Abtak Media Google News

તા. ૧૦.૭.૨૦૨૩ સોમવાર, સંવંત ૨૦૭૯ અષાઢ વદ આઠમ, રેવતી  નક્ષત્ર, અતિ.   યોગ, બાલવ    કરણ આજે સાંજે ૬.૫૯ સુધી   જન્મેલાંની ચંદ્રરાશિ મીન (દ,ચ,ઝ,થ) ત્યારબાદ મેષ (અ,લ,ઈ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો,દિવસ લાગણી સભર રહે .

વૃષભ (બ,વ,ઉ) : તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.

મિથુન (ક,છ,ઘ) : કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

કર્ક (ડ,હ : નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ,પ્રગતિ થાય.

સિંહ (મ,ટ) : તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંશા મળે, શુભ દિન.

કન્યા (પ,ઠ,ણ) : અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,દિવસ એકંદરે સારો રહે.

તુલા (ર,ત) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.

વૃશ્ચિક (ન,ય) : કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે,ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.

ધન (ધ,ભ,ફ,ઢ): વિવાlહયોગ્ય મિત્રો માટે શુભ સમય,સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.

મકર (ખ,જ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.

કુંભ (ગ,સ,શ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે,નોકરિયાતને મડયં રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

મીન (દ,ચ,ઝ,થ): સામાજિક કૌટુંબિક કાર્ય થાય,પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.