Abtak Media Google News

તા. ૨૧.૧.૨૦૨૩ શનિવાર,

સંવંત ૨૦૭૯ પોષ વદ અમાસ,

 નક્ષત્ર પૂર્વાષાઢા  

યોગ હર્ષણ  

 કરણ ચતુષ્પાદ  
 
આજે બપોરે ૨.૫૨ સુધી  જન્મેલાંની  ચંદ્રરાશિ  ધન (ધ,ભ,ફ,ઢ) ત્યારબાદ મકર (ખ,જ) રહેશે.

મેષ (અ,લ,ઈ): આજે આ રાશિના જાતકોનો દિવસ શુભ. ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે,મહત્વના કાર્ય સ્વર બાજુ કરવા.

વૃષભ (બ,વ,ઉ): આ રાશીના જાતકોનો દિવસ રહેશે મધ્યમ. ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

મિથુન (ક,છ,ઘ) : ભાગીદારીમાં કામ હોય તો લાભ મેળવી શકો,દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

કર્ક (ડ,હ): આજે આ રાશિના જાતકોએ શત્રુઓથી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે,અંગત લોકોમાં મતભેદ રહી શકે .

સિંહ (મ,ટ): આજે આ રાશિના જાતકોનો દિવસ શુભ. સંતાન અંગે સારું રહે,અંગત સંબંધો સુધારી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.

કન્યા (પ,ઠ,ણ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,પ્રોપર્ટી બાબતે નિર્ણય કરી શકો, આગળ વધવાની તક મળે.

તુલા (ર,ત) :  નોકરિયાતવર્ગને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નવા કાર્યમાં લાભ મેળવી શકો.

વૃશ્ચિક (ન,ય) : આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ): મિત્રોની મદદ મળી રહે,કામકાજમાં સફળતા મળે,દિવસ પ્રગતિકારક રહે.

મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી,બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું,વધુ વિશ્વાસે ના ચાલવું.

કુંભ (ગ,સ,શ ): સગા સ્નેહી મિત્રોથી સારું રહે,કાર્ય માં પ્રગતિ કરી શકો, નવી દિશા ખુલતી જણાય.

મીન (દ,ચ,ઝ,થ): આ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિકારક રહેશે. નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો,આશાનું કિરણ જોવા મળે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.