Abtak Media Google News

શાસ્ત્રોમાં ચંદ્રના 16માં તબક્કાને અમાવસ્યા કહેવામાં આવે છે, આ દિવસે કેટલીક અજમાયશ અપનાવી જીવન સરળ બનાવી શકો છો તો સાથે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી!!

હ્રીમ ચિંતના શ્રીજી
hrim. miraclegmail.com

શાસ્ત્રોમાં ચંદ્રના 16માં તબક્કાને ’અમા’ કહેવામાં આવે છે. ચંદ્રની ’અમા’ નામની મહાકાલ છે, જેમાં ચંદ્રના 16 તબક્કાઓની શક્તિનો સમાવેશ થાય છે. શાસ્ત્રોમાં અમાસના ઘણા નામ આપવામાં આવ્યા છે, જેમ કે અમાવસ્યા, સૂર્ય-ચંદ્ર સંગમ, પંચદાસી, અમાવાસી, અમાવસી અથવા અમામાસી. નવા ચંદ્રના દિવસે ચંદ્ર દેખાતો નથી, એટલે કે જે ક્ષય અને ઉદય થતો નથી તેને અમાવસ્યા કહેવામાં આવે છે, તેને ’કુહુ અમાવસ્યા’ પણ કહેવામાં આવે છે. અમાવસ્યા મહિનામાં એક વાર આવે છે. શાસ્ત્રોમાં પિતૃદેવને અમાવસ્યા તિથિનો સ્વામી માનવામાં આવે છે. અમાવસ્યા સૂર્ય અને ચંદ્રના જોડાણનો સમય છે. આ દિવસે બંને એક જ રાશિમાં રહે છે.

અમાવસ્યાના દિને એવા ઘણા સરળ ઉપાયો શાસ્ત્રોમાં વર્ણવેલા છે જેની મદદથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં અમાવસ્યાને ખાસ તિથિ અને એમાં પણ જો બુધવાર આવતો હોય તો એવું માનવામાં આવે છે કે આ દિવસે લેવામાં આવેલા ઉપાય અને યુક્તિઓ ખાસ શુભ પરિણામ આપે છે. તેથી, જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ દૂર કરવા માટે, આ ઉપાયો અમાવસ્યા પર અજમાવવા જોઈએ. તો ચાલો આપણે અહીં કેટલીક ઉપયોગી યુક્તિઓ વિશે જાણીએ….

અમાવસ્યાના દિવસે ભૂખ્યા જીવોને ખવડાવવાનું વિશેષ મહત્વ છે.

  • બુધવારી અમાસના દિને ખાસ બંને તો 11/21/31 પીપળાના વૃક્ષને પાણી પાઓ જેથી પિતૃઓની કૃપા અવસ્ય પ્રાપ્ત થાય છે
  • બુધવારી અમાસે ગ્રહ દોષ દૂર કરવા નદીમાં ન્હાવું
  • આર્થિક લાભ માટે બુધવારી અમાસે કિન્નરોને એક સાથે ₹.125 આપવા
  • ગરીબ ફકીરોને પુરી-શાક જમાડવા જેથી ઘરમાં અનાજ નહીં ખુટે
  • શનિ ગ્રહનો દોષ દૂર કરવા દિવસે કાળા કુતરાને બિસ્કિટ ખવડાવવા
  • કાર્યમાં વિઘ્ન દૂર કરવા ઘાસ અને કાળા તલ ગાયને ખવડાવો
  • પિતૃ રાજી કરવા સીંગ તેલના 125 દિવા ધરવા

અમાસના દિવસે કઈ બાબતો ધ્યાનમાં રાખવી..?

  • આ દિવસે કોઈપણ પ્રકારની તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.
  • આ દિવસે દારૂ જેવા નશાથી પણ દૂર રહેવું જોઈએ. તે માત્ર શરીર પર જ નહીં, પણ તમારા ભવિષ્ય પર પણ પ્રતિકૂળ અસર કરી શકે છે.
  • ચૌદસ, અમાવસ્યા અને પ્રતિપદના ઉપરના 3 દિવસ સુધી પવિત્ર રહેવું જ વધુ યોગ્ય ગણાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.