મુજબ કેટલીક અલૌકિક ઘટનાઓ સામે આવી રહી છે અને વૈજ્ઞાનિક તથ્ય સાથે હવે અન્ય ગ્રહ પર જીવન છે તે વિજ્ઞાન પણ અનુભવે સમજી રહ્યું છે! આપણા શાસ્ત્રમાં અનેક લોકના વર્ણન છે તે મુજબ નાસાએ ચંદ્ર પર ચંદ્રને ચક્કર લગાવતા એક યાનનો ફોટો લીધો છે જે નવી દુનિયા સાથે મુલાકાતનું પદાર્પણ કહી શકાય!! તો બીજી તરફ અત્રે લખ્યા મુજબ આતંકીઓ સક્રિય બન્યા છે વળી કેટલીક એજન્સીઓ અન્ય દેશમાં પણ રહસ્યમય રીતે આતંકી ગતિવિધિ કરતા તત્વોને ઝેર કરી રહી છે જે વિષે જણાવી ચુક્યો છું!!! ચૈત્રી નવરાત્રીનું આજે ચોથું નોરતું છે. ચોથા નોરતે માં કુષ્માંડાની સાધના કરવામાં આવે છે. માં  કુષ્માંડા એ પોતાના હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી, તેથી જ તેમને સૃષ્ટિની મૂળ શક્તિ તરીકે પરા શક્તિ  ઓળખવામાં આવે છે. કુષ્માંડા માતાનું સ્વરૂપ ખૂબ જ શાંત, ઊંડું અને રહસ્યમય  છે. તેમની આઠ ભુજાઓ છે જેથી તેઓ અષ્ટભુજા તરીકે પૂજાય  છે. તેમના હાથમાં કમંડલ, ધનુષ્ય, બાણ, કમળ-પુષ્પ, અમૃત ભરેલું કલશ, ચક્ર અને ગદા તથા માળા છે જે બધી સિદ્ધિઓ આપનાર છે અને  તેમનું વાહન સિંહ છે. બ્રહ્માંડના રહસ્યો બ્રહ્માંડની ઉત્પત્તિ સમજવા માટે અને અલગ અલગ લોક વિષે સમજવા માટે માતાની આરાધના જરૂરી બને છે જયારે ગર્ભ ધારણ કરવામાં મુશ્કેલીઓ આવતી હોય ત્યારે માતા કુષ્માંડાની આરાધના ફળદાયી નીવડે છે.

—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી —- ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.