Abtak Media Google News

તા. ૨૮.૩.૨૦૨૪ ગુરુવાર ,સંવંત ૨૦૮૦ ફાગણ વદ ત્રીજ, સ્વાતિ  નક્ષત્ર, હર્ષણ   યોગ, બવ કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ તુલા (ર,ત)   રહેશે.

મેષ (અ,લ,ઈ) : જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય,શુભ દિન.

વૃષભ (બ,વ,ઉ) : સવાર બાજુ નો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.

મિથુન (ક,છ,ઘ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો.

કર્ક (ડ,હ)            :જમીન-મકાન-વાહન સુખ સારું રહે,આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.

સિંહ (મ,ટ) :  સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે,મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

કન્યા (પ ,ઠ ,ણ ) : બેન્ક બેલેન્સ વધારી શકો,નાણાકીય આયોજન કરી શકો,  પૈસા બાબત માં સારું રહે.

તુલા (ર,ત) :  તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કૈક કરી બતાવી શકો.

વૃશ્ચિક (ન ,ય ) : તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું ગુસ્સા માં આવી નિર્ણયો ના કરવા સલાહ છે .

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.

મકર (ખ ,જ ) : વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

કુંભ (ગ ,સ,શ ) : ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

મીન (દ ,ચ ,ઝ ,થ): અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.

—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

–શનિ-મંગળ યુતિ રાજનીતિની તલવારને નવી ધાર કાઢી રહી છે

અગાઉ અત્રે લખ્યા મુજબ મંગળ શનિ યુતિના લીધે આકાશમાં થી અગનવર્ષ થઇ રહી છે તો સૂર્ય મહારાજ પણ સોલાર સાયકલ શરુ થતા અગનજ્વાળા ઠાલવી રહ્યા છે જે વાતાવરણને ગરમ તો બનાવે જ છે પણ સૂર્ય સાથે રાહુ હોવાથી તેની ગોચરીય અસર પણ નોંધપાત્ર છે. રાહુ મહારાજ જળતત્વમાં આવ્યા પછી અનેક પૂલ દુર્ઘટના થવા પામી છે જે વિષે અગાઉ લખી ચુક્યો છું તે મુજબ બાલ્ટીમોરમાં કાર્ગો શિપના કારણે પૂલ તૂટવાની દુર્ઘટના થવા પામી છે હજુ પણ સમુદ્રને લગતી અનેક બાબતો સામે આવવાની બાકી છે તો કેટલાક વિવાદાસ્પદ મુદ્દા અને કેઈસમાં કોઈ યુવા નેતાઓ પણ શામેલ થતા જોવા મળશે વળી શનિ મંગળ યુતિ રાજનીતિની તલવારને નવી ધાર કાઢી રહી છે અને ઘણા સમીકરણો હજી સામે આવવાના બાકી છે માત્ર ભારત જ નહિ રશિયામાં પુતિનના દબદબા પછી અમેરિકામાં પણ આવનાર ચૂંટણીમાં ઘણા ઉલટફેર થવાની શક્યતા છે તો હમણાં સુધી રાહુ સાથે રહેલા બુધ મહારાજે આભાસી મુદ્રાને થોડી રમાડી લીધી છે હવે તે પોતાના રસ્તે ગુરુ સાથે આગળ વધી રહ્યા છે અને શેરબજારમાં નવી મૂડી લાવવાની તજવીજ હાથ ધરી રહ્યા છે બુધ અને ગુરુ સાથે મળીને કૈક મોટો વેપાર કરવાની અને મોટા પાયે આયાત નિકાસની વાત વિચારે છે એ વચ્ચે પાકિસ્તાનનો ભારત સાથે વ્યાપારનો સુર પણ હકારાત્મક થયો છે પણ બુધ રાહુ છુટ્ટા પડ્યા પછી દુનિયાના હેકર્સ પર સરકારોએ નજર માંડી છે અને મોટા હેકર્સ સાથે હિસાબ બરાબર કરવાના મૂડમાં વિશ્વની ઘણી એજન્સીઓ કામે લાગી ગઈ છે !!!

—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.