Abtak Media Google News

તા. ૧૯ .૪.૨૦૨૪ શુક્રવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર સુદ અગિયારસ, કામિકા એકાદશી, મઘા  નક્ષત્ર,વૃદ્ધિ યોગ,  વણિજ  કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ  સિંહ (મ,ટ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : પરિસ્થિતિ ધીમે ધીમે તરફેણમાં આવે, વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે,શુભ દિન.

વૃષભ (બ,વ,ઉ) : નવી વસ્તુની ખરીદી કરી શકો, સુખ સગવડના સાધનો વસાવી શકો, દિવસ આનંદદાયક રહે.

મિથુન (ક,છ,ઘ) :  કાર્યમાં સફળતા મળતી જણાય,ભાઈ ભાંડુ સુખ સારું રહે,સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.

કર્ક (ડ,હ) : પોઝિટિવ વાણીનો મહિમા સમજી શકો,  તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

સિંહ (મ,ટ) :  આજના દિવસે કામકાજ માં સફળતા મળે,તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો,પ્રગતિ થાય.

કન્યા (પ ,ઠ ,ણ) : કાર્યમાં થોડો વિલંબ  થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા,બોલવા માં કાળજી રાખવા સલાહ છે.

તુલા (ર,ત) : નવા સંબંધોમાં અને વર્તુળમાં સારું રહે,  સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

વૃશ્ચિક (ન ,ય) : નોકરિયાતવર્ગે કાળજી રાખવી પડે,  સ્ત્રી વર્ગ નેમધ્યમ  રહે,ધીમી પ્રગતિ જોવા મળે,સુંદર દીવસ.

ધન (ધ,ભ,ફ,ઢ ): ઇષ્ટદેવના સ્મરણથી કાર્ય પાર પડે, નસીબ સાથ આપે,ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.

મકર (ખ,જ) : કેટલીક બાબતો મનમાં ખુચ્યા કરે, માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.

કુંભ (ગ ,સ,શ) :રાજનીતિમાં અને જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.

મીન (દ,ચ,ઝ,થ): જીવન પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂરત જણાય, તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં કાળજી લેવી,મધ્યમ દિવસ.

–બુધ પણ આ યુતિમાં હોવા થી વિશ્વ બજારો માટે સમય પડકારજનક રહે!

ઉચ્ચના સૂર્ય અને સ્વગૃહી ચંદ્ર વચ્ચે રામનવમી પર સૂર્યવંશી, કરુણાનિધાન  રામલલાના ભાલે સૂર્ય તિલક થવા પામ્યું છે તો મંગળ શનિ યુતિ ગરમીનો પ્રકોપ પણ આપી રહી છે અગ્નિ તત્વ સંપૂર્ણ જાગૃત છે જેની વચ્ચે અગાઉ લખ્યા મુજબ ઈરાન ઇઝરાયેલ યુદ્ધ આગળ ધપી રહ્યું છે તો આતંકી ગતિવિધિથી થી લઈને આગજની અને અકસ્માતોની શૃંખલા જોવા મળી રહી છે! હજુ પણ રાજનીતિમાં ઘણા ઉલટફેર બાકી છે અગાઉ લખ્યા મુજબ આખો એપ્રિલ માસ આ પ્રકારના ઘટનાક્રમવાળો રહેશે. સેનાપતિ મંગળ મહારાજ આગામી મંગળવારે જ ૨૩ એપ્રિલે મીન રાશિમાં પ્રવેશ કરશે જ્યાં રાહુ સાથે અંગારક યોગમાં આવશે જે યુદ્ધની બાબતોની વિશેષ ભડકાવનાર બને અને આ સમયમાં બે દેશ વચ્ચે સંઘર્ષ વધતો જોવા મળે અને મોટા પ્રમાણમાં ઘાતક હથિયારો અને યુદ્ધ સામગ્રીનો ઉપયોગ થતો જોવા મળે.મંગળ રાહુ યુતિ યુદ્ધ અને આતંકી ગતિવિધિમાં મોટા પાયે છળ કપટ સૂચવે છે અને અચાનક ઘાત સૂચવે છે. મંગળ રાહુ દગાબાજીનું સૂચન કરે છે. બુધ પણ આ યુતિમાં હોવા થી વિશ્વ બજારો માટે સમય પડકારજનક રહે. આ સમયમાં ખેલ જગત, સીને જગત કે જાહેરજીવનની કોઈ વ્યક્તિ સ્કેન્ડલ કે  કાયદાની ચુંગાલમાં આવતી જોવા મળે વળી બારમે રાહુ સાથે મંગળ કારાવાસ યોગ અને તબિયત લથડવાનું સૂચન કરે છે તેથી આ સમયમાં દિગ્ગજ વ્યક્તિ આ પ્રકારની મુશ્કેલીમાં થી પસાર થતી જોવા મળે વળી ઘણી જગ્યાએ આંતરવિગ્રહની સ્થિતિ જોવા મળે તો શતરંજની બાજી જાહેરજીવનમાં ઉંચા લેવલ પર રમાતી જોવા મળે!

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી — ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.