Abtak Media Google News

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સવારથી બારે મેઘ ખાંગા: ઉમરપાડામાં ૯ ઈંચ ખાબકયો

ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જાણે આભ ફાટયું હોય તેમ બારેમેઘ ખાંગા થયા હતા. સુરતનાં ઓલપાડમાં સવારે ૮ થી ૧૦ સુધીનાં ૨ કલાકનાં સમયગાળામાં ૮ ઈંચથી વધુ વરસાદ ખાબકી જતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. બપોરે ૨:૦૦ વાગ્યા સુધીમાં અહીં ૧૨ ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે. આનંદનાં ખંભાતમાં પણ ૧૧ ઈંચ જેટલો વરસાદ પડયો છે જયારે ઉમરપાડામાં ૯ ઈંચ, ધરમપુરમાં ૫॥ઈંચ, વઘઈમાં ૫ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે.

સૌરાષ્ટ્રમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજયનાં ૧૧૨ તાલુકાઓમાં બપોર સુધી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આજે સવારે સુરતનાં ઓલપાડમાં ૬ થી ૮ સુધીનાં સમયગાળામાં બે કલાકમાં ૩ ઈંચ વરસાદ પડયા બાદ મેઘાનું જોર વઘ્યું હતું અને ૮ થી ૧૦ સુધીમાં વધું ૮॥ઈંચ વરસાદ ખાબકયો હતો. બપોર સુધીમાં ૧૨ ઈંચ વરસાદ વરસતાં સર્વત્ર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી છે અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આનંદનાં ખંભાતમાં ૧૧ ઈંચ, સુરતનાં ઉમરપાડામાં ૯ ઈંચ, ધરમપુર, વઘઈ, અણસોર, વાપી, માંગરોળ, કામરેજ, કપરવાડા, સુરત, કપડવંજમાં ૫ ઈંચ વરસાદ પડયો છે. વાસંદા, પારડી, અંકલેશ્ર્વર, ખેરગામ, વ્યારા, વલસાડ, ભ‚ચ, બાલાસિનોર, વડીયા, મહુવા, માંડવી, આહવા, છોટા ઉદેપુર, ચિખલી, દોલવાન, જાંબુ ખેડા, નેત્રાંગમાં ૨ થી લઈ ૩ ઈંચ સુધી વરસાદ પડયો છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરનાં લીંબડી, અમરેલીનાં રાજુલા, ભાવનગરનાં મહુવા, સાયલા, ગીર-સોમનાથ અને ભાવનગર પંથકમાં વરસાદ હોવાનું નોંધાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.