Abtak Media Google News
કલાકારો, ખેલૈયાઓ કેટરર્સથી લઇ ઓરકેસ્ટ્રા અને સિક્યુરિટીની તમામ વ્યવસ્થા બ્રહ્મસમાજના જ વ્યક્તિઓ સંભાળશે ‘અબતક’ની મુલાકાતે આવેલા આગેવાનોની બ્રહ્મસંગમ રાસોત્સવનો લાભ લેવા આહ્વાન

રાજકોટમાં નવરાત્રી મહોત્સવના પ્રારંભની ઘડીઓ ગણાય રહી છે. બે વર્ષના કોરોના અંતરાલ બાદ મુક્ત મને નવરાત્રીની ઉજવણીના માહોલમાં આયોજકો અને ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળી છે ત્યારે બ્રહ્મ સમાજ માટે પારીવારીક માહોલમાં નવરાત્રી મહોત્સવ માટે બ્રહ્મસંગમ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

‘અબતક’ની મુલાકાતે આવેલા લલીતભાઇ ધોનીયા, ભુપતભાઇ મહેતા, અમિતભાઇ માઢક, જયદેવભાઇ વ્યાસ અને આગેવાનોએ મહોત્સવની વિગતો આપતા જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજના ઉત્કર્ષ વિકાસ માટે કાર્યરત બ્રહ્મસંગમ દ્વારા નવરાત્રિમાં બ્રાહ્મણ પરિવારો પારિવારિક માહોલમાં નવરાત્રિ ઉજવી શકે તે માટે સમગ્ર આયોજનનું તમામ વ્યવસ્થામાં માત્રને માત્ર બ્રહ્મસમાજને જ સેવામાં લેવામાં આવ્યા છે. ગાયક કલાકાર, ઓરકેસ્ટ્રાથી લઇ કેટરર્સ અને સિક્યુરિટી સહિત આયોજનના તમામ વ્યવસ્થાપકો બ્રાહ્મણ જ રાખવામાં આવ્યા છે. વિશિષ્ટ આયોજનમાં બ્રહ્મસંગમમાં ફરજિયાત કપલ એન્ટ્રીમાં એક મહિલા હોય તેને જ એન્ટ્રી આપવામાં આવશે. મહિલામાં માતા, બહેન, દીકરી, દાદી કે પરિવારના કોઇપણ મહિલા સાથે આવનાર યુવાનથી લઇ વૃદ્વને એન્ટ્રી આપવામાં આવશે. કોઇ યુવકને એકલા એન્ટ્રી નહી મળે આ નિયમ કડકપણે પાળવામાં આવશે.

રાજકોટ શહેરના “બ્રહ્મસંગમ નવરાત્રી મહોત્સવ-2022” આગામી તા.26/09/2022 થી તા.04/10/2022 સુધી અનેરૂં આયોજન કરવામાં આવેલ છે. તેના માટે સંસ્થા દ્વારા તૈયારી શરૂ થયેલ છે. આ નવરાત્રી મહોત્સવ અત્રે માધાપર ચોકડી પાસે, સ્વામીનારાયણ મંદિર સામે, જામનગર રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવશે.

બ્રહ્મસંગમ સંસ્થાના પ્રમુખ ઇન્દ્રનીલભાઇ રાજગુરૂની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ છેલ્લા નવ વર્ષથી પારિવારિક વાતાવરણમાં બ્રહ્મ પરિવારની એકતા, સંગઠન અને ભાતૃ ભાવના કેળવવા તેમજ બ્રહ્મ ખેલૈયાઓને એક સાંસ્કૃતિક કાર્યક્રમ માટે પ્લેટફોર્મ પુરૂં પાડવાના ભાગરૂપે નવરાત્રી મહોત્સવ યોજવામાં આવે છે. આ ઇન્દ્રનીલભાઇ રાજગુરૂ, ડો.શરદભાઇ રાજગુરૂ, ધીરૂભાઇ મહેતા, સુરેશભાઇ મહેતા, રસિકભાઇ ભટ્ટ, શૈલેષભાઇ મહેતા, દિલીપભાઇ દવે, ડી.આર. દવે, બીપીનભાઇ દવે, ભાનુભાઇ જોશી વિગેરેની આયોજન સમિતિની રચના કરાયેલ છે. ક્ધવીનર તરીકે લલીતભાઇ ધાંધિયા અને સહક્ધવીનર ભુપતભાઇ મહેતા તથા સમગ્ર ટીમની વરણી કરાયેલ છે.

આ નવરાત્રી મહોત્સવમાં દરરોજ પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ, વેલકિડ્સ વિવિધ વયજૂથના ઉત્કૃષ્ઠ રમતા ખેલૈયાઓને ઇનામ, વેલઆરતી, ટેટુ, ચાંદલો, ગરબા સુશોભન, દાંડિયા શણગાર વિગેરે પ્રકારના 17 જેટલા ઇનામો 1 થી 3 માં આવતા વિજેતાઓને આપવામાં આવશે. અંતિમ દિવસે ખેલૈયાઓ વચ્ચે મેગા ફાઇનલ ઇવેન્ટ યોજવામાં આવશે.

કાર્યક્રમ બાદ ખેલૈયાઓને એક દિવસ માટે નીલસીટી ક્લબમાં રમવા માટે તક આપવામાં આવશે. બ્રહ્મ પરિવારોના બાળકો યુવક-યુવતી અને મોટેરાઓને રમવા માટે ખેલૈયાઓને રમવા માટે વહેલા તે પહેલાના ધોરણે પાસ માટેના નિયત ફોર્મ-અરજીનું વિતરણ શરૂ થઇ ગયેલ છે.

નિયત ફોર્મ મેળવીને ભરીને પરત કરવા માટે બ્રહ્મસંગમ સંસ્થાના કાર્યાલય, ‘સ્પેસ કોમ્પ્લેક્ષ’ (બીજો માળ), 21/12 (કોર્નર) ન્યૂ જાગનાથ, મહાકાળી મંદિર રોડ, ‘રોયલ કેશર’ એપાર્ટમેન્ટ સામે, રાજકોટ-360001 (ફોન નં.0281-2463247)નો સવારના 10 થી 1 અને સાંજના 5 થી 8 વચ્ચે સંપર્ક કરવા જણાવાયું છે.

સંસ્થાના હોદ્ેદારો ગીરધરભાઇ જોશી, મનીષભાઇ બામટા, અમિતભાઇ માઢક, યજ્ઞેશભાઇ દવે, દિનેશભાઇ બોરીસાગર, જયદેવભાઇ વ્યાસ, અલ્પેશભાઇ રવિયા, કલ્પેશભાઇ બામટા, દેવાંગ રવિયા, પંકજભાઇ ચાંવ, જીગ્નેશભાઇ દવે, જયેશભાઇ દવે, નેવિલભાઇ જોશી તેમજ મહિલા પાંખના સભ્યો તૃપ્તિબેન જોશી, શિવાની મહેતા, દર્શનાબેન જોશી, રચના જોશી વિગેરે જહેમત ઉઠાવી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.