Abtak Media Google News

મેષ રાશિફળ (Aries): જૂની નકારાત્મક વાતોને યાદ કરવાની જગ્યાએ વર્તમાન ઉપર ધ્યાન આપો. લાભ સાથે-સાથે વ્યયની પણ સ્થિતિ બની રહેશે. વ્યવસાયિક કાર્યોમાં થોડા વિઘ્નો આવી શકે છે. તમારી અંદર કોઇપણ પ્રકારની હીન ભાવના અનુભવ ન કરો. તમે તમારા સોમ્ય અને સહજ સ્વભાવ દ્વારા કોઇપણ પરિસ્થિતિને પોતાના પક્ષમાં કરવામાં સક્ષમ રહેશો. આજના દિવસની શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ આવશે. પરંતુ તમે તમારા આત્મવિશ્વાસ તથા દઢ નિશ્ચય દ્વારા તેમનું સમાધાન પણ સરળતાથી શોધી લેશો.

વૃષભ રાશિફળ (Taurus): તમારે દરેક પગલું કાળજીપૂર્વક અને ધીમેથી લેવાની જરૂર છે. તુરંત મોટા ફેરફારોની અપેક્ષા તમારા માટે ખોટા સાબિત થઈ શકે છે. જીવનસાથી સાથે ચાલી રહેલાં થોડા મતભેદો દૂર થશે. કોઇ પ્રોપર્ટીને લગતાં કાર્યો પણ બની શકે છે. આ સમયે તમારા કામ ઉપર વધારે ધ્યાન આપો. પરિવાર સાથે શોપિંગ તથા હરવા-ફરવાનો પ્રોગ્રામ બનશે. વ્યવસાયિક સ્થળે તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે.

મિથુન રાશિફળ (Gemini): વ્યવસાયિક કાર્ય સમય પ્રમાણે પૂર્ણ થતાં જશે. ક્યારેક તમારો શંકાવાળો સ્વભાવ સંબંધને ખરાબ કરી શકે છે. ખાવાપીવામાં બેદરકારીને કારણે ગેસ તથા અપચાની સમસ્યા રહેશે. કામ વધારે હોવાના કારણે ઘર-પરિવાર ઉપર વધારે સમય આપી શકાશે નહીં. પ્રેક્ટિકલ થઇને કોઇ નિર્ણય લેવાથી ઉત્તમ પરિણામ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં બધા કામ યોગ્ય રીતે પૂર્ણ થતાં જશે. આ સમયે યોગ્ય બજેટ બનાવીને રાખો.

કર્ક રાશિફળ (Cancer): પતિ-પત્ની વચ્ચે નાનો વિવાદ રહેશે. પરંતુ તેનાથી સંબંધો ગાઢ બનશે. આ સમયે બનાવેલી યોજના નજીકના ભવિષ્યમાં શુભ અવસર પ્રદાન કરશે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમે પલ્બિક ડીલિંગને લગતા કાર્યોને પૂર્ણ કરવાનો ઉત્તમ સમય છે. રાજનૈતિક તથા અનુભવી વ્યક્તિની સલાહ તથા મદદ તમારા વ્યવસાયને નવી દિશા પ્રદાન કરશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે.

સિંહ રાશિફળ (Leo):  વ્યવસાયિક ગતિવિધિઓમાં તમારા સહયોગીઓની સલાહને પણ સર્વોપરિ રાખો. એકાગ્રતામાં થોડો ઘટાડો આવી શકે છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી યોજનાઓને શરૂ કરવા માટે આજે સમય યોગ્ય છે. આત્મમંથન કરો. સ્વાસ્થ્ય ઠીક રહેશે. ક્યારેક વધારે વિચારવામાં સમય લગાવવાથી પરિસ્થિતિ હાથમાંથી સરકી શકે છે. શરીરમાં દુખાવાની સમસ્યા રહેશે.

કન્યા રાશિફળ (Virgo):  વ્યવસાયિક દૃષ્ટિએ સમય અનુકૂળ છે. તમે તમારી અંદર ભરપૂર આત્મવિશ્વાસ અનુભવ કરશો. સ્વાસ્થ્ય સારું રહેશે. ઘરનું વાતાવરણ સુખમય જાળવી રાખવામાં જીવનસાથીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે. ક્યારેક તમે આળસના કારણે મળતી સફળતાને આગળ ટાળવાની કોશિશ કરરશો. સફળતાના કારણે ક્યારેક તમારી અંદર અહંકારની ભાવના પણ આવી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.

તુલા રાશિફળ (Libra): તમારા કર્મ અને ભાગ્ય બંને મળીને તમારા માટે સારી પરિસ્થિતિઓનું નિર્માણ કરી રહ્યા છે. તમારી ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરો. જે વ્યક્તિ માટે તમે તમારા મનમાં ઈર્ષ્યા અનુભવો છો તેના પ્રયત્નો જાણવાનો પ્રયાસ કરો, તો જ તમે તેમની સાથે તમારી તુલના કરવાનું બંધ કરશો. આજે તમારા મનની વિરુદ્ધ કેટલીક ઘટનાઓ બની શકે છે; તેને તમારી હાર તરીકે ન લો.

વૃશ્ચિક રાશિફળ (Scorpio): જીવનસાથીનો તમારા પ્રત્યે ભાવનાત્મક લગાવ તમારા સંબંધને મજબૂત કરશે. આજે તમે આરામ અને મનોરંજનના મૂડમાં રહેશો.  આજે તમે તમારા કોઇ ખાસ કામને યોગ્ય રીતે શરૂ કરવામાં સક્ષમ રહેશો. સામાજિક તથા વ્યવસાયિક બંને જગ્યાએ તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. કોઇ નજીકના વ્યક્તિ સાથે મુલાકાત થશે તથા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ગંભીર ચર્ચા પણ થશે.

ધન રાશિફળ (Sagittarius): ઘરમાં કોઇ ધાર્મિક આયોજન પણ પૂર્ણ થઇ શકે છે. તમારા સ્વભાવમાં પોઝિટિવિટી જાળવી રાખવા માટે સારા સાહિત્ય તથા સારા લોકોના સંપર્કમાં રહો. જે રીતે તમે જીવનમાં સંતુલન ઈચ્છો છો, તે જ રીતે તમારે પણ પ્રયત્નો કરવા પડશે. મનમાં માત્ર ઈચ્છાઓ રાખીને અને પોતાના વિચારોમાં ખોવાયેલા રહીને તમે વાસ્તવિકતાથી દૂર જઈ રહ્યા છો, તમારે વર્તમાન સાથે જોડાયેલા રહીને કામ કરતા રહેવાનું છે.

મકર રાશિફળ (Capricorn): સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. આ સમયે સંયમની જરૂરિયાત છે. તમારો ગુસ્સો તમારા માટે જ નુકસાનદાયક બની શકે છે. આ સમયે ગ્રહ ગોચર ખૂબ જ અનુકૂળ છે. તમારા કાર્યો પ્રત્યે તમારો ઉત્સાહ તમને સફળતા અપાવશે. કોઇ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત પણ થશે. આજે પરિવાર સાથે કોઇ કિંમતી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે.

કુંભ રાશિફળ (Aquarius): આજે તમને કોઇ શુભ સમાચાર મળી શકે છે. જેના કારણે મન પ્રસન્ન રહેશે. કોઇ નજીકના સંબંધીની દખલ તમારા ઘર અને વેપારમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તમે જે ધ્યેય નક્કી કર્યા છે તેને સાકાર કરવા માટે તમને મદદ મળી રહી છે તે લોકો સાથે યોગ્ય સંબંધો જાળવવા તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે.

મીન રાશિફળ (Pisces): જૂની નકારાત્મક વાતોને યાદ કરવાની જગ્યાએ વર્તમાન ઉપર ધ્યાન આપો. મિત્ર કે સહયોગીઓ સાથે કોઇ મહત્ત્વપૂર્ણ વાર્તાલાપ ફાયદાકારક રહેશે. યોગ અને કસરત કરતાં રહો. પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં તમારે જ બધી વ્યવસ્થા જોવી પડશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજના કારણે ભાવનાત્મક અંતર વધી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.