Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):

સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. હવામાનમાં ફેરફાર તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ સુખદ રહેવાનો છે. ઉતાવળ કરવાનું ટાળો. પરિવાર સાથે આનંદમય સમય પસાર થશે.  તમે તમારા આત્મવિશ્વાસ અને મનોબળની મદદથી કોઈ ખાસ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત તમારી આર્થિક સ્થિતિને વધારે સારી જાળવી રાખશે. થોડી નવી યોજનાઓ ઉપર ગંભીરતાથી વિચાર કરો

વૃષભ રાશિફળ (Taurus):

દિવસ લાભ અપાવનારો છે, રિસ્ક લેવાથી લાભ થશે. ધીરજ અને સૌમ્ય વર્તનથી સમસ્યાઓને ઉકેલી શકાય છે. તકલીફમાં પડેલા વ્યક્તિને મદદ કરવાની તક મળશે. તમે તમારી દિનચર્યાને લગતી ગતિવિધિઓથી અલગ કોઈ ખાસ વાતને ઊંડાણપૂર્ણક જાણવાની કોશિશ કરશો. જેથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે અને માન-સન્માનમાં પણ વધારો થશે.

મિથુન રાશિફળ (Gemini):

મહત્વપૂર્ણ નિર્ણયો પેન્ડિંગ ન રાખો. શુભેચ્છકોની યોગ્ય સલાહને માન આપો. આર્થિક બાબતોમાં સક્રિયતા લાવો. જો તમે સુમેળથી કામ કરશો તો અણધાર્યો ધનલાભ થઈ શકે છે. તમારા બજેટનું ધ્યાન રાખો અને સમજદારીપૂર્વક ખર્ચ કરો. ઘરની સુખ-સુવિધાઓને લગતી ખરીદદારીમાં પરિવાર સાથે સમય પસાર થશે. અધ્યાત્મ સાથે જોડાયેલાં કાર્યોમાં ખાસ રસ રહેશે. જો વારસાગતને લગતો કોઈ મામલો અટવાયેલો છે, તો તેને કોઈની દખલ દ્વારા ઉકેલવા માટે યોગ્ય સમય છે.

કર્ક રાશિફળ (Cancer):

અજાણ્યા લોકો સાથે વાત કરતી વખતે સાવચેત રહો. અજાણ્યાની સલાહ પર રોકાણ ન કરો નહીં તો નુકસાન થશે. તમારી આસપાસના લોકો સાથે ઝગડો થઈ શકે છે. ઘરમાં કોઈ સારા પ્રસંગની ચર્ચા થઈ શકે છે. પરિવારમાં અનુશાસનનું વાતાવરણ રહેશે. તમારા કામ સાથે-સાથે વ્યક્તિગત રસ ઉપર પણ ધ્યાન આપો. આવું કરવાથી તમારી અંદર એક નવી ઊર્જાનો સંચાર થશે.

સિંહ રાશિફળ (Leo):

આ દિવસે પાર્ટનરશીપમાં કરવામાં આવેલ વ્યાપારમાં ઘણો ફાયદો થશે. આજે તમારી પાસે રોજિંદા કામકાજને પાર પાડવાની સારી તક છે. એટલું જ નહીં, આજે તમારે તમારા બાળકની બાબતમાં કોઈ મોટો નિર્ણય લેવો પડી શકે છે. તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. બદલાતા પરિવેશના કારણે તમે તમારી કાર્યપ્રણાલીમાં જે પરિવર્તન કર્યું છે તે ફાયદો આપશે. વીમા તથા અન્ય કાર્યોમાં રૂપિયાનું રોકાણ ઉત્તમ રહેશે.

કન્યા રાશિફળ (Virgo):

આજનો દિવસ ઘણો સફળ રહેશે. કામના સ્થળે વર્તન-વ્યવહારના તમામ વિવાદો આજે ઉકેલાઈ શકે છે. નવા પ્રોજેક્ટ પર પણ કામ શરૂ થઈ શકે છે. પ્રોપર્ટીના વિવાદોમાં પરિવાર અને આસપાસના લોકો થોડી મુશ્કેલી ઉભી કરવાનો પ્રયાસ કરશે.  છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનું સમાધાન મેળવવામાં તમે સફળ રહેશો. તમારા મિત્રો અને ગુરુજનોના સાનિધ્યમાં પણ સારો સમય પસાર થશે. વિદ્યાર્થીઓ તથા યુવાઓને સ્પર્ધાનું પરિણામ તેમના પક્ષમાં મળી શકે છે.

તુલા રાશિફળ (Libra):

ભાગ્ય તરફેણમાં રહેશે. કારકિર્દી અને વ્યવસાયમાં આગળ વધો. તમારો નફો અને પ્રભાવ વધશે. સૌર સાથે લઈને ચાલો. નેતૃત્વ અને સંચાલનની આવડત વધશે. સહકર્મીઓ સાથીદાર બનશે. જોખમ લેવાની માનસિકતા વધશે. તમારા સખત પ્રયાસ ફળ લાવશે. બાળકો તરફથી તેમના કરિયરને લગતા શુભ સમાચાર મળવાથી પ્રસન્નતા રહેશે. ઘરમાં નજીકના સંબંધીઓ આવી શકે છે. કોઈ ખાસ મુદ્દે ચર્ચા-વિચારણાં પણ થશે. લાભદાયક યાત્રાના પણ યોગ છે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

આજે કેટલીક નવી યોજનાઓ આવશે જેનાથી ધન લાભ થશે. કાર્યમાં તમારાથી સિનિયર વ્યક્તિનો સહયોગ લેવાનો પ્રયાસ કરો. વડીલોનું સન્માન કરો, પારિવારિક મુદ્દાઓ પર પણ વાતચીત કરવી. ગ્રહ ગોચર અનુકૂળ છે. તમે કોઈપણ કામ કરતા પહેલાં તેની સંપૂર્ણ યોજના તથા સ્વરૂપ બનાવવું તમારા કાર્યમાં થતી ભૂલને અટકાવશે. બાળકોના કરિયરને લગતી કોઈ સૂચના મળવાથી ઘરમાં પ્રસન્નતાભર્યું વાતાવરણ રહેશે.

ધન રાશિફળ (Sagittarius):

આર્થિક રીતે આજનો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે. આજે તમને દિવસભર ફાયદાકારક તકો મળશે. તેમજ આજે તમે ખૂબ જ સક્રિય રહેશો. પરિવારમાં શાંતિ અને સુખ આનંદ માણો.  પરિવારના વડીલો પ્રત્યે સેવાભાવ રાખવો તથા તેમના માર્ગદર્શનને જીવન અપનાવવું તમારા માટે ભાગ્યોદયકારક સાબિત થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું ખાસ ધ્યાન રહેશે.

મકર રાશિફળ (Capricorn):

આજે તમે જે પણ કામ મન લગાવીને કરશો તેનું ફળ તમને તરત જ મળી શકે છે. સમજી વિચારીને કામ કરો. પૈસાનું નુકસાન થઇ છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂર લો. તમને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. તમે તમારી પ્રતિભા અને ઊર્જા દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સમર્થ રહેશો. ખાસ કરીને મહિલા વર્ગ માટે સમય અનુકૂળ રહેશે. લાભની પ્રાપ્તિ સાથે-સાથે ઉત્સાહ ઊર્જાનો સંચાર થશે.

કુંભ રાશિફળ (Aquarius):

આજે તમારું મન થોડું વિચલિત રહી શકે છે. તણાવ દૂર કરવા માટે તમે નાના પ્રવાસ પર પણ જઈ શકો છો. આર્થિક પ્રગતિની સંભાવના છે. તમે પરિવાર સાથે પૂરો સમય પસાર કરશો. તમે તમારી બૌદ્ધિક ક્ષમતાના બળે થોડા એવા પોઝિટિવ પરિણામ પ્રાપ્ત કરશો કે તમને તમારા ઉપર ગર્વ અનુભવ થશે. જો કોઈ જગ્યાએ રૂપિયા અટવાયેલાં છે તો તેની વસૂલી કરવાનો પણ યોગ્ય સમય છે.

મીન રાશિફળ (Pisces):

આજના દિવસે સાવધાન રહો. વેપારમાં કોઈ મોટું જોખમ ન લેવું, નુકસાન થવાની શક્યતા છે. કેટલાક લોકોને પોતાના માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહેશે. મનોરંજનને લગતા કાર્યોમાં સમય પસાર થશે. વારસાગત સંપત્તિને લગતો કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તેને ઉકેલવા માટે સમય યોગ્ય છે. રચનાત્મક કાર્યોમા પણ તમારો રસ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.