Abtak Media Google News

સાંસ્કૃતિક કાર્યક્રમ, લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીનો લોકડાયરો, વૃક્ષારોપણ અને રકતદાન શિબિર

ગુજરાતના ખ્યાતનામ બિલ્ડર્સ મુળજીભાઈ ભીમાણી પરીવાર દ્વારા સમાજનું ઋણ ચુકવવાના પ્રયાસ‚પે અનેકવિધ સેવાકીય, સાંસ્કૃતિક, શૈક્ષણિક, મેડિકલ, ધાર્મિક, સંગઠનાત્મક સુપ્રવૃતિઓ સતત કરવામાં આવે છે. સમગ્ર ભીમાણી પરીવારનું સંસ્કારયુકત જીવન ઘડતર કરનાર માતુશ્રી કાશીબેન લીંબાભાઈ ભીમાણીની ઉપસ્થિતિમાં જ ઉમા જ્ઞાનયજ્ઞ વિદ્યાપીઠ (મોટા રામપર, રાજકોટ-જામનગર હાઈવે) ખાતે સરસ્વતી વંદનાનું અને‚ ધામનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અત્યારે ત્યાં ૨૫૦ જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સરસ્વતી સાધના કરી રહ્યા છે. જેમાંથી કોઈના માતા કે પિતા હૈયાત ન હોય તેને સંસ્થા તરફથી સંપૂર્ણપણે નિ:શુલ્ક વિદ્યાદાન અર્પણ કરવામાં આવે છે. ભકિતની દિવ્ય શકિતસભર હિન્દુ સંસ્કૃતિનું પુનિતપર્વ એટલે ભગવાન જગન્નાથજીની યાદમાં ઉજવાતો અષાઢીબીજ પર્વનો ઉત્સવ અવિરતપણે ૨૨ વર્ષથી આ પરીવાર દ્વારા ઉજવાતી અષાઢી બીજ પર્વની ઉજવણી આ વર્ષે આવતીકાલે તા.૧૩ને શુક્રવારના દિવસે અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ સંસ્કૃતિસભર ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જેઓની હૈયાતીમાં જ આ ભવ્ય વિદ્યાપીઠનું નિર્માણ થયેલ તેવા અમારા પરીવારનું સંસ્કારયુકત જીવન ઘડતર કરનાર અમર આત્મા સ્વ.માતુશ્રી કાશીબાની સ્મૃતિમાં રકતદાન શિબિર અને વૃક્ષારોપણ તથા વૃક્ષ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

માતુશ્રી કાશીબેન ભીમાણી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ઉમા જ્ઞાનયજ્ઞ વિદ્યાપીઠના ફાઉન્ડર મુળજીભાઈ ભીમાણી તથા સમગ્ર પરીવાર દ્વારા યોજાનાર આ ત્રિવિધ કાર્યક્રમમાં પૂ.ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી તથા મહંત હરિપ્રિયદાસજી સ્વામી ઉપસ્થિત રહેશે.

આ તકે પરસોતમભાઈ ‚પાલા, ડો.ડાયાભાઈ ઉકાણી, જેરામભાઈ વાંસજાળીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ રહેલા આ કાયક્રમનું દિપ પ્રાગટય જયેશભાઈ રાદડિયા, બી.એચ.ઘોડાસરા, મોહનભાઈ કુંડારીયા, પુનમબેન માડમ કરશે. આ પ્રસંગે યોજાયેલ રકતદાન શિબિરનું ઉદઘાટન જયંતીભાઈ કવાડિયા, ચીમનભાઈ સાપરીયા, લલીતભાઈ કગથરા, બ્રિજેશભાઈ મેરજા, હરીભાઈ પટેલ કરશે. વૃક્ષારોપણ તથા વૃક્ષ વિતરણ કાર્યક્રમમાં પ્રવિણભાઈ માકડિયા, બાવનજીભાઈ મેતલીયા, કાંતિભાઈ અમૃતિયા, એમ.એસ.એરવાડીયા. એમ.એમ.મુની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

અતિથિ વિશેષ તરીકે ગુજરાતના ખ્યાતનામ શિક્ષણવિદો પ્રો.મહેન્દ્રભાઈ પાડલીયા, પ્રો.વિજયભાઈ ભટાસણા, ડો.વલ્લભભાઈ ભેંસદડીયા ઉપસ્થિત રહેશે. આવતીકાલે તા.૧૩ને અષાઢી બીજ શુક્રવારના રોજ ઉમા જ્ઞાનયજ્ઞ વિદ્યાપીઠ (મોટા રામપર, રાજકોટ-જામનગર હાઈવે તા.પડધરી ખાતે સાંજે ૫:૩૦ થી મોડી રાત્રી સુધી યોજાનાર આ ત્રિવિધ કાર્યક્રમમાં વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ લોકગીત, ઢાલ તલવાર રાસ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરશે. રાત્રે ૯ કલાકે સાહિત્યકાર ભીખુદાનભાઈ ગઢવીના લોક ડાયરાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. કાર્યક્રમમાં સ્વરૂચી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વિશેષ માહિતી માટે કેમ્પસ ડાયરેકટર મનીષભાઈ પટેલ મો.૯૪૨૭૪ ૦૬૩૮૦ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.