Abtak Media Google News

તા. ૧૦.૧૦.૨૦૨૩ મંગળવાર , સંવંત ૨૦૭૯ ભાદરવા વદ અગિયારસ, મઘા  નક્ષત્ર, સાધ્ય યોગ,કૌલવ    કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ  સિંહ (મ,ટ) રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.

વૃષભ (બ,વ,ઉ) :  જમીન મકાન વાહન સુખ સારું રહે,  તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય ,દિવસ પ્રગતિકારક  રહે.

મિથુન (ક,છ,ઘ) :  તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો,શુભ દિન,લાભ થાય.

કર્ક (ડ,હ)  : બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો,મનોમંથન  કરી શકો.

સિંહ (મ,ટ) :  તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે,લોકો દ્વારા તમારી પ્રસંશા  થાય.

કન્યા (પ ,ઠ ,ણ) : લોન વિગેરે બાબતમાં સાંભળવું , ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

તુલા (ર,ત) : જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ  થાય.

વૃશ્ચિક (ન ,ય) :  વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ  દીવસ.

ધન (ધ,ભ,ફ,ઢ ): આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર  સાથે આનંદ માણી શકો .

મકર (ખ,જ) :  કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો,વિવાદ નિવારી શકો,મધ્યમ દિવસ રહે  .

કુંભ (ગ ,સ,શ) :આંતરિક જીવનમાં સારું રહે,સબંધો માં સુલેહ થી ચાલી શકો. વધુ ઉગ્રતાથી કામ ના લેવા સલાહ છે.

મીન (દ,ચ,ઝ,થ): આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા! , હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું ,મધ્યમ દિવસ.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

–દોસ્ત અને દુશ્મનની નવી વ્યાખ્યાઓ તૈયાર થઇ રહી છે

તુલામાં મંગળ કેતુ યુતિ વચ્ચે ઇઝરાયેલ હમાસ તીવ્ર યુદ્ધ તરફ આગળ વધી રહ્યા છે અને રશિયા યુક્રેન યુદ્ધની જેમ વિશ્વના અનેક દેશ તેની આડમાં પોતાની બિસાત બિછાવી રહ્યા છે જે વિષે હું અત્રે લખી ચુક્યો છું. પરિવર્તનના આ સમયમાં ઘણા દેશ અલગ પદ્ધતિથી યુદ્ધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાઈ રહ્યા છે અને છેલ્લા ત્રણેક વર્ષથી આપણે જોઈએ છીએ કે ઘણા દેશ તેની વિદેશનીતિમાં ધરખમ ફેરફાર કરી ચુક્યા છે અને વિશ્વની ધરી જાણે બદલાઈ  રહી છે દોસ્ત અને દુશ્મનની નવી વ્યાખ્યાઓ તૈયાર થઇ રહી છે વળી મંગળ અને કેતુ સાથે આવવાથી બાયોવેપન તરફનો ઝુકાવ વધતો જોવા મળે જે વિશ્વ માટે જોખમી છે વળી મંગળ કેતુ વધુ સ્ફોટક હથિયારોનો ઉપયોગ સૂચવે છે અને અગાઉ લખ્યા મુજબ ઘણા દેશમાં સેના મુખ્ય ભૂમિકામાં આવતી જોવા મળે. તા.૧૪ ઓક્ટોબર ને શનિવારે સર્વપિત્રી અમાસ આવી રહી છે શનિવારી અમાસ વિશેષ મહત્વ ધરાવે છે. સર્વપિતૃઓ માટે આ દિવસે દાન ,ધર્મ, અન્નદાન વસ્ત્રદાન, પૂજા પાઠ  કરી શકાય. ૧૫ ઓક્ટોબરને રવિવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થાય છે. શક્તિ આરાધનાના શ્રેષ્ઠ દિવસો આવી રહ્યા છે, ભક્તિ,આનંદ અને સાધનાનો સુંદર સમન્વય આ દિવસોમાં જોવા મળશે અને સમગ્ર વર્ષ માટે આ સમયમાં શક્તિ સંચય કરી શકાય છે!!

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.