Abtak Media Google News
Diwali Is A Festival That Illuminates Many Auspicious Feelings At Once
Diwali is a festival that illuminates many auspicious feelings at once

હિન્દુ પંચાગના સૌથી મોટા મહાપર્વ એટલે કે દિવાળીના શુભ પર્વની આવતીકાલે ઉજવણી કરવામાં આવશે. આજે કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવી રહી છે. શુભ ચોઘડીએ લોકો ચોપડા પુજન અને લક્ષ્મી પુજન પણ કરશે. વિક્રમ સંવત 2080 નો મંગલા રંભ મંગળવારથી થશે કારણ કે સોમવારના દિવસે ધોકો અર્થાત પડતર દિવસ છે. કાલે આકાશમાં અવનવા ફટાકડાની ભવ્ય રંગોળી પુરાશે. જો કે સુપ્રિમ કોર્ટની ગાઇલાઇન મુજબ પ્રસિઘ્ધ કરવામાં આવેલા જાહેરનામામાં રાત્રીના આઠ થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે.

કાલે રવિવારે  દિવાળી છે બપારે 2.44 સુધી ચૌદશ તિથી છે ત્યાર બાદ અમાસ છે તથા સ્વાતિ નક્ષત્ર રાત્રે 2.50 સુધી આખો દિવસ અને રાત્રી છે આથી  શુભ છે સ્વાતિ નક્ષત્ર મા ચોપડા પૂજન કરવું લક્ષ્મી પૂજન કરવું ઉત્તમ ગણાય છે

સ્વાતિ નક્ષત્ર હોવાથી દિવાળીના દિવસે ચોપડા પૂજન આખો દિવસ અને રાત્રી મા કરવુ શુભ ગણાશે

રવિવારે બપોરે 2:44 કલાક સુધી ચૌદશ પછી અમાસ

સોમવારે પડતર દિવસે અર્થાત ધોકો: આખી રાત ફટાકડા ફોડી લોકો કરશે દિવાળીના મહાપર્વની ઉજવણી

દિવાળીનું મહત્વ દીપાવલીનું મહત્વ જોવામાં આવે તો  આ દિવસે સમુદ્રમાંથી લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયેલો . શ્રી રામ ચંદ્ર ભગવાન રાવણને મારી વિજય મેળવી અને દીવાળીના દિવસે અયોધ્યા પરત પધાર્યા હતા., ઉજ્જૈનના સમ્રાટ વિક્રમાદિત્યએ સુરાજ્ય શાસન પર્વની સ્થાપના આ દિવસે કરી હતી., શ્રી કૃષ્ણ ભગવાને કાળી ચૌદશના દિવસે નરકાસુરનો વધ કયી અને બીજા દિવસે એટલે કે દિવાળીના દિવસે લોકોએ ઉત્સવ ઉજવ્યો હતો., પાંડવો ચૌદ વર્ષનો વનવાસ ભોગવી અને હસ્તિનાપુર પધાર્યા તે દિવસ હતો . દિવાળીનો . આમ અલગ અલગ પ્રકારે દીપાવલીનું મહત્વ રહેલું છે . પુરાણમાં મહત્વ આપણા  પદમ પુરાણ ભવિષ્ય પુરાણ ગ્રંથોમાં જુદી જુદી રીતે દિવાળીનું મહત્વ છે . તેમાં ખાસ કરીને બ્રહ્મ પુરાણ પ્રમાણે દિવાળીની રાત્રિએ લક્ષ્મીજી સ્વયં લોકોના ઘરમાં પધારે છે આથી જ લોકો ચોપડા પૂજન કરે છે અને પોતાનું ઘર સ્વચ્છ રાખે છે .

ચોપડા પૂજનનું મહત્વ મહાલક્ષ્મીજી ના આઠ સ્વરૂપ છે . દિવાળીના ચોપડા પૂજન મા ક્લમ એટલે કે પેન ને મહાકાળીનું સ્વરૂપ ગણી પૂજા કરવામાં આવે છે . મા લક્ષ્મીજીનો સિક્કો ચોપડા પર રાખી પૂજન કરવામાં આવે છે . અને મહા સરસ્વતી એટલે કે ચોપડાનું પૂજન સ્વયં સરસ્વતી માતાજી તરીકે પૂજવામાં આવે છે . આમ ચોપડા પૂજન માં મહાકાલી મહાલક્ષ્મી  મહા સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે . અને છેલ્લે  લક્ષ લાભ.. લાભ સવાયા બોલવા મા આવે છે એટલે કે મહા લક્ષ્મીજીની કૃપાથી અમારો  વ્યાપાર સવાયો થાય તેમ વેદાંતરત્ન શાસ્ત્રી રાજદીપભાઇ જોશીએ જણાવ્યું હતું.

મંગળવારથી વિક્રમ સંવત 2080 નો પ્રારંભ થશે.

મંગળવારે કારતક સુદ એકમને મંગળવારના દિવસથી નવા વર્ષનો પ્રારંભ થશે.

નવા વર્ષે સૌ પ્રથમ સવારે ઉઠી અને માતા-પિતા તથા વડિલોને પગે લાગવુ કુળદેવી ને પગે લાગવું ત્યારબાદ પુજામાં ગુરુમંત્ર અથવા કુળદેવીની માળા કરવી અને પ્રાર્થના કરવી કે મારુ આખુ વર્ષ નિર્વિદન પસાર થાય અને સુખ શાંતિ રહે.

આ દિવસે શ્રી કૃષ્ણ ભગવાનને અન્નકુટ ધરાવાનું પણ મહત્વ છે.

મકર, કુંભ, મીન રાશીના જાતકોને સાડાસાતી ચાલી રહેલ છે. આથી આ રાશીના લોકોએ જીવનના મહત્વના નિર્ણય સમજી વિચારીને લેવા.

તે ઉપરાંત મેષ, સિંહ, ધન રાશીના જાતકોને રાહુ અશુભ ચાલી રહેલ છે. આથી આ રાશીના જાતકોએ પણ સાવચેતી રાખવી મહાદેવજી હનુમાનજી ની ઉપાસના કરવી.

તેમાં પણ 1પ માર્ચથી જુન મહિના સુધી અનુક્રમે શનિ, મંગળ રાહુની યુર્તિ થતી હોવાથી દરેક રાશીના લોકોએ સાવધાન રહેવું, વ્યસનોથી દુર રહેવું 1પ માર્ચથી જુન મહિના સુધીનો ગાળો દેશ  દુનિયા માટે નિર્ણાયક રહેશે.

દર વર્ષે વ્યાપારી ભાઇએ પોતાના નવા વ્યાપારની ચોપડાની શરુઆત બેસતા વર્ષથી કરતા હોય છે. પરંતુ આ વર્ષે મંગળવારેના દિવસે વિછુડો છે અને અનુરાધા નક્ષત્રમાં છે. પેટાળમા હોય છતાં પણ વિછુડામાં નવી શરુઆત કરવી યોગ્ય ન ગણાય આથી લાભ પાંચમનો દિવસ સારો ગણાય જો નવ વર્ષે શરુ આત કરવી હોય તો એક અલગ કાગળમાં કે નોટમાં વ્યાપારની શરુઆત કરી અને ત્યારબાદ મેઇન ચોપડામાં લાભ પાંચમના દિવસે ચોપડામાં મીનિ પુરી અને આગલા પાંચ દિવસની વિગત લખી શકાય છે. તેમ શાસ્ત્રી રાજદીપસિંહ જોશીએ જણાવ્યું હતું.

બુધવારે કરાશે ભાઇબીજની ઉજવણી

બુધવારે ભાઈબીજ નું વ્રત કરવાથી અકાળ મૃત્યુ અકસ્માત મૃત્યુનો ભય રહેતો નથી જાણો ભાઈબીજ નું ધાર્મિક મહત્વ કારતક સુદ બીજ ને બુધવાર તા . 15.11.23 ના  દિવસે ભાઈબીજ છે

ભાઈબીજ એટલે પુરા ભારત વર્ષમાં નહીં પરંતુ આખી દુનિયામાં ભાઈ – બહેનના સ્નેહ અને પ્રેમ નું પર્વ એટલે ભાઈબીજ. આ દિવસે સવારે વહેલા ઉઠી નિત્યકર્મ કરી અને ત્યારબાદ બપોરે 12 વાગ્યે યમના જળનું આચમન ઘરના બધા જ સભ્યોએ કરવુ . કહેવાય છે કે બપોરે 12 વાગ્યે યમુનાજી સાક્ષાત પધારે છે આથી યમુના જળનું આચમન કરવુ ઉત્તમ છે

એવી એક માન્યતા છે પુરાણોમાં ભાઈબીજ નું મહત્વ અને તેના વ્રતનું ફળ પૌરાણીક કથા પ્રમાણે યમુનાજી પોતાના ભાઈ યમને જમવા બોલાવે છે પરંતુ યમરાજાને ફુરસદ ન હોવાથી તે ભાઈબીજના દિવસે જમવા આવે છે ત્યારે યમુનાજી ભાત ભાતના પકવાન બનાવી પોતાના ભાઈને જમાડે છે અને ત્યારે યમ રાજા કહે છે બહેન આર્શીવાદ માંગ તારે શું જોઈએ છે  ત્યારે યમુનાજી કહે છે કે જે બહેનના ઘરે આજના દિવસે જે ભાઈ જમવા જશે તેને યમ યાતના ભોગવી ન પડે તથા તેને અકાળ મૃત્યુ ન આવે યમ રાજા આર્શીવાદ આપે છે આમ આજના દિવસે જે ભાઈ પોતાના બહેનના ઘરે જમવા જાય છે તેને અકાળ મૃત્યુનો ભય રહેતો નથી . આ દિવસે પોતાના બહેનના હાથે બનાવેલી રસોઈ જમવાથી ભાઈને દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય છે અને શત્રુ ભય રહેતો નથી .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.