Abtak Media Google News

આમ્રપાલી ફાટક, વૈશાલી નગર ખાતે ૩૦૦ થી વધુ વેકેન્સી માટે નોકરીઓની તકો

એચ.એન. શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ રાજકોટ દ્વારા વિઘાર્થીઓમાં આંતરીક મૂલ્યોનો વિકાસ થાય તે હેતુથી તા. ર૮ના દિવસે જોબ ફેેરનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

શિક્ષણની સાથે સાથે આર્થિક મૂલ્યો વિકસાવવા તે શિક્ષણનો મૂળ હેતુ હોય છે. જેને લઇ એચ.એન. શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ દર વર્ષે વિઘાર્થીઓનો ઉત્સાહ બેવડાય તેમજ વિઘાર્થી પોતે પોતાના પગભર થાય તેવા પ્રયાસો સતત કરતી રહેશે તેમજ વિઘાર્થીઓ પણ પોતાના કાર્યને સિઘ્ધ કરવા ઉત્સુક હોય છે અને તેમને પણ પોતાના અનુભાવોનું સ્ટેજ મળી રહે તેવા ઉમદા  વિચાર સાથે આ કાર્ય દર વર્ષની જેમ આ વર્ષે પણ જોબ ફેરનું આયોજન કરાયું છે જેમાં  આઇ.ટી. એન્ડ મેનેજમેન્ટની ર૮ કંપનીઓ દ્વારા આવતીકાલે તા.ર૮ ના રોજ સવારે ૧૦ કલાકથી બપોરે ર કલાક દરમિયાન નોકરી ઇચ્છુકને વિવિધ કંપનીઓ જેવી કેે ઝોમેટો, ફીશ રબર્સ, એડસ ફાઉન્ડેશન, ટેકનો કલઉડ, હિરો એના, પર્ફેકટ ઓટો, ક્રિષ્ના મશીન, ફેશન સ્ટુડીયો સહીતની ૩૦૦ થી વધુ જગ્યાઓ માટે આ નોકરીનો કુંભ યોજનાર છે.

જેઓને જોબ ફેરમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ પોતાના ફોટા સાથેની અરજી લઇને શ્રી એચ.એન. શુકલ કોલેજ, (આઇ.ટી. બિલ્ડીંગ) ર, વૈૈશાલીનગર, આમ્રપાલી ફાટક પાસે રાજકોટ, તેમજ  એચ.એન. શુકલ (મેનેજમેન્ટ બિલ્ડીંગ) ૩ વૈશાલીનગર, આમ્રપાલી ફાટક પાસે રૈયા રોડ, રાજકોટ ખાતે હાજર રહેવા જણાવ્યું છે. કાર્યક્રમની વિગતો આપતા હિરેન મહેતા, બ્રિજેશ પટેલ અબતકની મુલાકાતે આવ્યા હતા.

પસંદગી પામેલા વિઘાર્થીઓના ઉંચુ પગારનુ ધોરણ બોનસ તેમજ પી.એફ. સહીતની સુવિધાઓ મળશે. કંપની દ્વારા વાહન વ્યવહાર ની વ્યવસ્થા કંપની દ્વારા  વિમાની સુવિધા કંપની દ્વારા રહેવા જમવાની વ્યવસ્થા અપાશે. આ જોબ ફેરને સફળ બનાવવા એચ.એન. શુકલ ગ્રુપ ઓફ કોલેજીસના પ્રેસીડેન્ટ ડો. નેહલભાઇ શુકલ, મેનેજીંગ ટ્રસ્ટી ડો. મેહુલભાઇ  રૂપાણી, કેમ્પસ ડાયરેકટ સંજયભાઇ વાઘર તેમજ પ્રો. નીતીનભાઇ પોપટ, પ્રા્રે.  શ્રઘ્ધાબેન કલ્યાણી, પ્રો. અશીષાબેન ધેલાણી, પ્રો. હિરેનભાઇ મહેતા, પ્રો. અયુબ ખાન, પ્રો. કરિશ્માબેન રૂપાણી, પ્રો. વૃંદાબેન જાની એડમીન હેડ રીતેશભાઇ ગણાત્રા તથા એન.એન. શુકલ ગ્રુપ ઓફ કોલેજીસના તમામ કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. જોબ ફેરને સફળ બનાવવા કોલેજના ટ્રસ્ટીગણ તેમજ નાના ઉઘોગકારો અને શિક્ષણવિદ્દોનું સતત પ્રોત્સાહન મળતું રહેશે અને વિઘાર્થીઓનો ઉત્સાહ પણ સતત વધતો રહેશે. જે વિઘાર્થીઓ જોબ માટે ઇચ્છુક હોય તે પોતાના ફોટા સાથે અરજી લઇને આવવી જરુરી પ્રમાણપત્ર  સાથે રુબરુ હાજર રહી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.