આવતી કાલે રાંધણ છઠ્ઠ: ફક્ત આટલી જ વસ્તુઓથી બનાવો રવાની આ સ્વાદિષ્ટ વાનગી


રવા બરફી

  1. રવો એક વાટકો
  2. ચોખ્ખું ઘી એક મોટી વાટકી
  3. ખાંડ એક વાટકો
  4. કાજુના ટુકડા, બદામના ટુકડા, મોરા પિસ્તા
  5. એલચી

રીત

રવા બરફી બનાવી સાવ સરળ છે.

સૌ પ્રથમ એક કડાઈ લો તેમાં ઘી નાખો ત્યાર બાદ તેમાં ખાંડ નાખી એક રસ થાય ત્યાં સુધી હલાવો આમ કરવાથી ચાસણી જેવું મિશ્રણ તૈયાર થાશે

હવે આ ચાસણીમાં રવાને ધીમી આંચ પર શેકી લ્યો.

આછો ગુલાબી રંગ આવી જય ત્યાં સુધી શેકી લ્યો

હવે રાવની બરફીને એક થાળીમાં ઢાળી લ્યો

ત્યારબાદ તેમાં એલચી, કાજુના ટુકડા, બદામના ટુકડા, પિસ્તા નાખી ગાર્નિશ કરો.

20 મીનટ પછી તેને ત્રિકોણ આકારમાં કટ કરી લ્યો.

આ વાનગીની ને તમે 8/10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.