Abtak Media Google News
  • ડેટાબેઝ તૈયાર કરવો, ઈ.વી.એમ. ફાળવણી, સ્ટ્રોંગરૂમ, મતદાન મથકો નક્કી કરવા, સ્ટાફને તાલીમ સહિતની કામગીરીનું ટાઈમટેબલ નક્કી હોય છે
  • જિલ્લા ચૂંટણી અધિકારીના નેતૃત્વમાં માઈક્રો મેનેજમેન્ટના અસરકારક અમલથી ચૂંટણીની કામગીરી સુચારૂ રીતે આગળ વધે છે

ચૂંટણી એ લોકશાહીનો આધારસ્તંભ છે. લોકશાહીમાં દરેક પુખ્ત નાગરિક ચૂંટણી લડી પણ શકે છે અને પોતે ઈચ્છે તે પક્ષના કે સ્વતંત્ર ઉમેદવારને પોતાનો પવિત્ર મત આપી શકે છે. સામાન્ય રીતે કેન્દ્રીય ચૂંટણીપંચ ચૂંટણીની જાહેરાત કરે ત્યારથી પ્રત્યક્ષ રીતે ચૂંટણી પ્રક્રિયાનો ધમધમાટ જોવા મળતો હોય છે. જો કે મુક્ત અને ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં ચૂંટણી યોજવા અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના સુચારુ અને સરળ સંચાલન માટે ચૂંટણીતંત્ર દ્વારા છ મહિના કરતાં વધુ સમય અગાઉથી વિવિધ પ્રક્રિયાઓની શરૂઆત થઈ જતી હોય છે.  કઈ કામગીરી, ક્યારે કરવી તેનું ચોક્કસ-નક્કર આયોજન હોય છે.

રાજકોટ જિલ્લામાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં લોકસભા બેઠકની ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં, તથા અધિક જિલ્લાના અધિક ચૂંટણી અધિકારી એન.કે. મુછારની રાહબરીમાં સમગ્ર ચૂંટણી તંત્ર સુવ્યવસ્થિત આયોજન સાથે કામ કરી રહ્યું છે.

મહત્વનું છે કે, ચૂંટણી પ્રક્રિયા સરળતાથી યોજી શકાય, દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારને પસંદ કરી શકે, જ્યારે ચૂંટણી લXવા ઈચ્છુક ઉમેદવારો પોતે ચૂંટણી લડી શકે તેમજ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીઓ, કર્મચારીઓ પણ અસરકારક રીતે ચૂંટણી ફરજ બજાવી શકે તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા એક સુવ્યવસ્થિત માઇક્રો ઈલેક્શન પ્લાનર તૈયાર કરવામાં આવ્યું છે. દરેક જિલ્લાના ચૂંટણી અધિકારીઓની કચેરીમાં આ ઈલેક્શન પ્લાનર મુકવામાં આવે છે.

રાજકોટમાં જિલ્લામાં જે ઈલેક્શન પ્લાનર છે, તેમાં કુલ 155 મુદ્દાઓ આપવામાં આવ્યા છે. જેમાં જે-તે મુદ્દાની કામગીરી શરૂ કરવાથી લઈને તેના પૂર્ણાહૂતિનો આદર્શ સમય પણ આપવામાં આવ્યો છે.

છ મહિના કરતાં અગાઉ મુદ્દા નંબર 1 અને બે પર કામગીરી થાય છે. જેમાં કે.એ.પી. (નોલેજ, એટિટ્યૂ,X, પ્રેક્ટિસ)નો સર્વે કરવાનો હોય છે. જે ચૂંટણીની આદર્શ તારીખના 300 દિવસ અગાઉથી લઈને 210 દિવસ સુધીમાં એટલે કે 61 દિવસમાં પૂર્ણ કરવાની હોય છે. આ સાથે ડેટા બેઝ તૈયાર કરવાની કામગીરી 31 દિવસમાં કરવાની હોય છે.

ચૂંટણીના છ માસ અગાઉ મુદ્દા નંબર-3થી લઈને 10 પર કામ ચાલે છે. જેમાં અખબાર, ટીવી ચેનલ, રેડિયો, કેબલ ચેનલના સ્ટાન્ડર્ડ રેટ કાર્ડ નક્કી કરવા, ચૂંટણી પ્રક્રિયા સાથે સીધા સંકળાયેલા અધિકારીની બદલી-પોસ્ટિંગ, દિવ્યાંગ મતદારોનું મેપિંગ તથા તેઓ મત આપી શકે તેવી વ્યવસ્થાઓની તૈયારી શરૂ કરવી, ઈ.વી.એમ., પાવર પેક, સીલ, ટેગ વગેરેની ખરીદી પ્રક્રિયા શરૂ કરવી, લોકસભા ચૂંટણીના ઈ.વી.એમ.-વી.વી.પેટનું ફર્સ્ટ લેવલનું ચેકિંગ, જિલ્લા ચૂંટણી અધકિારી, રિટર્નિંગ ઓફિસર્સ સહિતના સ્ટાફની તાલીમ, સ્વીપ (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) પ્રવૃત્તિનો આરંભ વગેરેનો સમાવેશ થાય છે.

ચૂંટણીના ચાર માસ અગાઉના સમયગાળામાં મુદ્દા નં-11થી લઈને 14 પર કામગીરી થાય છે. જેમાં રાજ્યની વિધાનસભાની સામાન્ય ચૂંટણીના ઈ.વી.એમ.-વી.વી.પેટનું ફર્સ્ટ લેવલનું ચેકિંગ, ચૂંટણી સ્ટાફની જરૂરિયાત મુજબ આપૂર્તિની કામગીરી, મતદાન મથકોની ભૌતિક ચકાસણી સહિતની કામગીરી કરવામાં આવે છે.

ચૂંટણીના ત્રણ મહિના અગાઉના ગાળામાં મુદ્દા નં-15થી લઈને 24 પર કામગીરી થતી હોય છે. જેમાં સ્વીપ પ્લાનનો અમલ, ઈ.વી.એમ.-વી.વી.પેટ જાગૃતિ કાર્યક્રમ, રાજકીય પક્ષોના પ્રતિનિધિ-ઉમેદવારો સાથે મતદાન મથકો અંગે વિમર્શ, વિવિધ ક્ષેત્રો માટે ટીમની રચના, બજેટ તૈયારી વગેરે કામગીરી કરવામાં આવતી હોય છે.

ચૂંટણીના સંભવિત બે માસ અગાઉ કામગીરી ખૂબ વેગ પકડે છે. જેમાં મુદ્દા નં-25થી લઈને 76 મુદ્દા પર કામગીરી ચાલે છે. ચૂંટણી કામગીરી માટે સામગ્રીની ખરીદી-ટેન્ડરિંગ, સ્ટ્રોંગરૂમ કાઉન્ટિંગ સ્થળની પસંદગી, અમલીકરણ એજન્સીના નોXલ અધિકારીઓની તાલીમ, કેમ્પસ એમ્બેસેXર માટે વર્કશોપ, કાયદો-વ્યવસ્થાની બારીક સમીક્ષા તથા સંલગ્ન બાબતો, રિટર્નિંગ ઓફિસરોના સ્તરે તાલીમ, ઈન્કમટેક્સ – એક્સાઈઝ અધિકારીઓ સાથે મિટિંગ, એફ.એસ.ટી., એસ.એસ.ટી., વી.એસ.ટી. વગેરેની નિમણૂક, જિલ્લા સ્તરે પોલીસ સ્ટાફની તાલીમ સહિતની કામગીરી થાય છે.

ત્યારબાદ ચૂંટણીના એક માસ અગાઉ મુદ્દા નં-77થી લઈને 143 પર કામગીરી કરવામાં આવે છે. જેમાં સોશિયલ મીડિયા મોનિટરિંગ અને સંલગ્ન વ્યવસ્થા, પોલીસ સ્ટાફની પોલીસ મથક સ્તરે તાલીમ, ખર્ચ નિરિક્ષકો દ્વારા તાલીમ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ઈ.વી.એમ.-વી.વી.પેટનું પ્રથમ રેન્ડમાઈઝેશન, મતદાન મથકોનું લિસ્ટ તૈયાર કરવું, પોલીસની તપાસ સાથે સ્ટ્રોંગરૂમની પસંદગી કરવી, ચૂંટણી એજન્ટ તથા કાઉન્ટિંગ એજન્ટોની નિમણૂક કરવી, ઓનલાઈન સી-વિજિલને કાર્યરત કરવું, બ્રેઈલ તથા પોસ્ટલ સહિતના બેલેટ પેપર્સનું પ્રિન્ટિંગ, માઈક્રો ઓબ્ઝર્વર્સની તાલીમ, ઈ.વી.એમ.-વી.વી.પેટનું બીજું રેન્ડમાઈઝેશન તથા કમિશનિંગ, સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવા સહિત અનેકવિધ કામગીરીઓ થાય છે.

ત્યારબાદ ચૂંટણીના દિવસે મુદ્દા નં-144થી લઈને 147 પર કામગીરી થાય છે. જેમાં મતદાનના દિવસે દિવ્યાંગ તથા સિનિયર સિટિઝન્સ સરળતાથી મતદાન કરી શકે તે માટે પરિવહન સહિતની વ્યવસ્થા ગોઠવવી, પોલિંગ બૂથ પર અંધજનો મતદાન કરી શકે તે માટે સંબંધિત વ્યવસ્થા ગોઠવવી, ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા પછી ઈ.વી.એમ. સ્ટોર કરવા સહિતની કામગીરી થાય છે.

મતદાન પછીના દિવસોમાં મુ્દ્દા નં-148થી લઈને 155 પર કામગીરી થાય છે. જેમાં કાઉન્ટિંગ હોલની ગણતરી, પ્રિ-કાઉન્ટિંગ ટેસ્ટિંગ- ડ્રાયરન, ગણતરી, ઈન્ડેક્સ કાર્ડ, ખર્ચ બાબતની કામગીરી, જિલ્લા ચૂંટણી અધિકારીનો સ્ક્રૂટિની રિપોર્ટ સબમિટ, ચીફ ઈલેક્શન ઓફિસરની વેબસાઈટ પર પેઈX ન્યૂઝનું રિપોર્ટિંગ સહિતની કામગીરી કરવામાં આવે છે.  મહત્વનું છે કે, આ તમામ મુદ્દાઓને અલગ અલગ 27 જેટલા કલર કોડિંગમાં વહેંચી દેવામાં આવ્યા છે.

ચૂંટણી તંત્રના આ માઈક્રો મેનેજમેન્ટના લીધે વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારત દેશમાં આદર્શ આચારસંહિતાના માહોલમાં ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય છે અને નાગરિકો ઉત્સાહ સાથે મતદાન કરીને લોકશાહીની પવિત્ર ફરજ અદા કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.