Abtak Media Google News

ફાર્માસિસ્ટોના વિવિધ એસો. દ્વારા રેસકોર્સ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ, વ્યસન મુકિત, હેલ્થ અવરનેસ રેલીનું આયોજન: ‘અબતક’ના માધ્યમથી લોકોને માહિતગાર કરાયા

વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ઉજવણી સંદર્ભે યોજાનાર  કાર્યક્રમો માટે ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા હિતેષ ત્રાડા, ડો. નિલેશ પટેલ, મનોજ બંસલે વિશેષ વિગતો આપી હતી. આ ઉજવણીના ભાગ રૂપે રાજકોટના રેસકોર્સ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ ,, વ્યસન મુકિત , હેલ્થ અવેરનેસ રેલી નુ કિશાનપરા ચોક થી આત્મીય કોલેજ સુધી રાજકોટ ફાર્માસીસ્ટ એશોસીએસન , ધ ફેડરેશન ઓફ ગવર્નમેન્ટ ફાર્માસિસ્ટ એસોસિયેશન તથા દરેક ફાર્મસી કોલેજો દ્વારા આયોજન કરેલ છે .

રાજકોટ ફાર્માસીસ્ટ એસોસિએશન દ્વારા વજન , ઉંચાઈ , અને ઇખઈં મેજરમેન્ટ કરી આપવામા આવશે .  ધ ફેડરેશન ઓફ ગવર્નમેન્ટ ફાર્માસિસ્ટ એસોસિયેશન દ્વારા વિના મૂલ્યે ડાયાબિટીસ ( છ.ઇ.જ. ) અને બી.પી.નું ચેક – અપ કરવામા આવશે . કોવીડ – પેડેમીક અને સોસાયટી મા ફાર્માસીસ્ટ ની ભુમિકા વિશે જાગુતી આપવામાં આવશે.રાજકોટ મહાનગર પાલિકા ના આરોગ્ય શાખા દ્વારા કોવિડ -19 બુસ્ટર ડોજ આપવાનું આયોજન કરેલ છે. બી કે મોદી સરકારી ફાર્મસી કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા ટ્યુબરક્યુલોસિસ ( ટિ.બિ. ) રોગ વિષયે જાગૃત કરવામાં આવશે.

સ્કુલ ઓફ ફાર્મસી , આર કે યુનિવર્સિટિ દ્વારા દર્દીઓ માટે જનરલ હેલ્થ ચેક – અપ કેમ્પ અને ન્યુઝ લેટર નું વિતરણ કરવામાં આવશે આર . ડી . ગારડી કોલેજ દ્વારા સાવચેત રહો …….. ( હર્બલમાં એડલ્ટન્ટ દવાઓની જાગૃતિ ) અને હતાશા થી કેમ બચવું તેના વિશે સ્ટોલ ઉભો કરવામાં આવશે.

” સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના ફાર્મસી વિભાગ દ્વારા મેન્ટલ હેલ્થ અને ઓષ્ટીયોપોરોસીસ વિશે જાગ્રુતી આપવામાં આવશે.  મારવાડી યુનિવર્સિટીના ફાર્મસી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા એન્ટીબાયોટીક્સનો તર્કસંગત ઉપયોગ અને પ્રતિકૂળ દવા પ્રતિક્રિયા અહેવાલ જાગૃતિ આપ્વામા આવશે.

આત્મીય કોલેજ દ્વારા જાતે દવા કરવાથી સુ – સુ નુકશાન થાય છે તેના વિશે માહિતી આપવામાં  આવશે. અત્યારની જરૂરિયાત મુજબ ઘરે ઘરે તુલસીના રોપા પહોંચે આ હેતુથી કુમ કુમ ગ્રુપ દ્વારા વિના મૂલ્યે તુલસીના રોપનું વિતરણ કરવામાં આવશે , તેમજ માનવ સમુદાય ની સાથે સાથે અન્ય જીવ સૃષ્ટિ નું હીત થાય એવા શુભ આશય થી ચકલી ના માળા નું વિતરણ પણ કુમકુમ ગ્રુપ દ્વારા કરવાંમાં આવશે.

રાજકોટ ખાતેના રેસકોર્સ રીંગ રોડ પર બાલભવન ની નજીક જુદી – જુદી ફાર્મસી સંસ્થાઓએ તેમના વિદ્યાર્થીઓ પ્રોફેસરો તથા ફાર્મસીસ્ટઓ દ્વારા સ્ટોલ ઉભા કરી લોકોમાં દવાઓ વિશે સાચી જાણકારી તેમજ આરોગ્ય પ્રત્યે જાગૃતિ કેળવવા એક અનોખી રીતે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ની ઉજવણી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.