Abtak Media Google News

તા. ૧૦.૩.૨૦૨૪ રવિવાર ,સંવંત ૨૦૮૦ મહા વદ  અમાસ, પૂર્વાભાદ્રપદા   નક્ષત્ર, સાધ્ય  યોગ, કિંસ્તુઘ્ન    કરણ આજે રાતે ૮.૩૯ સુધી   જન્મેલાંની ચંદ્રરાશિ  કુંભ (ગ ,સ,શ ) ત્યારબાદ મીન (દ,ચ,ઝ,થ)  રહેશે.

મેષ (અ,લ,ઈ) : ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે,ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે,દિવસ માધ્યમ રહે.

વૃષભ (બ,વ,ઉ) : આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે,સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

મિથુન (ક,છ,ઘ) : નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય,દિવસ સારો રહે.

કર્ક (ડ,હ)  : ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો,આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

સિંહ (મ,ટ) : લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે,ધાર્યા કામ પાર ના પડે.

કન્યા (પ,ઠ,ણ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.

તુલા (ર,ત) : લોન વિગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે,પૂજા પાઠથી બળ મળી રહેશે.

વૃશ્ચિક (ન,ય) : વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય,જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

ધન (ધ,ભ,ફ,ઢ): મનમાં નવા તાજા વિચારો અને હકારત્મક્તા થી લાભ થાય,લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુરુ છે.

મકર (ખ,જ) : જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે,સમજી ને ચાલવું.

કુંભ (ગ,સ,શ ) : નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે,કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.

મીન (દ,ચ,ઝ,થ): તમારી જાતને અંદર થી ઓળખી શકો,આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો.

—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

–કાળની ગતિ સમજવા  માટે માતા કાલીને સમજવા પડે

અગાઉ અત્રે લખ્યા મુજબ ૭ માર્ચ થી ૧૬ માર્ચ વચ્ચે ગોચર ગ્રહોમાં ઘણા પરિવર્તન આવી રહ્યા છે અને આ સમયમાં શનિ મહારાજ અસ્તના ચાલી રહ્યા છે માટે આ સમયમાં ઘટનાક્રમમાં ખુબ તેજી જોવા મળી રહી છે અને ૧૨ માર્ચ આસપાસનો સમય વધુ સ્ફોટક અને અલગ જ ગતિવિધિ અને ઘટનાક્રમ દર્શાવી રહ્યો છે માટે આ સમયમાં માત્ર રાજનીતિમાં જ નહિ પણ વૈશ્વિક  રીતે ઘણા મોરચે વ્યૂહાત્મક રહેશે અને  ઘણા ઉતાર ચઢાવ આ સમયમાં જોવા મળશે તો બે દેશ વચ્ચે આ સમયમાં સંઘર્ષ વધતો પણ જોવા મળશે અને મોટી રાજનાયિક ઉથલ પાથલ પણ જોવા મળશે તો કોઈ રાજ્યના પ્રધાન કે મંત્રીઓની તકલીફ પણ વધતી જોવા મળશે! આગામી સપ્તાહ થી સૂર્ય રાહુ યુતિ શરુ થશે જે બે રાજાઓના અહં ટકરાવની ઘટના ફલિત કરે છે અને આગામી દિવસોને વધુ મહત્વપૂર્ણ બનાવે છે! હાલમાં આપણે દશ મહાવિદ્યા વિષે વાત કરી રહ્યા હતા જેની વિસ્તૃત સમજણ અત્રે આપતો જઈશ. દેવીના વિવિધ સ્વરૂપોની ઉપાસનાને દશ મહાવિદ્યામાં આવરી લેવાઈ છે પણ આ સાધનાઓ ગુરુગમ્ય હોય ગુરુની પ્રેરણા અને આદેશ થી કરવી જોઈએ! દશ મહાવિદ્યા દેવીના જ સહેતુક સ્વરૂપ છે જેના નામ કાલી, તારા, છિન્નમસ્તા, ષોડશી, ભુવનેશ્વરી, ત્રિપુરા ભૈરવી, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલા છે . જેમાં શનિ ગ્રહ સાથે માતા કાલી સંકળાયેલા છે કાળની ગતિ સમજવા  માટે માતા કાલીને સમજવા પડે અને માતા કાલીનું ધ્યાન ધરવું જોઈએ જે વિષે આગળ ઉપર જણાવીશ!

—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯ ૦૫૦૦ ૨૮૨–

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.