Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):

%E0%Aa%Ae%E0%Ab%87%E0%Aa%B7

આજે પરિસ્થિતિ ખૂબ જ ધનદાયક છે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારી મહત્ત્વપૂર્ણ યોજનાઓને શરૂ કરવાની ઊર્જા પ્રદાન કરી રહી છે. તમારી ક્ષમતાઓ અને ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરો. બાળકો તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે. ક્યારેક વધારે વિચારવામાં સમય લગાવવાથી પરિસ્થિતિ હાથમાંથી સરકી શકે છે. શરીરમાં દુખાવાની સમસ્યા રહેશે. જીવનસાથીનો તમારા પ્રત્યે ભાવનાત્મક લગાવ તમારા સંબંધને મજબૂત કરશે. આજે તમે આરામ અને મનોરંજનના મૂડમાં રહેશો.

વૃષભ રાશિફળ (Taurus):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B7%E0%Aa%Ad

મિત્રો તથા મનોરંજનમાં સારો સમય પસાર થશે. તમે તમારી યોગ્યતા દ્વારા થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો જે ફાયદો આપી શકે છે. બાળકોને સફળતા મળવાથી ઘર-પરિવારમાં પણ ઉત્સવનું વાતાવરણ રહેશે. વ્યવસાયિક દૃષ્ટિએ સમય અનુકૂળ છે. તમે તમારી અંદર ભરપૂર આત્મવિશ્વાસ અનુભવ કરશો. સ્વાસ્થ્ય સારું રહેશે. ઘરનું વાતાવરણ સુખમય જાળવી રાખવામાં જીવનસાથીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે. ક્યારેક તમે આળસના કારણે મળતી સફળતાને આગળ ટાળવાની કોશિશ કરરશો.

મિથુન રાશિફળ (Gemini):

%E0%Aa%Ae%E0%Aa%Bf%E0%Aa%A5%E0%Ab%81%E0%Aa%A8

ઘરની સાથે-સાથે બહારની ગતિવિધિઓ ઉપર પણ તમારું ધ્યાન કેન્દ્રિત રાખો. તમારી યોગ્યતા અને વ્યપારિક વિચારથી લાભના નવા અવસર મળી શકે છે. ઈશ્વરીય સત્તા ઉપર વિશ્વાસ જાળવી રાખવાથી તમારી અંદર પોઝિટિવ વિચાર બની રહેશે અને આત્મબળ પણ વધશે. લાભ સાથે-સાથે વ્યયની પણ સ્થિતિ બની રહેશે. વ્યવસાયિક કાર્યોમાં થોડા વિઘ્નો આવી શકે છે. તમારી અંદર કોઇપણ પ્રકારની હીન ભાવના અનુભવ ન કરો. તમે તમારા સોમ્ય અને સહજ સ્વભાવ દ્વારા કોઇપણ પરિસ્થિતિને પોતાના પક્ષમાં કરવામાં સક્ષમ રહેશો.

કર્ક રાશિફળ (Cancer):

%E0%Aa%95%E0%Aa%B0%E0%Ab%8D%E0%Aa%95

આજે તમે તમારા અને તમારા પરિવાર પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છો. અન્ય લોકોની સલાહ અને ધર્મ-કર્મના કાર્યોમાં પણ સારો સમય પસાર થશે. તમારી પ્રતિભા અને યોગ્યતાના પણ વખાણ થશે. બાળકોને લગતા કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય પણ સંપન્ન થઈ શકે છે. કોઇ નજીકના સંબંધીની દખલ તમારા ઘર અને વેપારમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. જીવનસાથી સાથે ચાલી રહેલાં થોડા મતભેદો દૂર થશે. કોઇ પ્રોપર્ટીને લગતાં કાર્યો પણ બની શકે છે. આ સમયે તમારા કામ ઉપર વધારે ધ્યાન આપો.

સિંહ રાશિફળ (Leo):

%E0%Aa%B8%E0%Aa%Bf%E0%Aa%82%E0%Aa%B9

થોડા દિવસોથી ચાલી રહેલા કામથી રાહત મેળવવા માટે આરામ અને મનોરંજનમાં સમય પસાર કરો. ઘર-પરિવાર પ્રત્યે પણ તમારું યોગદાન રહેશે. ઘણી સમસ્યાઓ ઉકેલવાથી ઘરનું વાતાવરણ પોઝિટિવ પણ રહેશે. સફળતાના કારણે ક્યારેક તમારી અંદર અહંકારની ભાવના પણ આવી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. તમારા કર્મ અને ભાગ્ય બંને મળીને તમારા માટે સારી પરિસ્થિતિઓનું નિર્માણ કરી રહ્યા છે. તમારી ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરો.

કન્યા રાશિફળ (Virgo):

%E0%Aa%95%E0%Aa%A8%E0%Ab%8D%E0%Aa%Af%E0%Aa%Be

તમારું કોઈપણ કામ પ્લાનિંગ સાથે કરવું અને પોઝિટિવ વિચાર રાખવા તમને નવી દિશા આપશે. સાથે જ ઘરમાં જો કોઈ સુધારને લગતી યોજનાઓ બની રહી છે, તો વાસ્તુ નિયમો પ્રમાણે કામ કરવું તમારા માટે ફાયદો આપી શકે છે. વ્યવસાયિક ગતિવિધિઓમાં તમારા સહયોગીઓની સલાહને પણ સર્વોપરિ રાખો. એકાગ્રતામાં થોડો ઘટાડો આવી શકે છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી યોજનાઓને શરૂ કરવા માટે આજે સમય યોગ્ય છે. આત્મમંથન કરો. સ્વાસ્થ્ય ઠીક રહેશે.

તુલા રાશિફળ (Libra):

%E0%Aa%A4%E0%Ab%81%E0%Aa%B2%E0%Aa%Be

ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં રસ વધવાથી તમારા વ્યવહારમાં પણ પોઝિટિવ ફેરફાર આવશે. તમે કોઈપણ શ્રેષ્ઠ નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓ અને યુવાઓ પોતાના અભ્યાસ કે લક્ષ્યને લઇને ગંભીર રહી શકે છે. પરિવાર સાથે શોપિંગ તથા હરવા-ફરવાનો પ્રોગ્રામ બનશે. વ્યવસાયિક સ્થળે તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. આજે તમને કોઇ શુભ સમાચાર મળી શકે છે. જેના કારણે મન પ્રસન્ન રહેશે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B6%E0%Ab%8D%E0%Aa%9A%E0%Aa%Bf%E0%Aa%95

થોડા પારિવારિક વિવાદ આજે ઉકેલાઈ જવાથી ઘરમાં સુકૂન અને શાંતિનું વાતાવરણ રહેશે. તમે તમારી વ્યક્તિગત ગતિવિધિઓ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. કોઇ પ્રોપર્ટી લેવાનું ઇચ્છો છો તો આ સમયે સ્થાન પરિવર્તનના પણ યોગ છે. જૂની નકારાત્મક વાતોને યાદ કરવાની જગ્યાએ વર્તમાન ઉપર ધ્યાન આપો. યોગ અને કસરત કરતાં રહો. પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં તમારે જ બધી વ્યવસ્થા જોવી પડશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજના કારણે ભાવનાત્મક અંતર વધી શકે છે. જૂની નકારાત્મક વાતોને યાદ કરવાની જગ્યાએ વર્તમાન ઉપર ધ્યાન આપો.

ધન રાશિફળ (Sagittarius):

%E0%Aa%A7%E0%Aa%A8

આજે તમને તમારા કોઈ વિશેષ કાર્યને પૂર્ણ કરવામાં ખાસ મિત્રનો સહયોગ મળશે. આર્થિક સ્થિતિમાં પણ સુધાર આવી શકે છે. સામાજિક ગતિવિધિઓમાં પણ યોગ્ય યોગદાન રહેવાથી માન-સન્માન વધશે. રાજનૈતિક તથા અનુભવી વ્યક્તિની સલાહ તથા મદદ તમારા વ્યવસાયને નવી દિશા પ્રદાન કરશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. ઘરમાં કોઇ ધાર્મિક આયોજન પણ પૂર્ણ થઇ શકે છે. તમારા સ્વભાવમાં પોઝિટિવિટી જાળવી રાખવા માટે સારા સાહિત્ય તથા સારા લોકોના સંપર્કમાં રહો.

મકર રાશિફળ (Capricorn):

%E0%Aa%Ae%E0%Aa%95%E0%Aa%B0

આજકાલ તમે તમારી કાર્યપ્રણાલી અને વ્યક્તિત્વ ઉપર વધારે ધ્યાન આપી રહ્યા છો. જેનું તમને પોઝિટિવ પરિણામ મળી શકે છે. કોઈ નજીકના સંબંધીને ત્યાં ધાર્મિક સમારોહમાં સામેલ થવાનું પણ નિમંત્રણ મળશે. વ્યવસાયિક કાર્ય સમય પ્રમાણે પૂર્ણ થતાં જશે. ક્યારેક તમારો શંકાવાળો સ્વભાવ સંબંધને ખરાબ કરી શકે છે. ખાવાપીવામાં બેદરકારીને કારણે ગેસ તથા અપચાની સમસ્યા રહેશે. કામ વધારે હોવાના કારણે ઘર-પરિવાર ઉપર વધારે સમય આપી શકાશે નહીં.

કુંભ રાશિફળ (Aquarius):

%E0%Aa%95%E0%Ab%81%E0%Aa%82%E0%Aa%Ad

તમે તમારી બૌદ્ધિક ક્ષમતાના બળે થોડા એવા પોઝિટિવ પરિણામ પ્રાપ્ત કરશો, જેનાથી સંબંધીઓ વચ્ચે અને ઘર-પરિવારમાં તમારું માન-સન્માન વધશે. તમે ડિસિપ્લિન જાળવી રાખવાથી કાર્યપ્રણાલીમાં પણ સારો સુધાર આવશે. પ્રેક્ટિકલ થઇને કોઇ નિર્ણય લેવાથી ઉત્તમ પરિણામ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં બધા કામ યોગ્ય રીતે પૂર્ણ થતાં જશે. આ સમયે યોગ્ય બજેટ બનાવીને રાખો. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. આ સમયે સંયમની જરૂરિયાત છે. તમારો ગુસ્સો તમારા માટે જ નુકસાનદાયક બની શકે છે.

મીન રાશિફળ (Pisces):

%E0%Aa%Ae%E0%Ab%80%E0%Aa%A8

આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમા સારી બની રહી છે. તેનું યોગ્ય સન્માન કરો. તમે તમારી બુદ્ધિમતા દ્વારા ઘર તથા વેપારને લગતી સમસ્યાઓને ઉકેલવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને પણ શિક્ષાને લગતા યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. પતિ-પત્ની વચ્ચે નાનો વિવાદ રહેશે. પરંતુ તેનાથી સંબંધો ગાઢ બનશે. આ સમયે બનાવેલી યોજના નજીકના ભવિષ્યમાં શુભ અવસર પ્રદાન કરશે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમે પલ્બિક ડીલિંગને લગતા કાર્યોને પૂર્ણ કરવાનો ઉત્તમ સમય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.