Abtak Media Google News

 
તા. ૨૦.૧.૨૦૨૩ શુક્રવાર

 સંવંત ૨૦૭૯ પોષ વદ તેરસ

નક્ષત્ર: મૂળ

યોગ: વ્યાઘાત 

કરણ: વિષ્ટિ 

આજે  જન્મેલાંની  ચંદ્રરાશિ  ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ પ્રગતિકારક રહે.

વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય ,શુભ દિન .

મિથુન (ક,છ,ઘ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મતભેદ નિવારી શકો,વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને.

કર્ક (ડ,હ) : નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે, રોજનીશી લખવાની ટેવ કામ લાગશે, ભૂતકાળ પર થી શીખવું પડે.

સિંહ (મ,ટ) : વિદેશ જવા ઇચ્છતા કે ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ. સ્ત્રીવર્ગને પણ સારું રહે.

કન્યા (પ,ઠ,ણ) : પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ  લાભદાયક રહે.

તુલા (ર,ત) :  નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

વૃશ્ચિક (ન,ય) : તમારા શોખ માટે સમય ફાળવી શકો, મન થી હળવાશ અનુભવી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

ધન (ધ,ભ,ફ,ઢ): જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.

મકર (ખ,જ) : બીજાની ચિંતા ના કરતા સ્વયં પર ધ્યાન આપવું,  ખર્ચ પર અંકુશ રાખવો,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

કુંભ (ગ,સ,શ ) : મિત્રો સાથે આનંદ માણી શકો,ગમતી પ્રવૃત્તિ કરી શકો, અચાનક કોઈ તક ઉભી થહતી જણાય.

મીન (દ,ચ,ઝ,થ): વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ ,નોકરિયાતવર્ગ ને સારું રહે,ઈચ્છીત  પરિણામ પ્રાપ્ત કરી શકો.

મોટી મોટી કંપનીઓ કર્મચારીની છટણી કરી રહી હોવાના અનેક સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે તો બીજી તરફ આત્મઘાતના કિસ્સા પણ વધતા જોવા મળે છે વળી ખેલજગતમાં કુસ્તીમહાસંઘ માં પણ આરોપ પછી અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.

આજરોજ શુક્રવારને  તેરસ છે ચતુર્દશીનો ક્ષય છે અને માસિક શિવરાત્રી છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો હાલ રાહુ મહારાજ મેષમાં થી પસાર થઇ રહ્યા છે જન્મકુંડળીમાં જયારે ચોથે આઠમે કે બારમે રાહુ હોય ત્યારે કાયદા કાનૂન થી સાવચેતી રાખવી જોઈએ ખાસ કરીને મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે આઠમે અને બારમે રાહુ કારાવાસ યોગ જેવી સ્થિતિનું નિર્માણ કરે છે.

ચોથે રાહુ હોય ત્યારે વ્યક્તિ માનસિક રીતે જેલ ભોગવતો હોય તેવું મેં અનેક કિસ્સામાં જોયું છે તે વ્યક્તિ તેની માનસિકતાથી પીડાતો હોય છે અને બધા થી અલગ થઈને પોતાની માનસિક એકલતા ભોગવતો હોય છે. રાહુ મહારાજ જીવનમાં ઘણીવાર ભ્રમ જેવી સ્થિતિ ઉપ્તન્ન કરે છે જેથી વ્યક્તિને લાગે કે હું એકલો પડી ગયો છું અને મને ક્યાંય ગમતું નથી અને આજ સ્થિતિમાં તે માનસિક યાતના ભોગવતો હોય છે તથા ઘણીવાર આત્મઘાતના વિચારો સુધી પહોંચતો હોય છે અને તેથી જ કહી શકાય કે મોટાભાગે આપણે જે બંધનો અનુભવતા હોઈએ છીએ એ કેદ આપણે સ્વયં જ બનાવેલી હોય છે!!!

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

       ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.